રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતમાં ગઈકાલે કોરોના (corona virus) થી બીજું મોત થયું છે. ત્યારે વડોદરામાં કોરોના પોઝિટિવનો વધુ એક કેસ નોંધાયો છે. યુ.કેથી પરત આવેલા 55 વર્ષીય વ્યક્તિનો કેસ પોઝિટિવ આવતા વડોદરા શહેરમાં કુલ 8 પોઝીટીવ કેસ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Work From Home માટે Jioએ આપી વધુ એક ધમાકેદાર ઓફર  


વડોદરામાં કોરોના વાયરસનો 8 મો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. યુકેથી આવેલા 55 વર્ષીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોત્રી સરકારી હોસ્પિટલના આઈશોલેશન વોર્ડમાં આ પુરુષ દર્દી દાખલ છે. સયાજી હોસ્પિટલમાં દર્દીનો રિપોર્ટ આવ્યો હતો. પોઝિટિવ રિપોર્ટ રી-કન્ફર્મેશન માટે બી જે મેડિકલ કોલેજની લેબમાં મોકલાયો હતો. બી જે મેડિકલ કોલેજની લેબમાં પણ રિપોર્ટ પોઝિટિવ બતાવ્યો હતો. વડોદરા કલેકટરે આ અંગેની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં અત્યાર સુધી 51 લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 40 દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. 8 પોઝિટિવ, 1 નો રિપોર્ટ હજી બાકી છે. તો સામે 2 સેમ્પલ રિજેક્ટ થયા છે. 


નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજાએ રસ્તા પર નીકળીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું 


વડોદરાના નિઝામપુરા  વિસ્તારમાં મુખ્ય રોડ પર પાન મસાલાના ગલ્લા આજે ખુલ્લી હાલતમાં જોવા મળ્યા હતા. લોકો બિન્દાસપણે પાનમસાલા ખરીદતા જોવા મળ્યા હતા. તમાકુયુક્ત પાન મસાલાનો ધંધો બેરોકટોક ચાલી રહેલો જોવા મળ્યો. તો બીજી તરફ, નિઝામપુરા વિસ્તારમાં જ એક જ પરિવારના 5 સભ્યો કોરોના પોઝિટિવ છે ત્યારે સ્થાનિક લોકોએ સજાગ બનીને આ પાનગલ્લા બંધ કરાવવા જોઈએ. વડોદરામાં લોકડાઉનનું ઉલ્લંઘન અનેક જગ્યાઓએ જોવા મળ્યું. રોડ રસ્તા પર શાકભાજી, ફ્રૂટની લારી લગાવાઈ રહી છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે. આવામાં લોકોએ મોઢા પર માસ્ક પણ નથી પહેર્યાં. 


કોરોના સામે લડવા ગુજરાતના શિક્ષકો આપશે એક દિવસનો પગાર 


લોકડાઉન સમયે બજાર ભરાયો હોય તેવો માહોલ જોવા મળ્યો છે. પાલિકાએ રોડ રસ્તા પર લારી કે પથારા લગાવવા પર મૂક્યો છે. પ્રતિબંધ સવારે 8 થી 10 અને સાંજે 4 થી 6માં જ પાલિકાએ ફાળવેલી જગ્યા પર લારી લગાવી શકાય છે. 


કચ્છમાં 1 દિવસમાં 11 હજાર લોકો બહારથી આવ્યા


કચ્છથી વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મુંબઇ અને બહારના સત્તાવાર 11 હજાર લોકો 4 દિવસમાં રાપર-ભચાઉ તાલુકામાં ઠલવાયા હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય ચકાસણી વગર પાંચેક હજાર મુંબઈવાસીઓ વતનમાં આવ્યાની હોવાની ચર્ચા ચાલી રહી છે. કોરોના પ્રસરે તે પૂર્વે પગલાં ભરવા રાપરના ધારાસભ્યએ કલેક્ટરને રજૂઆત કરી છે. રાપર ભચાઉમાં આઇસોલેશન વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરી છે. ટ્રેન, વિમાન, ખાનગી વાહન અને લક્ઝરી બસ દ્વારા લોકો ભચાઉમાં આવ્યા હોવાની ચર્ચા છે. ભચાઉમાં 5035 અને રાપરમાં 6599 થર્મલ મશીનમાં નોંધાયા. સ્કેનિંગ નહિ થયેલા લોકો પરિવાર અને ગામ માટે જોખમ ઉભું કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર