લોકસભા ચૂંટણી 2019ના પરિણામ સાથે જ ગુજરાતની આ મહત્વની બેઠક પર સૌની નજર
લોકસભા ચૂંટણીના પરિણામની સૌ કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતની આ 15 બેઠક પર સૌની નજર રહેશે. જો આ બેઠકોની વાત કરીએ તો તેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં સુરેન્દ્ર નગર બેઠક, પોરબંદર બેઠક, જૂનાગઢ બેઠક અને અમરેલી લોકસભા બેઠક મહત્વની બની રહેશે.
અમદાવાદ: લોકસભા ચૂંટણીના પરિણામની સૌ કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતની આ 15 બેઠક પર સૌની નજર રહેશે. જો આ બેઠકોની વાત કરીએ તો તેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં સુરેન્દ્ર નગર બેઠક, પોરબંદર બેઠક, જૂનાગઢ બેઠક અને અમરેલી લોકસભા બેઠક મહત્વની બની રહેશે. કેમ કે, સૌરાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો જંગ ખેલાશે. તો મધ્ય ગુજરાત ઝોનમાં આણંદ, દાહોદ અને છોટાઉદેપુર બેઠક પર પણ ખરાખરીનો જંગ જોવા મળશે.
વધુમાં વાંચો: Gujarat Election Result Live : આજે આતુરતાનો આવશે અંત, 26 બેઠકો પરથી સૌથી ઝડપી અપડેટ જુઓ અહીં
તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં વલસાડ અને બારડોલી બેઠક પર રસાકસી ભર્યો જંગ જામશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વલસાડ બેઠક પર જે પાર્ટીનો વિજય થાય છે, તેની કેન્દ્રમાં સરકાર બને છે. માટે આ બેઠક પર સૌની નજર રહેશે. તો બીજી બાજુ ઉત્તર ગુજરાત ઝોનની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ બેઠક પ જીત મેળવનારી ભાજપ સરકાર માટે આ વખતે પ્રતિષ્ઠાના સવાલ બરોબર છે. તો આ ઉપરાંત ગાંધીનગરથી ચૂંટણી લડી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કેટલી લીડ સાથે જીત મેળવશે, તેના પર સૌની નરજ છે.
વધુમાં વાંચો: ગુજરાતની 26 બેઠકો પર ફરી ખીલશે કમળ, કે પંજો મારશે બાજી? ગણતરીના કલાકોમાં જ પરિણામ
આ ઉપરાંત લોકસભા ચૂંટણી 2019ની ગુજરાતની 26 લોકસભા બેઠકો સાથે વિધાનસભાની 4 બેઠકનું પણ આજે પરિણામ જાહરે થશે. ગુજરાતની ચાર જેટલી વિધાનસભા બેઠક જેમાં ઊંઝા, જામનગર, ગ્રામ્ય માણાવદર અને ધ્રાંગધ્રા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. જેનું પરિણામ આજે આવશે અને ઉમેદવારોના ભાવિ નક્કી થશે. જનતા દ્વારા ઉમેદવારને કેટલા મત આપવામાં આવ્યા છે તે અંગેનો આજે ખુલાસો થશે. ત્યારે મત ગણતરીને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મત ગણતરીને ધ્યાનમાં રાખથી મત ગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવમાં આવ્યો છે.
વધુમાં વાંચો: ગુજરાતની ચાર વિધાનસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીનું આજે પરિણામ
વિધાનસભા પેટા ચૂંટણીની બેઠક અને ઉમેદવારની વાત કરીએ તો ઊંઝામાં ભાજપના આશાબેન પેટલ અને કોંગ્રેસના કા.મુ. પેટલે વચ્ચે જંગ છે. જ્યારે જામનગર ગ્રામ્યમાં ભાજપના રાઘવજી પટેલ અને કોંગ્રેસના જયંતી સભાયા વચ્ચે ટક્કર છે. માણાવદરમાં ભાજપના જવાહર ચાવડા અને કોંગ્રેસના અરવિંદ લાડાણી વચ્ચે જંગ છે. ત્યારે ધ્રાંગધ્રામાં ભાજપના પરસોત્તમ સાબરિયા અને કોંગ્રેસના દિનેશ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ છે. તો આ સાથે લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વધુમાં વાંચો: CU અને VVPT નંબર મેચ નહીં થતાં બારડોલી કોંગ્રેસના ઉમેદવારના એજન્ટે કરી ફરિયાદ
ગુજરાતમાં ચૂંટણીના પરિણામોને લઇને રાજ્યમાં મત ગણતરી બાદ કેટલાક વિસ્તારોમાં તોફાનો થવાની શક્યતાઓ દર્શાવવામાં આવતી હોવાથી, તમામ રાજ્યના મુખ્ય સચીવ અને પોલીસવડાઓને સતર્ક રહેવાની સુચના આપવામાં આવી છે. તેમ જ ગુજરાતમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઇને કેન્દ્રીયગૃહ વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને પોલીસ ફોર્સને પણ સતર્ક રહેવાના સૂચના આપી દેવામાં આવ્યા છે. કેટલાક સ્થલો પર તોફાનો થવાની શક્યતાઓ હોવાથી કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા દેશના તમામ રાજ્યોની પોલીસ સતર્ક રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.
જુઓ Live TV:-