સુરતની આગ 15 કલાક પછી પણ નથી થઈ સાવ શાંત, આખા કાંડ સાથે સંકળાયેલા 10 ભડભડતા તથ્યો
સુરતના પુણા-કુંભારિયા ખાતે રઘુવી ટેક્સટાઈલ માર્કેટ આવેલી છે આ માર્કેટમાં વહેલી સવારના સમયે અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો.
સુરત : સુરતના રઘુવીર માર્કેટમાં ફરી એકવાર આગ લાગી છે. રઘુવીર માર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી જે ઘટનાના 15 કલાક પછી પણ સાવ શાંત નથી થઈ. આ આગ એટલી ભયાનક હતી કે ફાયર વિભાગના કર્મચારીઓને અંદર જવામાં તકલીફ પડી હતી. સુરતના પુણા-કુંભારિયા ખાતે રઘુવી ટેક્સટાઈલ માર્કેટ આવેલી છે આ માર્કેટમાં વહેલી સવારના સમયે અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જાણી લો આ આગની ઘટના સાથે જોડાયેલી 10 મહત્વની માહિતી.
ગુજરાતની સ્કૂલો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં કરે છે ગોટાળા? સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું કે...
1. ફાયરબ્રિગેડના ઓફિસરે પ્રાથમિક તબક્કે જાણકારી આપતાં કહ્યું હતું કે, આગ બીજા માળથી છઠ્ઠા માળ સુધી પ્રસરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી લાગી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. બીજાથી લઈને છઠ્ઠા માળ સુધી આગના ધૂમાડા ફેલાયા હતા.
2. સુરતના સુડા વિસ્તારમાં આવેલા રઘુવીર ટેક્સટાઈલ માર્કેટ ની ભીષણ આગ 12 કલાક માં 80 ટકા કાબુ મેળવવામાં આવ્યા હતું.. સુરત શહેર સહિત જિલ્લાના ફાયર ફાઇટરો લાગેલી આગને ઓલવવા માટે કાર્યરત થયા હતા. વડોદરાથી ખાસ એનડીઆરએફની ટીમ પણ દોડી આવી હતી. આગ આટલી હદે વિકરાળ હતી કે હજીરાના ઉદ્યોગ એકમોના ફાયર ફાઇટરો પણ ઘટનાસ્થળે આવી ગયા હતા.
3. આગ ઓલવવા માટે 12 કલાકમાં 3 કરોડ લીટર પાણીનો વપરાશ કરવામાં આવ્યો હોવાનું ફાયર સૂત્રો જણાવી રહ્યા છે. આ પાણીના વપરાશનો ખર્ચ ફાયર વિભાગ દ્વારા માર્કેટના માલિક પાસેથી વસૂલવામાં આવશે.
4. આ આગને કારણે અંદાજીત 300 કરોડ કરતા પણ વધુનું નુકસાન થયું છે.
5. બિલ્ડીંગનું સ્ટ્રક્ચર ખખડધજ છે. આ બિલ્ડીંગને તોડવા માટે સ્ટેબિલિટી રિપોર્ટના આધારે નિર્ણય લેવાશે.
6. આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવી રહેલા ફાયરબ્રિગેડના જવાન પર એલિવેશનનું પતરૂં માથાના ભાગે પડ્યું હતું. જેથી ઈજાગ્રસ્ત થયેલા ફાયરના જવાનને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ રવાના કરવામાં આવ્યો હતો.
7. આ કપરા સમયે બ્રોકર એસોશિએશને જે વેપારીની દુકાન સળગી ગઇ છે, તેમને વિનામૂલ્યે દુકાન ફાળવવાની ખાતરી આપી છે.
8. રાત્રીના સાડા ત્રણ આસપાસના સમયથી લાગેલી આગમાં હવે ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થવાનું સામે આવ્યું છે. ACમાં પ્રચંડ પાંચ વિસ્ફોટ આસપાસમાં સંભળાતા આગ બાદ બ્લાસ્ટના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.
9. કલાકોથી લાગેલી આગમાં રઘુવીર માર્કેટનો 14મો માળ સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો હોવાનું સામે આવી રહ્યું છે. હાલ પણ પહેલા માળથી લઈને અન્ય માળમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
10. આગના પગલે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દઈને લોકોને દૂર રાખવામાં આવી રહ્યાં છે. જેથી ફાયરબ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી ન પડી શકે. સાથે જ ફાયરબ્રિગેડની ગાડીઓને આવવા જવા રસ્તો ખુલ્લો રહે તે માટે આસપાસના રોડને બ્લોક કરી દેવામાં આવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...