ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
એવા સ્થળો પણ છે ગુજરાતમાં કે જ્યાં તમે પ્રકૃતિને પેટ ભરીને પામી શકો. જેના વિશે વાંચીને કદાચ તમે ત્યાં જવાનો પ્લાન પણ બનાવી શકવા મજબુર બનો ! અને ત્યાં જઇ આવ્યાં બાદ એ પ્રવાસ તમારી જીંદગીનું યાદગાર સંભારણું બની રહે. આવો આવા 5 “ધી બેસ્ટ” ફરવાલાયક સ્થળોની યાદી વાંચીએ –
Gujarat Tourism: ગુજરાતના ઘણા તીર્થધામો, શહેરો તેની વિવિધ ખાસિયતો વિશે જાણીતા છે પણ કુદરતને જ્યાં પેટ ભરીને માણી શકાય એવા સ્થળોની વાત આવે તો ? એવા સ્થળો કે જ્યાં માત્ર કુદરતની જ લીલાઓ આગળ રાચવાનું હોય, ઇશ્વરના બક્ષેલા પ્રાકૃતિક તત્વો નિહાળવાના હોય ! એવા સ્થળો પણ છે ગુજરાતમાં કે જ્યાં તમે પ્રકૃતિને પેટ ભરીને પામી શકો. જેના વિશે વાંચીને કદાચ તમે ત્યાં જવાનો પ્લાન પણ બનાવી શકવા મજબુર બનો ! અને ત્યાં જઇ આવ્યાં બાદ એ પ્રવાસ તમારી જીંદગીનું યાદગાર સંભારણું બની રહે. આવો આવા 5 “ધી બેસ્ટ” ફરવાલાયક સ્થળોની યાદી વાંચીએ –
1. ગીરનું જંગલ : ગુજરાતનો સૌથી મોટો અયણ્ય વિસ્તાર એટલે ગીર ! વનરાજોની વસ્તી ધરાવતો અદ્ભુત અરણ્ય સંગમ.અનેક જાતના વૃક્ષો ધરાવતો અને અનેક નદી નાળાં સમેત ઝરણા ધરાવતો ભવ્ય પ્રકૃતિ મહોત્સવ ! માઇલો સુધી પથરાયેલ ગીરનું જંગલ પ્રકૃતિની પૂર્ણતા છે. અહિં આવેલ “ગીર નેશનલ પાર્ક”ની મુલાકાત ખરેખર લેવા જેવી છે. ગીરમાં આવ્યા પછી સિંહ જોવા ન મળે તો તો થઇ રહ્યું ! એ ઉપરાંત પણ અનેક પ્રાણીઓ અહિં મુક્ત રીતે વિહરે છે.પ્રકૃતિ અને પ્રાણીઓના સંગમ સ્થાન સમાન આ સ્થળની મુલાકાત લેવી સદાય અવિસ્મરણીય બની રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આપના પગપેસારાને અટકાવવા ભાજપે પ્રાયરિટી પર કરવું પડશે આ કામ, સરકાર માટે ટફ
આ પણ વાંચો: 2024 માં દિલ્હીમાં ગાદી માટે ભાજપે બનાવ્યો આ પ્લાન, આ 160 સીટો મોદીને બનાવશે ફરી PM
આ પણ વાંચો: સીઆર પાટીલનો પ્લાન દિલ્હીમાં જશે ફેલ, ચૂંટણીના ચાણક્ય અમિત શાહે ઘડી નવી સ્ટ્રેટેજી
2. સાપુતારા : સાપુતારા વિશે એક વાત તો પ્રસિધ્ધ જ છે કે,ગુજરાતમાં હવા ખાવા માટેનું તે એકમાત્ર સ્થળ છે…!ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલ સાપુતારાની ભવ્ય પહાડીઓ ખરેખર મનમોહક છે. અહિં પ્રકૃતિ ખોબે ખોબે પથરાઇ છે. માનવીના ઔદ્યોગિકરણએ હજી અહીં બહુ પગપેસારો નથી કર્યો. સાપુતારા મુખ્યત્વે ડાંગના આદિવાસીઓનું રહેઠાણ હતું. અહિં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે.ખાસ તો નૌકાવિહાર માટે જળાશય ! આહ્લાદક અનુભવની સાચી મજા !ઉપરાંત અહિં પહાડીઓ પરથી સનસેટ અને સનરાઇઝ પોઇન્ટનો લ્હાવો પણ લીધા જેવો છે. સાપુતારાથી થોડે દુર “ગુજરાતનો નાયગ્રા” કહેવાતો ગીરા ધોધ પણ મુખ્ય આકર્ષણ બની રહે છે.
