લોકસભા ચૂંટણી 2014ના પરિણામનુ પુનરાવર્તન થશે કે, ઈતિહાસ બદલાશે? 24 કલાકમાં ફેંસલો
લોકસભા 2014 ચૂંટણીમાં ગુજરાતની 26એ 26 બેઠક પર કમળી ખીલ્યું હતું. કોંગ્રેસ સાવ હાસિયામાં ધકેલાયુ હતું. પણ, 2019ના ઈલેક્શનમાં પિક્ચર બદલાયું છે. 2014ના પરિણામો બાદ ગુજરાતમાં સમીકરણો બદલાયા હતા. પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન દલિત આંદોલનને કારણે ભાજપના મૂળિયા ડગમગ્યા હતા, અને તેનો લાભ 2017ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળ્યો હતો. ત્યારે વિકાસની વાતો વચ્ચે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. 2014માં ભલે ઝંઝાવાતી મોદીવેવ હતો, પણ આ મોદીવેવ હલે ઢીલો પડ્યો છે. હવે આ મોદીવેવ કામ કરશે કે પછી શું થશે તે તો આવતીકાલના પરિણામમાં જ માલૂમ પડશે. પણ તે પહેલા 2014ના ચૂંટણીના પરિણામ પર એક નજ કરીએ, જેમાં 26 બેઠકો પર ભાજપ ફુલ માર્જિન સાથે જીત્યું હતું.
અમદાવાદ :ગત 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26એ 26 બેઠક પર કમળી ખીલ્યું હતું. કોંગ્રેસ સાવ હાસિયામાં ધકેલાયુ હતું. પણ, 2019ના ઈલેક્શનમાં પિક્ચર બદલાયું છે. 2014ના પરિણામો બાદ ગુજરાતમાં સમીકરણો બદલાયા હતા. પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન દલિત આંદોલનને કારણે ભાજપના મૂળિયા ડગમગ્યા હતા, અને તેનો લાભ 2017ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળ્યો હતો. ત્યારે વિકાસની વાતો વચ્ચે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. 2014માં ભલે ઝંઝાવાતી મોદીવેવ હતો, પણ આ મોદીવેવ હલે ઢીલો પડ્યો છે. હવે આ મોદીવેવ કામ કરશે કે પછી શું થશે તે તો આવતીકાલના પરિણામમાં જ માલૂમ પડશે. પણ તે પહેલા 2014ના ચૂંટણીના પરિણામ પર એક નજ કરીએ, જેમાં 26 બેઠકો પર ભાજપ ફુલ માર્જિન સાથે જીત્યું હતું.
Avengers Endgame કરતાં અડધા બજેટમાં બન્યું ભારતનું ચંદ્રયાન-2 મિશન, ખાસિયતોમાં બેજોડ
બેઠક | જીત (તમામ ભાજપના) | હાર | લીડ |
કચ્છ | વિનોદ ચાવડા | ડો.દિનેશ પરમાર | 254,482 |
બનાસકાંઠા | હરીભાઈ ચૌદરી | જોઈતા પટેલ | 202,334 |
પાટણ | લીલાધર વાઘેલા | ભાવસિંહ રાઠોડ | 138,719 |
મહેસાણા | જયશ્રીબેન પટેલ | જીવા પટેલ | 208,891 |
સાબરકાંઠા | દીપસિંહ રાઠોડ | શંકરસિંહ વાઘેલા | 84,455 |
ગાંધીનગર | એલ.કે.અડવાણી | કીરિટ પટેલ | 483,121 |
અમદાવાદ (પૂર્વ) | પરેશ રાવલ | હિંમતસિંહ પટેલ | 326,633 |
અમદાવાદ (પશ્ચિમ) | ડો.કિરીટ સોલંકી | ઈશ્વર મકવાણા | 320,311 |
સુરેન્દ્રનગર | દેવજી ફતેપરા | સોમાભાઈ ગાંડાલાલ | 202, 907 |
