આગ

હનિમૂનથી પરત ફરતા દંપતી માટે બસની સવારી મોતની સવારી બની, પત્ની બસમાંથી કૂદી ન શક્તા ત્યાં જ મોતને ભેટી

સુરતમાં તક્ષશીલા આગકાંડ બાદ વધુ એક આગનો ગોઝારો બનાવ બન્યો છે. જેમાં બે જણાના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જોકે, આ ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે લોકોના રુંવાડા ઉભા કરી દે તેવા છે. એક મહિલા બસમાંથી હાથ બહાર કાઢી રહી છે, પરંતુ તે જોતજાતામાં આગમાં ભડથુ થઈ જાય છે. ત્યારે આ ઘટનાની વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. સુરતમાં લક્ઝરી બસમાં બ્લાસ્ટ થયા બાદ 58 સેકન્ડમાં જ આગ લાગી હતી. નવદંપતી લગ્ન બાદ હનિમૂનથી પરત ફરી રહ્યું હતું. ત્યારે નવયુવાન પત્ની બસમાં જ ભડથું થઈ ગઈ ગઈ હતી. જ્યારે કે, પતિ હાલ ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

Jan 19, 2022, 01:15 PM IST

રાજધાની બસ ભડકે બળતા મુસાફરોની ચીચીયારીઓ સંભળાઈ, આ દ્રશ્યો તમને વિચલિત કરી દેશે, મહિલા જીવતી ભડથુ થઈ

મંગળવારની રાતે સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી. આગમાં દાઝી જતાં 2 લોકોનાં સારવાર દરમિયાન મોત થયા હતા. પરંતુ આ આગ એટલી ભયાનક હતી કે, તેના દ્રશ્યો ત્યા હાજર તમામ લોકોને વિચલિત કરી દે તેવા હતા. લોકોની નજર સામે એક મહિલા બસમાં ફસાઈ જતા જીવતી સળગી ગઈ હતી. 

Jan 19, 2022, 07:42 AM IST

વાસી ઉત્તરાયણની મધરાતે અમદાવાદમાં આગનો બનાવ, લાકડાનું ગોડાઉન બળીને ભસ્મીભૂત થયું

વાસી ઉત્તરાયણની મધરાતે અમદાવાદમા ફરી એક આગનો બનાવ બન્યો હતો. દહેગામની જાક gidc માં આવેલ એક ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. મધરાતે બનેલા બનાવમાં લાકડાનું ગોડાઉન ભસ્મીભૂત થઈ ગયુ છે. જોકે, અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. આગમાં કોઈ જાનહાનિ  થઈ નથી. 

Jan 16, 2022, 07:46 AM IST

પંચમહાલની GFL કંપનીમાં ભયાનક વિસ્ફોટ, એક કિમીના વિસ્તારમાં ધુમાડો ફેલાયો

પંચમહાલની બહુમાળી ઈમારત ધરાવતી જીએફએલ કંપનીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટ બાદ કંપનીમાં આગ ફાટી નીકળી છે. જ્વલનશિલ કેમિકલ બનાવતી કંપનીમાં ભયાનક વિસ્ફોટ થતા ફાયર વિભાગ દોડતુ થયુ છે. આ આગ એટલી મોટી છે કે, એક કિલોમીટર સુધીના વિસ્તારમાં બ્લાસ્ટનો ધુમાડો ફેલાયો હતો. આગનુ સાયરન વાગતા જ કંપનીના તમામ કર્મચારીઓ દોડીને બહાર આવી ગયા હતા. જોકે, કંપની બ્લાસ્ટમાં મોટી જાનહાનિની શક્યતાઓ છે. 

Dec 16, 2021, 11:16 AM IST

સુરતની રાણી સતી મીલમાં ભીષણ આગ લાગી, બ્રિગેડ કોલ જાહેર થતા જ 15 ગાડીઓ પહોંચી ગઈ

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી રાણી સતીની મીલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીગળી હતી. આગ વિકરાળ બનતા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો, પાંચ સ્ટેશનનો ફાયર સ્ટાફ આગ બૂઝવવાની કામગીરીમાં જોડાયો હતો. આગ એટલી બેકાબૂ બની હતી કે, બે કિલોમીટર સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી. જોકે, સમગ્ર આગકાંડમાં જાનહાનિમાં હાલ જાનહાનિના સમાચાર મળ્યા નથી. 