3.તારંગા : મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી અંદાજે ૧૨૦૦ ફિટ ઉંચી આ ટેકરી આવેલી છે. મુખ્યરૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે. અહિંની પર્વતીય સુંદરતા જોવાલાયક છે.ઉપરથી માઇલો સુધી પથરાયેલ અરવલ્લીના અનેક ટેકરાઓની રમણીયતા નજરે પડે છે. અહિં જૈન મંદિરૌ આવેલા છે. કુમારપાળે અહિં ભગવાન અજિતનાથનું સુંદર દેરું બનાવેલું છે. અહિં ઘણા જૈન મંદિરો આવેલા છે. જૈન લોકો માટે આ સ્થળ શ્રધ્ધાનું કેન્દ્ર છે. અહિંની મુલાકાત પણ મનોહર છે.
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: ગુજરાતની આ શાળાઓમાં રોબોટિક્સ અને સ્ટેમ લેબ થશે શરૂ, ખાનગી કરતાં આ શાળાઓ બનશે હાઈટેક
આ પણ વાંચો: ABVPના કાર્યક્રમમાં CM માટે એવું કહેવાયું કે તાત્કાલિક સ્ટેજ પરથી સોરી..કહેવું પડ્યુ
4. પાલિતાણા: ભાવનગરમાં આવેલ જૈનોનું એક પ્રમુખ તીર્થસ્થળ છે.આ નગરને “મંદિરોનું શહેર” પણ કહેવાય છે. અહિં જૈન યાદગીરી સાથે જોડાયેલા અનેક મંદિરો આવેલા છે. અદ્ભુત કોતરણી અને પવિત્રતાનો સંગમ ! બસ, જોતા જ રહીએ એવી આહ્લાદક અનુભુતિ અને શાંતિનો અનુભવ અહિં થયા વિના રહેતો નથી. જૈનોના પ્રથભ તીર્થંકર ભગવાન આદિનાથની સાથે જોડાયેલ આ તીર્થંને બધા જૈન તીર્થોમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. દેરાસર પાસે અહિં મુસ્લીમોની પવિત્ર દરગાહ પણ આવેલ છે. અહીંનું નયનરમ્ય વાતાવરણ બધાંને આકર્ષિત કરનાર છે.
5.ગિરનાર : અહિંના ધોધો, અહિંના ઝરણાં અને અહિં મળતી અનેક ઔષધિઓ. દિવસરાત ભટકતાં જ રહો એવો આશય ઉભો થાય ! ગિરનારની ટૂંક ઉપર ગુરૂદત્ત બીરાજે છે.તો ઉપરકોટનો કિલ્લો પણ એની ભવ્યતા માટે આકર્ષક છે. ગીરની લીલોતરી વિશે તો આગળ વાત કરી પણ હવે ગીર જેને લીધે જાણીતું બન્યું એવા ગિરનાર વિશે. ગુજરાતનું સૌથી મહત્વનું તીર્થધામ અને શ્રેષ્ઠત્તમ ઉંચાઇ ! જુનાગઢની ઉપર ગિરનાર જાણે પડછાયો બનીને ઉભો છે.
આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
આ પણ વાંચો: આ લોકોએ ભૂલથી પણ સંતરા ન ખાવા, ફાયદાની જગ્યાએ કરાવશે મોટુ નુકસાન
આ પણ વાંચો: સાચવજો! દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી, નકલી હશે તો મૂકાઈ જશો મુશ્કેલી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube