Gujarat Rains: આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચમાં ખરાખરીનો જંગ જામવાનો છે, ક્રિકેટરસિકો મેચ જોવા આતુર બન્યા છે. બીજી તરફ વરસાદની તો કોઈ સંભાવના નથી તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે બફારાનું પ્રમાણ વધુ રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હાલ રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ધૂમ મચાવશે મોદીનો આ ગરબો, PM એ ટ્વિટ કર્યો VIDEO


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે બગસરાના લુંઘિયા, જાંજરીયા અને સાપર સહિતના ગામોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમરેલીના બગસરા તાલુકામાં બરબપોરે વાતાવરણમાં પલટો આવ્યો છે. લુંઘીયા, જાંજરીયા અને સાપર સહિતના ગામમાં વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, પરંતુ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.


આજથી આ વિસ્તારોમાં આવશે હવામાનમાં પલટો, બિપરજોય જેવા વાવાઝોડાનું પણ જોખમ


બીજી બાજુ રાજકોટ શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડ્યાં છે. ગોંડલ શહેરમાં જુદાજુદા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. માર્કેટ યાર્ડમાં ભારે વરસાદને લઈને ખુલ્લામાં પડેલ મગફળી પલળી ગઇ હતી. મોવિયા સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે. 


IND vs PAK Live: બાબર આઝમ અને રિઝવાને ટીમની કમાન સંભાળી, સ્કોર 120ને પાર


ગોંડલ પંથકમાં વરસાદને લઈને કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન થયું છે. મવડી રોડ, કાલાવડ રોડ અને ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. નવરાત્રી પહેલા વરસાદનો માહોલે જમાવટ કરતાં નવરાત્રિમાં પણ વરસાદ રંગમાં ભંગ પાડે તેવી શક્યતા નકારી ન શકાય.


બેંક ખાતું બંધ કરતી વખતે આ 5 વાતોનું રાખો ધ્યાન, નહીંતર અઠવાડિયા સુધી ધક્કે ચડશો