ગુજરાતની 26 બેઠકો પર ફરી ખીલશે કમળ, કે પંજો મારશે બાજી? ગણતરીના કલાકોમાં જ પરિણામ
લોકસભાની ચૂંટણીના પરિણામ આવતા પહેલા ભાજપના ગઢ ગણાતા ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવા માટે ભાજપ સજ્જ થઇ ગયું છે. ત્યારે આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. ભાજપના ગઢ ગણાતા ગુજરાતની તમામ સીટો પર સમગ્ર દેશની નજર રહેશે.
Trending Photos
અમદાવાદ : લોકસભાની ચૂંટણીના પરિણામ આવતા પહેલા ભાજપના ગઢ ગણાતા ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવા માટે ભાજપ સજ્જ થઇ ગયું છે. ત્યારે આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. ભાજપના ગઢ ગણાતા ગુજરાતની તમામ સીટો પર સમગ્ર દેશની નજર રહેશે.
ગત 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26એ 26 બેઠક પર કમળી ખીલ્યું હતું. કોંગ્રેસ સાવ હાસિયામાં ધકેલાયુ હતું. પણ, 2019ના ઈલેક્શનમાં પિક્ચર બદલાયું છે. 2014ના પરિણામો બાદ ગુજરાતમાં સમીકરણો બદલાયા હતા. પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન દલિત આંદોલનને કારણે ભાજપના મૂળિયા ડગમગ્યા હતા, અને તેનો લાભ 2017ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળ્યો હતો.
ગુજરાતની ચાર વિધાનસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીનું આજે પરિણામ
વિકાસની વાતો વચ્ચે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. 2014માં ભલે ઝંઝાવાતી મોદીવેવ હતો, પણ આ મોદીવેવ હલે ઢીલો પડ્યો છે. હવે આ મોદીવેવ કામ કરશે કે પછી શું થશે તે તો આજના પરિણામમાં જ માલૂમ પડશે. પણ તે પહેલા 2014ના ચૂંટણીના પરિણામ પર એક નજ કરીએ, જેમાં 26 બેઠકો પર ભાજપ ફુલ માર્જિન સાથે જીત્યું હતું.
CU અને VVPT નંબર મેચ નહીં થતાં બારડોલી કોંગ્રેસના ઉમેદવારના એજન્ટે કરી ફરિયાદ
26 લોકસભા બેઠકના મત વિસ્તારના 182 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ટપાલ મતપત્રો માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે. ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટ્ટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમની ચકાસણી માટે 15 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી માટે 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓ મળીને કુલ 122 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે. આ સિવાય પણ ચૂંટણી અધિકારીઓની મદદ માટે રિઝર્વ તથા સપોર્ટિંગ સ્ટાફ ઉલલબ્ધ રહેશે.
શુ હતા 2014 લોકસભા ચૂંટણીના પરિણામ
બેઠક | જીત (તમામ ભાજપના) | હાર | લીડ |
કચ્છ | વિનોદ ચાવડા | ડો.દિનેશ પરમાર | 254,482 |
બનાસકાંઠા | હરીભાઈ ચૌદરી | જોઈતા પટેલ | 202,334 |
પાટણ | લીલાધર વાઘેલા | ભાવસિંહ રાઠોડ | 138,719 |
મહેસાણા | જયશ્રીબેન પટેલ | જીવા પટેલ | 208,891 |
સાબરકાંઠા | દીપસિંહ રાઠોડ | શંકરસિંહ વાઘેલા | 84,455 |
ગાંધીનગર | એલ.કે.અડવાણી | કીરિટ પટેલ | 483,121 |
અમદાવાદ (પૂર્વ) | પરેશ રાવલ | હિંમતસિંહ પટેલ | 326,633 |
અમદાવાદ (પશ્ચિમ) | ડો.કિરીટ સોલંકી | ઈશ્વર મકવાણા | 320,311 |
સુરેન્દ્રનગર | દેવજી ફતેપરા | સોમાભાઈ ગાંડાલાલ | 202, 907 |
રાજકોટ | મોહન કુંડારીયા | કુંવરજી બાવળીયા | 246,428 |
પોરબંદર | વિઠ્ઠલ રાદડીયા | કાંધલ જાડેજા | 267,971 |
જામનગર | પૂનમ માડમ | વિક્રમ માડમ | 175,289 |
જૂનાગઢ | રાજેશ ચૂડાસમા | પૂંજાભાઈ વંશ | 135,832 |
અમરેલી | નારણ કાછડીયા | વીરજી ઠુમર | 156,232 |
ભાવનગર | ડો.ભારતીબેન શિયાળ | પ્રવીણ રાઠોડ | 295,488 |
આણંદ | દિલીપ પટેલ | ભરત સોલંકી | 63,426 |
ખેડા | દેવુસિંહ ચૌહાણ | દિનશા પટેલ | 232,901 |
પંચમહાલ | પ્રભાતસિંહ ચૌહાણ | રામસિંહ પરમાર | 170,596 |
દાહોદ | જસવંતસિંહ ભાભોર | ડો.પ્રભાબેન તાવીયાડ | 230,354 |
વડોદરા | નરેન્દ્ર મોદી | મધુસૂદન મિસ્ત્રી | 570,128 |
છોટાઉદેપુર | રામસિંહ રાઠવા | નારણ રાઠવા | 179,729 |
ભરૂચ | મનસુખ વસાવા | જયેશ પટેલ | 153,273 |
બારડોલી | પ્રભુસિંહ વસાવા | તુષાર ચૌધરી | 123,884 |
સુરત | દર્શના જરદોશ | નિધેશ દેસાઈ | 533,190 |
નવસારી | સી.આર.પાટીલ | મકસૂદ મિર્ઝા | 558,116 |
વલસાડ | ડો.કે.સી.પટેલ | કિશન પટેલ | 208,004 |
લોકસભા ચૂંટણી 2019 પરિણામ: સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે, અડધા કલાકમાં મળશે પહેલો ટ્રેન્ડ
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતગણતરીમાં મોડું થઈ શકે છે. જેથી ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ 3-4 કલાક મોડુ જાહેર થાય તેવી શક્યતા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે દરેક લોકસભા દીઠ પાંચ વીવીપેટીની ગણતરી કરવાની હોવાથી પરિણામ ત્રણથી ચાર કલાક મોડું જાહેર થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે