Tomato price : લાલ ટામેટાના ભાવ આસમાને, એક નંગ ટામેટું તમને કેટલામાં પડે છે તે અમે તમને બતાવીએ
Tomato price: વરસાદના કારણે શાકભાજીના ભાવમાં થયો ધરખમ વધારો.... ટામેટાં, આદુ, કોથમીર સહિત અન્ય શાકભાજીનો ભાવ 100થી 200 રૂપિયા સુધી પહોંચ્યો... સતત ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું..
Tomato price આશકા જાની/અમદાવાદ : એક કિલો શાકભાજીના ભાવ ત્રણ આંકડામાં થઈ જતા મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લીલા શાકભાજી હોય કે કંદમૂળ, તમામના ભાવમાં વધારો થયો છે. ટામેટાના ભાવ તો એક કિલોના 140 રૂપિયાને પાર થઈ ગયો છે. આદુના ભાવ તો 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. કોથમીર અને અન્ય ભાજીના ભાવ પણ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. શાકભાજીના ભાવમાં વધારો થવાના કારણે લોકોને ખરીદીમાં કાપ મુકવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે પાકને થયેલા નુકસાનના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જથ્થાબંધ ભાવની વાત કરીએ તો બજારમાં 50 થી 75 કિલો મરચાં જથ્થાબંધ વેચાઈ રહ્યાં છે, જ્યારે છૂટક મરચાંનો ભાવ 80 થી 120 કિલો સુધી પહોંચી ગયો છે. ચેન્નાઈમાં લીલા મરચા 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. બીજી તરફ ઘણા શહેરોમાં તો ભાવ પણ વધી ગયા છે. ટામેટા સ્વાદને બગાડે છે. સૌથી પહેલા વાત કરીએ ટામેટાની તો દેશના તમામ શહેરોમાં ટામેટા 140 રૂપિયા પ્રતિ કિલોથી ઉપર બને છે. કેટલાક શહેરોમાં તો કિંમત 150 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.
લાલ ટામેટાના ભાવ પહોંચ્યા આસમાને
દરેક રસોઈમાં જરૂરી એવા ટામેટાનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 140 એ પહોંચ્યો છે. અમદાવાદમાં ટામેટા બેંગ્લોરથી આવી રહ્યા છે. અમદાવાદના વેપારીઓએ કહ્યું કે, વરસાદ અને વાવાઝોડાના કારણે ટામેટાના ભાવમાં ઉછાળો આવ્યો છે. આ વચ્ચે ઝી 24 કલાકની ટીમે ચેક કર્યું કે, 1 નગ ટામેટું તમને કેટલા પડે છે. વેપારી પાસેથી વાત કરીને જાણ્યું કે, હાલના ભાવ પ્રમાણે 1 કિલો ટામેટામાં 10 નગ ટામેટા આવે છે. જેનો ભાવ 140 રૂપિયા છે, તો 1 નગ ટામેટું તમને 14 રૂપિયામાં પડે છે. ટામેટાના ભાવ તમારા ઘરનું બજેટ ખોરવી રહ્યું છે. વેપારીઓનું કહેવું છે કે આગળથી પાકની આવક ઓછી છે અને બીજી તરફ ટ્રાન્સપોર્ટ પણ મોંઘું પડી રહ્યું છે. આમ, ટામેટાનો ભાવ હજુ પણ વધી શકે છે.
ગુજરાતના રાજકારણનો આજનો સૌથી હોટ ટોપિક : પાટીલ ક્યાં જાય છે
આદુ-મરચા-કોથમીરના ભાવ પણ વધ્યા
તો બીજી તરફ, દરેક રસોઈમાં ટેસ્ટ માટે જરૂરી એવા લીલા મસાલા આદું, કોથમીર અને મરચાના ભાવમાં પણ સખત વધારો થયો છે. ટામેટા બાદ આદુ, મરચા અને કોથમીરના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આદુ પ્રતિ કિલોનો ભાવ 240 અને મરચાંનો પ્રતિ કિલોનો ભાવ 80 થી 120 રૂપિયા છે. જ્યારે કોથમીરનો પ્રતિ કિલોનો ભાવ 120 રૂપિયા છે અને હજુ પણ આ ભાવ વધી શકે છે. વરસાદના કારણે આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા ગાંધીનગરથી છૂટ્યો મોટો આદેશ, ધારાસભ્યો ગુજરાત ન છોડે
તમિલનાડુમાં રેશનિંગની દુકાને મળશે ટામેટા
ટામેટાંના ભાવ આસમાને પહોંચતા તમિલનાડુમાં અનોખો નિર્ણય લેવાયો છે. હવે તમિલનાડુમાં રેશનિંગની દુકાનો પર ટામેટાં વેચવામાં આવશે. એક પરિવારને રોજ એક કિલો ટામેટાં મળી રહેશે. ચેન્નઈની રેશનિંગની દુકાનથી 60 રૂપિયે કિલો ટામેટાં મળશે. કોઈમ્બતૂર, સાલેમ, ઈરોડ અને વેલ્લોરમાં રેશનિગમાં ટામેટાં મળશે. જરૂર પડશે તો અન્ય શહેરોમાં સસ્તા અનાજની દુકાનમાં ટામેટાં વેચાશે તેવો નિર્ણય કરાયો છે. તમિલનાડુ રાજ્યમાં 57 સ્થળોએ સસ્તા ભાવે ટામેટાં મળી રહેશે. બજારમાં 110 રૂપિયે કિલો મળતા ટામેટાં 60 રૂપિયામાં આપવામાં આવશે.
જુલાઇની આ તારીખોએ કંઇક મોટું થશે, અષાઢી પૂનમનો હાંડો જોયા બાદ અંબાલાલ પટેલની આગાહી
અમદાવાદીઓની ચોઈસ બદલાઈ : અર્ફોડેબલ નહિ, હવે કરોડોના ઘર જોઈએ, આ એરિયાની છે બોલબાલા