રાજકોટ | મોહન કુંડારીયા | કુંવરજી બાવળીયા | 246,428 |
પોરબંદર | વિઠ્ઠલ રાદડીયા | કાંધલ જાડેજા | 267,971 |
જામનગર | પૂનમ માડમ | વિક્રમ માડમ | 175,289 |
જૂનાગઢ | રાજેશ ચૂડાસમા | પૂંજાભાઈ વંશ | 135,832 |
અમરેલી | નારણ કાછડીયા | વીરજી ઠુમર | 156,232 |
ભાવનગર | ડો.ભારતીબેન શિયાળ | પ્રવીણ રાઠોડ | 295,488 |
આણંદ | દિલીપ પટેલ | ભરત સોલંકી | 63,426 |
ખેડા | દેવુસિંહ ચૌહાણ | દિનશા પટેલ | 232,901 |
પંચમહાલ | પ્રભાતસિંહ ચૌહાણ | રામસિંહ પરમાર | 170,596 |
દાહોદ | જસવંતસિંહ ભાભોર | ડો.પ્રભાબેન તાવીયાડ | 230,354 |
વડોદરા | નરેન્દ્ર મોદી | મધુસૂદન મિસ્ત્રી | 570,128 |
છોટાઉદેપુર | રામસિંહ રાઠવા | નારણ રાઠવા | 179,729 |
ભરૂચ | મનસુખ વસાવા | જયેશ પટેલ | 153,273 |
બારડોલી | પ્રભુસિંહ વસાવા | તુષાર ચૌધરી | 123,884 |
સુરત | દર્શના જરદોશ | નિધેશ દેસાઈ | 533,190 |
નવસારી | સી.આર.પાટીલ | મકસૂદ મિર્ઝા | 558,116 |
વલસાડ | ડો.કે.સી.પટેલ | કિશન પટેલ | 208,004 |
સૌથી વધુ લીડથી જીતનાર ઉમેદવાર
નરેન્દ્ર મોદી (વડોદરા) - 570,128
દર્શના જરદોશ (સુરત) - 533,190
નવસારી (સી.આર.પાટીલ) - 558,116
એલ.કે.અડવાણી (ગાંધીનગર) - 483,121
પરિણામોના આગલા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે EXCLUSIVE મુલાકાત
સૌથી ઓછી લીડથી જીતનાર ઉમેદવાર
દિલીપ પટેલ (આણંદ) - 63,426
દીપસિંહ રાઠોડ (સાબરકાંઠા) - 84,455
ગુજરાતમાં ચૂંટણીનું પરિણામ મોડું આવી શકે છે, જુઓ શું કહ્યું મુખ્ય ચૂંટણી અધિકારીએ...
4 વિધાનસભા બેઠકનું પણ પરિણામ આવતીકાલે
રાજ્યની ચાર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણીના પણ આવતીકાલે પરિણામ જાહેર થવાના છે. ઊંઝા, જામનગર ગ્રામ્ય, માણાવદર અને ધ્રાંગધ્રામાં વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે. મતગણતરીને લઈ તંત્રની તમામ તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે મતગણતરીને ધ્યાનમાં રાખીને મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. વિધાનસભા પેટા ચૂંટણીની બેઠક અને ઉમેદવારની વાત કરીએ તો ઊંઝામાં ભાજપના આશાબહેન પટેલ અને કોંગ્રેસના કા.મુ.પટેલ વચ્ચે જંગ છે.જામનગર ગ્રામ્યમાં ભાજપના રાઘવજી પટેલ અને કોંગ્રેસના જયંતી સભાયા વચ્ચે ટક્કર છે. માણાવદરમાં ભાજપના જવાહર ચાવડા અને કોંગ્રેસના અરવિંદ લાડાણી વચ્ચે જંગ છે. ધ્રાંગધ્રામાં ભાજપના પરસોત્તમ સાબરિયા અને કોંગ્રેસના દિનેશ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ છે.