સુરત

Surat: AAPના ઉત્સાહી કોર્પોરેટરે રાતોરાત યોગી ગાર્ડનનું નામ બદલી પાટીદાર કરી નાખ્યું, થયો વિવાદ

નામ બદલ્યા બાદ વિવાદ શરૂ થતા ફરી યોગી ગાર્ડનનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. હવે આપના કોર્પોરેટરે કહ્યું કે, અમે નામકરણ કરવા માટે કમિશનરને રજૂઆત કરીશું. 

Mar 4, 2021, 04:36 PM IST

ઈનકમટેક્સ અધિકારી છીએ, કહીને લઈ ગયા આંગડિયા પેઢીના કર્મચારીને પછી બની ચોંકવનારી ઘટના

લૂંટારુઓ લૂંટ માટે પોતાની અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવતા થયા છે અને અનેક લોકો આવા લૂંટારુઓના નિશાને પણ આવી જ જાય છે. તાજેતરમાં લૂંટારુઓએ એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવી આંગડિયા પેઢીના કર્મચારીને ના માત્ર લૂંટી લીધા પણ અપહરણ પણ કર્યું હતું. 

Feb 24, 2021, 11:27 PM IST

ગુજરાતમાં સરેરાશ 44 ટકા મતદાન, તમામ પક્ષોના પ્રયાસો છતા મતદાનમાં નિરસતા

રાજ્યમાં આજે 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાઇનમાં જોવા મળ્યા હતા. તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જો કે કોરોનાને કારણે મતદાન પ્રમાણમાં ધીમું રહ્યું. આ ઉપરાંત યુવાનોમાં પ્રમાણમાં ખુબ જ નિરસતા રહી હતી. તેઓ મતદાન કરવા માટે જ આવ્યા ન હોય તેવો માહોલ હતો. 

Feb 21, 2021, 09:08 PM IST

સુરત: પોલીસ હવે દંડ તો ભરાવે જ છે સાથે પરેશાન કરવા માટે ગાડી પણ જપ્ત કરે છે

શહેરમાં અઠવા ગેટ ટ્રાફિક પોઇન્ટ પર તહેનાત પોલીસની ખુલ્લેઆમ દાદાગીરીનો એક વીડિયો બહોળા પ્રમાણમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચુક્યો છે. જેના પગલે ખળભળાટ મચી ગયો છે. જેમાં ટ્રાફિક પોઇન્ટ પર તહેનાત દાદાઓ જબરજસ્તી કરી વાહન ચાલકનું વાહન જમા કરાવી દેતા હોય છે. એક મસમોટી રકમનો મેમો પણ ફટકારતા હોય છે. વીડિયો જોઇને યુઝરે સોશિયલ મીડિયામાં કમેન્ટ કરી રહ્યા હતા કે, પોલીસની આવી દાદાગીરી વ્યાજની નથી. 

Feb 15, 2021, 10:01 PM IST

SURAT: શહેરી વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી નાગરિકોમાં ફફડાટ, VIDEO થયો VIRAL

રાજ્યમાં ધીરે ધીરે દીપડાની રંઝાડ દિવસેને દિવસે વધતી જઇ રહી છે. દીપડાઓ સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં જ જોવા મળતા હોય છે જો કે હવે તો તે શહેરી વિસ્તારોમાં પણ ફરી રહ્યા હોવાનાં વીડિયો સામી આવી રહ્યા છે. રાજકોટ બાદ હવે દીપડાએ સુરતમાં પણ દેખા દેતા વન વિભાગ દોડતું થયું છે. શહેરનાં પાલ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપના સીસીટીવી વીડિયોમાં દીપડો આંટાફેરા કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. દીપડો પાછળની દિવાલ કુદીને આવ્યો હતો અને પેટ્રોલ પંપના કુતરાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. 

