• બપોરે 1.30 કલાકે ગાંધીનગર નિવાસસ્થાનેથી રાજકીય સન્માન સાથે માધવસિંહના પાર્થિવ દેહને અમદાવાદ લાવવામાં આવશે

  • સાંજે 5 કલાકે વી.એસ. હોસ્પિટલ પાસે સ્મશાનગૃહમાં માધવસિંહના પાર્થિવદેહને રાજકીય સન્માન સાથે અગ્નિદાહ અપાશે


ઝી મીડિયા/બ્યૂરો :માધવસિંહ સોલંકી એક એવુ નામ ગુજરાતની રાજનીતિમાં મોખરે લેવાતું રહ્યું છે. ચારથી વધુ વખત મુખ્યમંત્રી તરીકે ગુજરાતનું સુકાન સંભાળી ચૂકેલા આ દિગ્ગજ નેતાનું ગઈકાલે 94 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે ગુજરાતના રાજકરણનો એક યુગ આથમ્યો છે તેવુ કહી શકાય. આજે રાજકીય સન્માન સાથે માધવસિંહ સોલંકી (madhavsinh solanki) ના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પુત્ર અને ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી અમેરિકા હતા, જ્યારે તેમને પિતાના મોતના સમાચાર મળ્યા હતા. આ સમાચાર સાંભળી તેઓ તાત્કાલિક અમદાવાદ ફ્લાઈટ દ્વારા આવવા રવાના થયા હતા. આજે બપોરે 3 વાગ્યા સુધી તેઓ અમદાવાદ આવી પહોંચશે, તેના બાદ માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર કરાશે. તેમના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજરી આપશે તેવી શક્યતા છે. 


આ પણ વાંચો : સુરતના યુવાનને અડધી રાત્રે વાસનાનો ખેલ ભારે પડ્યો, ગુપ્ત ભાગમાં ફસાયો ચમચો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંજે 5 વાગ્યે અંતિમ સંસ્કાર કરાશે
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીની આજે અંતિમવિધિ કરાશે. બપોરે 1.30 કલાકે ગાંધીનગર નિવાસસ્થાનેથી રાજકીય સન્માન સાથે માધવસિંહના પાર્થિવ દેહને અમદાવાદ લાવવામાં આવશે. બપોરે 3 કલાકે કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે. અહીં 2 કલાક માટે કોંગ્રેસ કાર્યાલયે માધવસિંહના અંતિમ દર્શન કરી શકાશે. ત્યારબાદ સાંજે 5 કલાકે વી.એસ. હોસ્પિટલ પાસે સ્મશાનગૃહમાં માધવસિંહના પાર્થિવદેહને રાજકીય સન્માન સાથે અગ્નિદાહ અપાશે.


રાજકોટની 895 શાળાઓમાં ચાલશે ધોરણ 10-12 નું નોનસ્ટોપ શિક્ષણ

એક દિવસનો રાજકીય શોક 
ઉલ્લેખનીય છે કે, માધવસિંહ સોલંકી ગુજરાતના સાતમાં મુખ્યમંત્રી હતા. માધવસિંહના નેતૃત્વમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠક મળી હતી. માધવસિંહ સોલંકી 'ખામ થિયરી'થી જાણીતા થયા હતા અને કેન્દ્રીય મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. એટલું જ નહિ, માધવસિંહ સોલંકીના નામે ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ 149 બેઠકો જીતવાનો રેકોર્ડ છે. માધવસિંહ સોલંકી પત્રકાર, રાજકારણ અને સાહિત્ય સાથે જોડાયેલા રહ્યા. મફત કન્યા કેળવણી અને મધ્યાહન ભોજન યોજના સહિત અનેક યોજનાઓ તેમના સમયમાં શરૂ થઈ હતી. માધવસિંહના નિધનને પગલે રાજ્યમાં એક દિવસનો શોક પણ જાહેર કરાયો છે.