ભારતની ઐતિહાસિક જીત : પાકિસ્તાનનો 8મી વાર પરાજય, વિશ્વકપમાં જીતનાં સપનાં રોળાયા

India vs Pakistan Full Match Highlights:: ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું છે. વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો આ સતત આઠમો વિજય છે. પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરીને માત્ર 191 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી, ભારતીય ટીમે 30.3 ઓવરમાં એટલે કે 117 બોલ બાકી રહેતા સાત વિકેટે લક્ષ્યનો સરળતાથી પીછો કરી લીધો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ માત્ર 63 બોલમાં 86 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ દરમિયાન હિટમેને 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. શ્રેયસ અય્યરે પણ અડધી સદી ફટકારી હતી. તે 53 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ પહેલા બોલિંગમાં જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી.

ભારતની ઐતિહાસિક જીત : પાકિસ્તાનનો 8મી વાર પરાજય, વિશ્વકપમાં જીતનાં સપનાં રોળાયા
LIVE Blog

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

14 October 2023
20:08 PM
20:01 PM

ભારતનો અમદાવાદમાં જલવો

ભારતની ઐતિહાસિક જીત થઈ છે. ભારતે પાકિસ્તાનને 8મી વાર પરાજય આપ્યો છે. અમદાવાદમાં વિશ્વકપમાં એક મેચ જીતવાના પાકિસ્તાનના સપનાં રોળાયા છે. રોહિતે જીતનો પાયો નાખ્યો હતો અને શ્રેયસ ઐયર અને કે એલ રાહુલે ભારતને જીત અપાવી હતી. 

19:49 PM
19:42 PM
19:36 PM

વિકેટ: કેપ્ટન રોહિત શર્મા સદી ચૂકી ગયો

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા સદી ચૂકી ગયો. તેણે 63 બોલમાં 86 રનની મૂલ્યવાન ઇનિંગ રમી હતી. ઈફ્તિખાર અહેમદે રોહિતનો શાહીનની બોલિંગ પર કેચ પકડ્યો હતો. રોહિતે પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. કેએલ રાહુલ બેટિંગ કરવા આવ્યો છે. જે હાલમાં શ્રેયસ ઐયરની સાથે રમી રહ્યો છે. ભારતનો સ્કોર 162માં 3 વિકેટ છે. 24 ઓવર પૂરી થઈ ગઈ છે. 

19:26 PM
19:24 PM
19:18 PM
19:17 PM
19:11 PM
19:08 PM

IND vs PAK Live Score:  રોહિતની ફિફ્ટી, ભારતની સદી
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે સદી ફટકાર્યા બાદ તેણે પાકિસ્તાની બોલરોને જોરદાર ફટકારીને ફિફ્ટી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ 16ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા છે. રોહિત શર્મા 65 અને શ્રેયસ 17 રને રમી રહ્યો છે. 

18:45 PM

IND vs PAK લાઇવ સ્કોર: ભારતનો સ્કોર 111/2
15 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 111 રન છે. રોહિત શર્મા 42 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 63 રન પર રમી રહ્યો છે. શ્રેયસ અય્યર 16 રને તેની સાથે ક્રિઝ પર છે.

18:44 PM

IND vs PAK લાઇવ સ્કોર: વિરાટ કોહલી આઉટ
હસન અલીએ વિરાટ કોહલીને પેવેલિયન મોકલી દીધો છે. કિંગ કોહલી 18 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 16 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, બીજા છેડે રોહિત શર્મા તોફાની બેટિંગ કરી રહ્યો છે. રોહિત 30 બોલમાં 45 રન બનાવીને રમી રહ્યો છે. 10 ઓવર પછી ભારતનો સ્કોર 79-2 છે.

18:33 PM

IND vs PAK લાઇવ સ્કોર: રોહિત શર્માએ હરિસ રૌફની ઓવરમાં બે સિક્સર ફટકારી

રોહિત શર્મા પાકિસ્તાન સામે તોફાની બેટિંગ કરી રહ્યો છે. ભારતીય કેપ્ટન માત્ર 29 બોલમાં 44 રન બનાવીને રમી રહ્યો છે. રોહિતે આ દરમિયાન 3 ફોર અને 4 સિક્સર ફટકારી છે. જ્યારે કિંગ કોહલી ત્રણ ચોગ્ગાની મદદથી 15 રને રમતમાં છે પણ એ આઉટ થઈ ગયો છે.  10 ઓવર પછી ભારતનો સ્કોર 2 વિકેટે 80 રન છે.

18:33 PM
18:31 PM
18:28 PM
18:26 PM

IND vs PAK લાઇવ સ્કોર: રોહિત શર્માનો વિસ્ફોટક અંદાજ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ છેલ્લી મેચમાં શાનદાર સદીની ઇનિંગ રમી હતી. રોહિત આ મેચમાં પણ આ જ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ 50નો આંકડો પાર કરી લીધો છે.

18:24 PM
18:20 PM

IND vs PAK Live: વિરાટ કોહલીએ લગાવી સિગ્નેચર કવર ડ્રાઇવ
પાંચમી ઓવરમાં વિરાટ કોહલીએ શાહીન આફ્રિદીના બોલ પર પોતાની સિગ્નેચર કવર ડ્રાઈવ ફટકારી હતી. તે પાંચ રન પર પહોંચી ગયો છે. જ્યારે રોહિત 15 પર છે. 5 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 38 રન છે.

18:19 PM

IND vs PAK લાઈવ સ્કોર: રોહિત શર્માએ હસન અલીની ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા.

રોહિત શર્માએ ચોથી ઓવર ફેંકી. આ ઓવરમાં રોહિત શર્માએ બે ચોગ્ગા ફટકાર્યા હતા. રોહિત હવે 12 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 14 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે કિંગ કોહલી ક્રિઝ પર છે. કોહલીએ હજુ ખાતું ખોલ્યું નથી.

17:29 PM

IND vs PAK Live Score: ભારતની પ્રથમ વિકેટ પડી, શુભમન ગિલ આઉટ

ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ ત્રીજી ઓવરમાં 23ના સ્કોર પર પડી હતી. શાહીન શાહ આફ્રિદીએ આ ઓવરમાં માત્ર એક રન આપ્યો અને શુભમન ગિલની મોટી વિકેટ લીધી. ગિલ 11 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 16 રન બનાવીને આઉટ થયો હતો.

17:28 PM
17:27 PM
17:18 PM

IND vs PAK Live Score: પાકિસ્તાની ટીમ 191 રનમાં આઉટ થઈ ગઈ
India vs Pakistan Score LIVE Update ભારતીય બોલરોએ પાકિસ્તાનને 191 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. ટીમ ઈન્ડિયાને 192 રનનો ટાર્ગેટ છે. ભારત તરફથી બુમરાહ, સિરાજ, પંડ્યા, કુલદીપ અને જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. પાકિસ્તાનની ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી ન હતી અને 42.5 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

17:12 PM

IND vs PAK Live Score: પાકિસ્તાનની 9મી વિકેટ પડી, હસન અલી 12 રન બનાવીને આઉટ
India vs Pakistan Score LIVE Update: પાકિસ્તાને 187ના કુલ સ્કોર પર તેની 9મી વિકેટ ગુમાવી છે. રવિન્દ્ર જાડેજાએ હસન અલીને શુભમન ગિલના હાથે કેચ કરાવ્યો હતો. હસન અલી 12 રન બનાવીને આઉટ થયો હતો.

16:54 PM
16:53 PM
16:50 PM

IND vs PAK Live Score:: પાકિસ્તાનને 7મો ફટકો, બુમરાહે શાદાબ ખાનને ક્લીન બોલ્ડ કર્યો

India vs Pakistan Score LIVE Update: જસપ્રિત બુમરાહે શાદાબ ખાનને ક્લીન બોલિંગ કરીને પાકિસ્તાનને સાતમો ઝટકો આપ્યો હતો. શાદાબને બુમરાહે ક્લીન બોલ્ડ કર્યો હતો. શાદાબ 5 બોલમાં 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

16:46 PM
16:43 PM
16:41 PM
16:38 PM

IND vs PAK Live Score:કુલદીપે ઇફ્તિખારને પેવેલિયન મોકલ્યો, પાકિસ્તાને 166ના સ્કોર પર 5મી વિકેટ ગુમાવી

India vs Pakistan Score LIVE Update:  ચાઈનામેન સ્પિનર ​​કુલદીપ યાદવે એક જ ઓવરમાં 2 વિકેટ લઈને પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલી દીધું છે. કુલદીપે પહેલા શકીલને આઉટ કર્યા બાદ ઈફ્તિખારને બોલ્ડ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી હતી. પાકિસ્તાનની પાંચમી વિકેટ 166ના સ્કોર પર પડી હતી.

16:38 PM

IND vs PAK Live Score:કુલદીપે ઇફ્તિખારને પેવેલિયન મોકલ્યો, પાકિસ્તાને 166ના સ્કોર પર 5મી વિકેટ ગુમાવી

India vs Pakistan Score LIVE Update:  ચાઈનામેન સ્પિનર ​​કુલદીપ યાદવે એક જ ઓવરમાં 2 વિકેટ લઈને પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલી દીધું છે. કુલદીપે પહેલા શકીલને આઉટ કર્યા બાદ ઈફ્તિખારને બોલ્ડ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી હતી. પાકિસ્તાનની પાંચમી વિકેટ 166ના સ્કોર પર પડી હતી.

16:37 PM
16:19 PM

IND vs PAK Live Score: પાકિસ્તાનને ચોથો ફટકો, શકીલ સસ્તામાં આઉટ
India vs Pakistan Score LIVE Update: પાકિસ્તાનની ચોથી વિકેટ સઈદ શકીલના રૂપમાં પડી છે. શકીલને ચાઈનામેન સ્પિનર ​​કુલદીપ યાદવ દ્વારા LBW આઉટ કર્યો હતો. તે 10 બોલમાં છ રન બનાવીને આઉટ થયો હતો.

16:18 PM
16:06 PM
16:05 PM
15:45 PM

IND vs PAK Live Score: પાકે 25 ઓવરમાં 125 રન બનાવ્યા
India vs Pakistan Score LIVE Update: પાકિસ્તાને 25 ઓવરમાં 2 વિકેટે 125 રન બનાવ્યા છે. 25 ઓવરની રમત બાકી છે. બાબર આઝમ 35 રને અને મોહમ્મદ રિઝવાન 33 રને રમી રહ્યા છે. બંને બેટ્સમેનોએ અત્યાર સુધી 52 રનની અણનમ ભાગીદારી કરી છે.

15:45 PM
15:44 PM
15:43 PM
15:43 PM
15:31 PM

IND vs PAK Live Score: 20 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 103/2

20 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 103 રન છે. બાબર આઝમ (30 રન) અને મોહમ્મદ રિઝવાન (16 રન) ક્રિઝ પર હાજર છે.

15:29 PM

IND vs PAK Live Score: 16 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 84/2

16 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 84 રન છે. બાબર આઝમ (19 રન) અને મોહમ્મદ રિઝવાન (8 રન) ક્રિઝ પર હાજર છે.

15:18 PM

IND vs PAK Live Score: 14 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 75/2

14 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 75 રન છે. બાબર આઝમ (16 રન) અને મોહમ્મદ રિઝવાન (2 રન) ક્રિઝ પર હાજર છે.

15:16 PM
15:15 PM

IND vs PAK Live Score: રિઝવાન DRS સાથે બચી ગયો

India vs Pakistan Score LIVE Update: ઇનિંગ્સની 14મી ઓવર ડાબા હાથના સ્પિનર ​​રવિન્દ્ર જાડેજાએ ફેંકી હતી. બીજા બોલ પર અમ્પાયરે મોહમ્મદ રિઝવાનને LBW આઉટ કર્યો હતો. પરંતુ રિઝવાને ડીઆરએસ લીધું. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો અને રિઝવાન બચી ગયો હતો.

Trending news