અમદાવાદ: સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આજે મતદાઓ દ્વારા કરવામાં આવેલા મતદાનની આજે મતગણતરી કરવામાં આવી રહી છે. જેને લઇને દેશમાં તણાવ અને ગરમાગરમી ભરેલો માહોલ રહેવાનો છે. જે રાજકિય પક્ષો તેમજ ઉમેદવાર કે પછી પાર્ટી કાર્યકર્તાઓમાં જ નહીં પરંતુ મતગણતરી સાથે જોડાયેલા કર્મચારીઓ તથા અધિકારીઓમાં પણ આ માહોલ જોવા મળશે. આ વખતે લોકસભા ચૂંટણી 2019માં મતદાન માટે ઇવીએમનો પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકશાહીના પર્વમાં 22 લાખ 30 હજાર બેલેટ યુનિટ તેમજ 10 લાખ 73 હજાર વીવીપેટનો ઉપયગો કરવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019માં જાણો કઇ બેઠક પર રહેશે મહિલા ઉમેદવારનું પ્રભુત્વ


સૌથી પહેલા બેલેટની ગણતરી
ચૂંટણી પંચના પ્રોટોકોલ અનુસાર મતગણતરી કરવામાં આવે છે. ચૂંટણી પંચ તરફથી મતગણતરી કેન્દ્ર પર તેનું પાલન કરવામાં આવે છે. સૌથી પહેલા 4 ટેબલ પર બેલેટની ગણતરી કરવામાં આવે છે.


વધુમાં વાંચો: ઉમેદવારોનો જીવ તાળવે ચોંટ્યો, વિજયના મનોરથમાં સવાર સવારમાં જુઓ કોના શરણે ગયા


પોસ્ટલ બેલેટ બાદ EVMની ગણતરી
પંચના નિયમો અનુસાર પોસ્ટલ બેલેટ અને વીવીપેટની ગણતરી પૂર્ણ થયા પછી અડધો કલાકમાં ઇવીએમની મતગણતરી શરૂ કરી દેવામાં આવે છે. તેના માટે દરેક વિધાનસભા વિસ્તારમાં 14 ટેબલ લગાડવામાં આવે છે. ટેબલની ચારે બાજુએ જાળીની ઘેરાબંધી કરી દેવામાં આવે છે.


વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019ના પરિણામ સાથે જ ગુજરાતની આ મહત્વની બેઠક પર સૌની નજર


એક સાથે પાંચ મશીનોનું મિલાન થતું નથી
નિયમોના કારણે એકી સાથે પાંચ મશીનોનું મિલાન નથી થતું. પહેલા વીવીપેટની સ્લીપો અલગ તારવવામાં આવે છે ત્યારબાદ તેની ગણતરી કરવામાં આવે છે. તેમજ બેલેટ અને કન્ટ્રોલ યુનિટના ડિસ્પલેને ઓન કરવામાં આવે છે અને ત્યારબાદ મિલાન કરવામાં આવે છે. આખી પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવે છે.


વધુમાં વાંચો: Gujarat Election Result Live : આજે આતુરતાનો આવશે અંત, 26 બેઠકો પરથી સૌથી ઝડપી અપડેટ જુઓ અહીં


30થી 45 મીનીટમાં 1 રાઉન્ડની ગણતરી
દરેક ટેબલ પર એક-એક ઈવીએમ મોકલાય છે. આ રીતે દરેક વિધાનસભા ક્ષેત્ર માટે એકી સાથે 14 ઇવીએમની ગણતરી શરૂ થાય છે. સામાન્ય રીતે દર વખતે 30થી 45 મિનિટનો સમય લાગે છે. મતગણતરીના ટેબલની ચારેબાજુ તથા પાર્ટી અથવા ઉમેદવારોના એજન્ટો રહે છે. જે મતગણતરી પર નરજ રાખે છે. તેના માટે પણ મતગણના અધિકારી ફોર્મ 17 ભરાવે છે. ફોર્મ 17નો પહેલો ભાગ મતદાનના પોલિંગ એજન્ટની હાજરીમાં શરૂ થાય છે.


વધુમાં વાંચો: ગુજરાતની 26 બેઠકો પર ફરી ખીલશે કમળ, કે પંજો મારશે બાજી? ગણતરીના કલાકોમાં જ પરિણામ


ઇવીએમ, વીવીપેટની સ્લીપોની ગણતરીમાં 1 કલાકનો સમય
બેલેટ યુનિટ પર જેટલા ઉમેદવારોના નામ હોય છે તેમના માટે એક એક એજન્ટનું નામ અને સરનામું તથા બીજી માહીતી હોય છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પંચ 5 મશીન પહેલાથી અલગ કરે છે. એક ઇવીએમ અને વીવીપેટની સ્લીપોના મિલાનમાં 1 કલાકનો સમય લાગે છે. તો પાંચ ઇવીએમ અને વીવીપેટની ગણતરીના મિલાનમાં 5 કલાક લાગે છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...