Jan 25, 2021, 06:38 PM IST

રત્ન'કલાકાર' નોકરીનાં પ્રથમ દિવસે જ 1.75 લાખ રૂપિયાનાં હીરા લઇને ફરાર થઇ ગયો

વરાછાના માનગઢ ચોક ઠાકોર સોસાયટીમાં સમજુબા પેલેસમાં આવેલા હીરાની ઓફિસમાં સરીન પ્લાનર તરીકે નોકરી પર લાગેલા કારીગરે નોકરીના પહેલા જ દિવસે બે કલાકમાં જ સરીન પ્લાન કરવા માટે આપેલા 1.75 લાખની કિંમતના કાચા હીરા ચોરીને ફરાર થઇ ગયો હતો. વરાછા પોલીસના અનુસાર વરાછા હીરાબાગ પુર્વી સોસાયટીમાં રહેલા મુળ ભાવનગરના શિહોરના વતની વિઠ્ઠલભાઇ મેદપરા હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે. વરાછા માનગઢ ચોક ખાતે ઠાકોર સોસાયટીમાં સમજુબા પેલેસના પહેલા માળે હિરાની ઓફીસ અને કાપોદ્રા ગાયત્રી સોસાયટીમાં કારખાનું ધરાવે છે. 

Jan 16, 2021, 10:05 PM IST

તંત્ર હોય તો આવું! માત્ર 6 હજારનો દંડ વસૂલવા 1.20 કરોડનો ધુમાડો કર્યો, DCP પત્રકારો વચ્ચે જૂઠ્ઠું બોલ્યા?

શહેરમાં લોકડાઉન દરમિયાન કાયદેસર રીતે ટોઇંગ ક્રેનોની કોઇ કામગીરી ન હોવા છતા ક્રેન કંપનીને 1.20 કરોડ જેવી જંગી રકમની ચુકવણી થઇ હતી. જેથી આરટીઆઇ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા ડીજીપી અને ગૃહમંત્રાલયમાં કરેલી ફરિયાદ બાદ સુરત ટ્રાફિક પોલીસ ખાતામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ અધિક પોલીસ કમિશ્નર દ્વારા પત્રકાર પરિષદમાં દાવો કરાયો હતો કે, લોકડાઉન દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા આશરે 37 હજાર જેટલા વાહનો ડીટેઇન કરીને ટોઇંગ કરાયા હતા.

Jan 15, 2021, 09:43 PM IST

સુરતમાં કેન્દ્રીય કાપડમંત્રી દ્વારા સિટેક્ષ એક્સ્પોનું ઉદ્ધાટન, આ પાટીલનાં કર્યા ભરપેટ વખાણ

સુરત સરસાણા ખાતે આજે સિટેક્ષ એક્સપોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેનું ઉદઘાટન કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવ્યું હતું. આ વચ્ચે સ્મૃતિ ઈરાનીએ એક્સપોના વક્તવ્યમાં એક સ્ટોલ ધારકના વખાણ કર્યા હતા. આ વખાણ મૂળ મહારાષ્ટ્રના અને છેલ્લા ૧૨ વર્ષથી સુરતમાં રહેતા ચંદ્રકાંત પાટીલના કર્યા હતા. 

Jan 9, 2021, 08:39 PM IST

સુરતના યુવાનને અડધી રાત્રે વાસનાનો ખેલ ભારે પડ્યો, ગુપ્ત ભાગમાં ફસાયો ચમચો

  • રાત્રે 2 વાગે સંજયે વાસના સંતોષવા ગુપ્તાંગમાં ચમચો નાંખી દીધો હતો
  • ચમચો ગુપ્તાગમાં ફસાઈ જતા આખી રાત દર્દ સાથે તે તડફતો રહ્યો

Jan 8, 2021, 02:22 PM IST

સુરતમાં 50 રૂપિયાની ફાટેલી નોટની સામાન્ય બોલાચાલીમાં બે શખ્સોએ દુકાનદાર યુવકની હત્યા કરી

  • સુરતમાં સતત હત્યા અને મારમારી જેવા ગંભીર ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે
  • પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા શાહરૂખ શાકીર શેખ, ઝુબેર શાકીર શેખને ઝડપી પાડ્યા

Jan 6, 2021, 09:15 AM IST

ખાદ્યતેલ ખાઇ રહ્યા હો તો જરૂર વાંચજો આ સમાચાર, તમને હાર્ટ એટેક અથવા કેન્સર થઇ શકે છે