Nov 27, 2021, 11:39 AM IST

પંચમહાલમાં ભારત ગેસના ગોડાઉનમાં લાગી આગ, બૂઝવવા ગયેલા 14 સ્થાનિકો દાઝ્યા

પંચમહાલના ડેસરના નાનકડા એવા પીપલછટ ગામમાં મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘાસચારામાં લાગેલી આગ બાજુના ગેસના બાટલાના ગોડાઉનમાં ફેલાઈ હતી. આ આગમાં 13 જેટલા ગ્રામજનો દાઝ્યા છે. આગની ઘટનામાં દાઝેલા તમામને કાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. 

Nov 19, 2021, 03:07 PM IST

બીડી પીવાના શોખે વૃદ્ધાનો જીવ લીધો, બીડીની આગમાં જ ભડથુ થયા

વડોદરામાં આગનો અરેરાટીભર્યો બનાવ બન્યો હતો. એક વૃદ્ધાનો બીડી પીવાનો શોખ જ તેમને મોતના મુખમા લઈ ગયો છે. વૃદ્ધાને બીડી પીવાનો શોખ હોવાથી એ બીડીથી આગ લાગી હતી, અને એ જ આગમાં મહિલા ભડથુ થઈ ગઈ છે. જોઈને અરેરાટી થઈ જાય તેવા દ્રષ્યો ઘટના સ્થળે જોવા મળ્યા છે.

Nov 6, 2021, 01:14 PM IST

દિવાળીની રાતે ગુજરાતભરમાં બન્યા આગના બનાવ, સુરતમાં 20 ઝૂપડા સળગ્યા

દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાથી આગના સૌથી વધુ બનાવો બનતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ગુજરાતભરમાં આગના બનાવો બન્યા છે. ક્યાંક કોઈના ઘરમાં, તો ક્યાંક ગોડાઉનમાં ફટાકડાના તણખાથી આગ ફાટી નીકળી હતી. 

Nov 5, 2021, 07:25 AM IST

રાજકોટ સામુહિક આપઘાત : આગમાં લપેટાયેલા માતા અને બે પુત્રોની ચીસોથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો

  • રાજકોટમાં સામુહિક આપઘાત, જનેતાએ બે માસૂમ પુત્રોને પણ સાથે સળગાવી કર્યો આપઘાત....
  • ગૃહકલેશને કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ...

Oct 9, 2021, 01:52 PM IST

વલસાડના મોટરકાર વર્કશોપમાં એવી આગ ફાટી કે ફાયર ફાઈટર્સની ટીમના નાકે દમ આવી ગયો

વલસાડ (valsad) ના ગુંદલાવ નજીક એક મોટર કાર ના વર્કશોપમાં આગ (fire) લાગતાં દોડધામ મચી ગઇ હતી.  પરંતુ વર્કશોપમાં રાખવામાં આવેલો ઓઇલ અને કેમિકલનો જથ્થો મોટા પ્રમાણમાં સંગ્રહ કર્યો હોવાથી આગ બેકાબૂ બની હતી. જેને બૂઝવવા ફાયર ફાઈટરની ટીમને પણ નાકે દમ આવી ગયો હતો. 

Oct 6, 2021, 10:47 AM IST

ઈ-બાઈક અચાનક સળગી ઉઠી, દ્વારકામાં બની આશ્ચર્યમાં મૂકી દેતી ઘટના

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં એક આશ્ચર્યમાં મૂકી દેતી ઘટના બની છે. આ ઘટના બાદ તમે ઈ-બાઈક (e bike) ની સવારી કરવી કે નહિ કરવી તે વિચારમાં પડી જશો. ખંભાળીયાના બેઠક રોડ પર એક ઈ-બાઇક સળગી (fire) ઉઠી હતી. 

Sep 19, 2021, 03:18 PM IST

વડોદરા : ઝાડેશ્વર વસાહતમાં મોડી રાત્રે લાગેલી આગમાં 3 ઝૂપડા બળીને ખાખ

વડોદરા (vadodara fire) ના સનફાર્મા રોડ ઉપર આવેલા ઓટો ગેરેજ અને તેની બાજુમાં ઝાડેશ્વર વસાહતમાં મોડી રાત્રે આગ (fire) ફાટી નીકળી હતી. રાત્રે અઢી વાગ્યાના સુમારે લાગેલી આગમાં ગેરેજ સ્થિત ચાર વાહનો અને ત્રણ ઝૂંપડા બળીને ખાક થઇ ગયા હતા.  જોકે, આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ, આ બનાવે વિસ્તારમાં ગભરાટ ફેલાવી દીધો હતો. ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

Sep 1, 2021, 11:13 AM IST

રાજકોટ : નિરાલી રિસોર્ટના રૂમમાં લાગી આગ, 8 કર્મચારી દાઝ્યા, રૂમનો દરવાજો બહારથી બંધ કેમ હતો?

રાજકોટ (Rajkot) ના કાલાવાડ રોડ પર આવેલ પ્રખ્યાત નિરાલી રિસોર્ટમાં આગ લાગવાની ઘટના બની છે. નિરાલી રિસોર્ટ (Nirali Resorts) માં પાછળના રૂમમાં આગ (Fire) ફાટી નીકળી હતી. જેથી અહીં કામ કરતા 8 કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા છે. તમામ કર્મચારીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. 

Aug 12, 2021, 09:40 AM IST

અમદાવાદ : ઈન્ક બનાવતી કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળી, 3 ફાયરમેન ઈજાગ્રસ્ત થયા

  • ઈન્ક એનોમ નામની કંપનીમાં આગ લાગવાનો કોલ 3.30 વાગે મળ્યો હતો
  • આગની તીવ્રતા જોઈને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો
  • આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન 3 ફાયરમેન કર્મચારીઓ દાઝ્યા

Jun 12, 2021, 09:01 AM IST

BHAVNAGAR: CM વિજય રૂપાણી જે વોર્ડની મુલાકાત લેવાનાં હતા તે આખો વોર્ડ જ બળીને ખાક

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગરની મુલાકાતે આવવાનાં છે. જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી આવવાનાં છે તેના એક દિવસ અગાઉ જ ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. સિવિલ હોસ્પિટલમાં શોક સર્કિટના પગલે આગ લાગી ગઇ હતી. આગને કારણે પંખા અને વેન્ટિલેટર બળીને ખાક થયા હતા. 

May 16, 2021, 12:14 AM IST

અમદાવાદ : પાર્ક કરાયેલી બ્રહ્માણી ટ્રાવેલ્સની 6 બસ આગમાં બળીને ખાખ થઈ

  • કુલ 7 ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું. જેમાં 6 બસ અને એક કાર સામેલ
  • ફાયર વિભાગની 7 ગાડીઓએ 10 મિનીટમાં આગ કાબૂમાં કરી

Dec 29, 2020, 09:19 AM IST

ગોધરાની કુશા કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ડરના માર્યે આસપાસના ગામ ફટાફટ ખાલી થયા

પંમચહાલના ગોધરાના નાદરખા નજીક આવેલી કુશા કેમિકલમાં આજે બપોરે આગ લાગી હતી. આ આગે જોતજોતામાં એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે, આસપાસના ગામમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. અને જોતજોતામાં લોકોએ ગામ ખાલી કરવાનું શરૂ કર્યું હતું. આગ લાગતાં 20 કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. જેથી લોકોએ 4 કિલોમીટર સુધીનો આખો વિસ્તાર ખાલી કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા. હાલોલ, કાલોલ, શહેરા, ગોધરા અને વડોદરા ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. જોકે આગ પર કાબૂ ન આવતા ફર્મ પણ મંગાવવામાં આવ્યું છે.

Dec 21, 2020, 03:22 PM IST

અમદાવાદ: બાપુનગરના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, 15 દુકાનો અને પાર્કિગના વાહનો બળીને ખાખ થયા

  • આ આગના લપેટામાં કોમ્પ્લેક્સના કેમ્પસમાં મૂકાયેલા કેટલાક વાહનો પણ આવ્યા હતા. શ્યામ શિખર ટાવરના પ્રાંગણમાં પાર્ક કરાયેલા વાહનો પણ ભીષણ આગમાં બળીને ખાખ થયા હતા. આગ બાદ વાહનોનો કાટમાળ જોવા મળ્યો હતો

Dec 6, 2020, 08:24 AM IST

એક્સપર્ટે કહ્યું, શોર્ટ સર્કિટથી આગ લાગતી હોવાના દાવા ખોટા, જાણો આગ લાગવાનું મુખ્ય કારણ

ગુજરાતની હોસ્પિટલમાં ફરી એકવાર આગ (fire)લાગવાની ઘટના સર્જાઇ છે. ઓગસ્ટથી અત્યાર સુધી ગુજરાતના ગુજરાતની હોસ્પિટલમાં આગ લાગવાની ચોથી ઘટના છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે. ICU વોર્ડમાં 11 પૈકી 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે કે 5 દર્દી આગમાં ભડથુ થયા હતા. 

Nov 27, 2020, 05:00 PM IST