ગાંગુલીની ખાદ્યતેલ અંગેની એક જાહેરાત પણ અટકાવી દેવામાં આવી છે

Jan 5, 2021, 10:03 PM IST

જેના થકી આખો પરિવાર ચાલતો હતો, તેને જ મર્સિડીઝે ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યો 

  • સોમવારે રાત્રે 8.30 કલાકે 8.30 વાગ્યાની આસપાસ મર્સિડીઝ કારનો અકસ્માતનો સિલસિલો શરૂ થયો હતો
  • રામધની પરિવારે બે મહિનામાં પરિવારના બે સદસ્યોને ગુમાવ્યા છે. બે મહિના પહેલા જ નિર્મલના નાના ભાઈની પત્નીનું મોત નિપજ્યું હતું

Jan 5, 2021, 03:39 PM IST

CAT 2020 result: 99.99 પર્સન્ટાઈલ સાથે સુરતના ઋષિ પટેલે ટોપ-25 માં સ્થાન જમાવ્યું

CAT 2020 ની પરીક્ષા સુરતના વિદ્યાર્થીએ શહેરનું ગૌરવ વધાર્યું છે. સુરતના ઋષિ પટેલે આ પરીક્ષા (Common Admission Test) માં 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ સાથે ઋષિએ ટોપ 25માં સ્થાન મેળવ્યું છે. દેશની સર્વોચ્ચ મેનેજેમન્ટ સંસ્થામાં એડમિશન લેવા માટે આ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાય છે. ત્યારે 99.99 પર્સન્ટાઈલ મેળવનાર ઋષિને અમદાવાદ આઈઆઈએમ (IIM) માં પ્રવેશ મેળવવો છે. 

Jan 3, 2021, 02:24 PM IST

સુરતમાં ગુંડારાજ, બેખોફ બનીને ફરી રહ્યાં છે લૂંટારુઓ, ધોળે દિવસે જ્વેલરી શોપમાં ઘૂસ્યા

સુરતના કતારગામ વિસ્તારમાં ધોળે દિવસે લૂંટના ઈરાદે 2 ઈસમોએ જ્વેલર્સને નિશાન બનાવ્યું હતું. જ્વેલર્સના માલિક અને કર્મચારી પર ચપ્પુથી હુમલો કરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ હુરિયો બોલાવતા લૂંટ નિષ્ફળ નીવડી હતી અને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જોકે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

Jan 3, 2021, 11:34 AM IST

ન્યૂ યરની ઉજવણી માટે પ્રેમી સાથે Oyo હોટલમાં રોકાયેલી યુવતી સવારે મૃત મળી

  • બીજા દિવસની સવારે બોયફ્રેન્ડે તન્વીને ઉઠાડતા તે ઉઠી ન હતી. તેથી પ્રેમી પંકજે તેના પરિવારજનોને જાણ કરી હતી

Jan 2, 2021, 03:07 PM IST

દિયરે ભાભીને ઈન્સ્ટાગ્રામ પર મોકલ્યા બિભત્સ ફોટો, બાદમાં ભાભીએ લીધું શાણપણભર્યું પગલું

લબરમૂછિયાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામને જાણે લોકોને બદનામ કરવાનું શસ્ત્ર બનાવી દીધું છે. ત્યારે સુરત પોલીસે આવા કિસ્સામાં એક કોલેજિયન યુવાનની ધરપકડ પોલીસે કરી હતી. એક કોલેજિયન યુવાને તેની ભાભીને બદનામ કરી હતી. ભાભી મોટાભાઈને છૂટાછેડા આપવા માંગતી હતી.

Jan 2, 2021, 02:08 PM IST

ગુજરાતમાં વેક્સીનનું કાઉન્ટડાઉન શરૂ, 5 જિલ્લામાં આજે ડ્રાય રન

  • રાજ્યમાં 1 કરોડથી વધુ રસીના ડોઝ સ્ટોર થઈ શકે તે માટેનું આયોજન કરાયું છે
  • રસીકરણમાં કોઈ અડચણ ન આવે તેવા હેતુથી ડ્રાય રન કરવામાં આવી રહ્યું છે

Jan 2, 2021, 12:23 PM IST