વિશ્વ પ્રવાસી કહેવાતા ગુજરાતીઓ સસ્તી ટુરના નામે છેતરાઈ રહ્યા છે, આ રીતે ફ્રોડ થવાથી બચો
Cheating In Tour Packages : પ્રવાસની સીઝનની શરુઆત પહેલાં લે ભાગુ તત્વો નિયમિત પ્રવાસ કરતા લોકોને ટાર્ગેટ કરી તેમનો ટેલિફોનિક સંપર્ક કરી તેમને ઓફર આપે છે. ઘણી વાર મોંઘીદાટ હોટલમાં સેમિનાર કરી લોકોને આકર્ષે છે
Gujarat Tourism ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાતીઓ પ્રવાસ માટે જાણીતા છે માટે તેમણે વિશ્વ પ્રવાસી ગણવામાં આવે છે. આ સાથે જ ગુજરાતીમાં એક કહેવત પણ છે કે લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે, ગુજરાતીઓનું પ્રવાસી હોવા અને આ કહેવતમાં શુ લાગે વળગે છે જોઇએ આ વિસ્તૃત અહેવાલમાં.
વિશ્વ પ્રવાસ માટે જાણીતા ગુજરાતીઓ સારી હોસ્પિટાલીટી મેળવવા માટે વેકેશનના બે મહિના પહેલાં ગુજરાત ભારત કે વિદેશની ટુર પ્લાન કરી લેતા હોય છે. જેના માટે હોટલ બુકિંગ, ફ્લાઇટ બુકિંગ, ટ્રેન બુકીંગ સહિતની સુવિધાઓ માટે એડવાન્સ પેમેન્ટ કરવાનુ હોય છે. આ એડવાન્સ પેમેન્ટની પ્રથા ધુતારાઓ માટે કમાવવાનું સાધન બની છે. જ્યારે પણ વેક્શન કે પ્રવાસની સીઝન શરુ થવાની હોય તે અગાઉના બે થી ત્રણ મહિનામાં બીલાડીની ટોપની જેમ ટુર ઓપરેટરની ઓફીસો શરુ થઇ જાય છે. જાણીતા પ્રવાસન સ્થળોના પેકેજ ઇન્ક્વાયરી કરી રહેલા ગ્રાહકોને બજારભાવ કરતાં ખુબ સસ્તા દરે આપવાની ઓફર કરવામાં આવે છે. 4 સ્ટાર અને 5 સ્ટાર હોટલ કે રિસોર્ટમાં રાત્રી રોકાણના સપના બતાવે છે. પરંતુ કેટલાક લોકો લોભામણી સ્કીમ આપી ફસાવે છે. આવા તત્વો સામે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા લડત ચલાવાઇ રહી છે. સમિતિ દ્વારા એવી સલાહ આપવામાં આવે છે કે, સરકારે પ્રવાસ અંગે પોલિસી લાવવી જોઈએ. છેતરાયેલા ગ્રાહકોની કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ ફરિયાદ કરી તેમને ન્યાય આપવો જોઇએ.
મેહાણીઓમાં કેનેડા-અમેરિકા જવાનો ગાંડો ક્રેઝ, માત્ર 3 મહિનામાં આટલા લોકો વિદેશ ઉપડ્યા
પ્રમુખ, ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ જણાવે છે કે, પ્રવાસની સીઝનની શરુઆત પહેલાં લે ભાગુ તત્વો નિયમિત પ્રવાસ કરતા લોકોને ટાર્ગેટ કરી તેમનો ટેલિફોનિક સંપર્ક કરી તેમને ઓફર આપે છે. ઘણી વાર મોંઘીદાટ હોટલમાં સેમિનાર કરી લોકોને આકર્ષે છે.
આવા જ એક પિડિત છે પ્રશાંત સોની કે જેમને કર્મા રિસોર્ટના એજન્ટો દ્વારા માલદીવમાં ત્રણ વ્યક્તિ માટે આવવા જવાની રહેવાની તથા જમનાની ઓફર 2 લાખ 43 હજાર રૂપિયામાં કરવામાં આવી હતી. સામાન્ય રીતે માલદીવનું પેકેજ બે લોકો માટે 2 લાખ 60 હજારનું હોય છે. 2 લાખ 43 હજારમાં ત્રણ વ્યક્તિ માટેની તમામ સુવિધા મળવાની લાલચમાં પ્રશાંત સોનીએ 2 લાખ 43 હજાર ચૂકવ્યા પછી કર્માના એજન્ટોએ તેમને માલદીવના બદલે બીજા સ્થળ પસંદ કરવાનું કહેવાયું. પ્રશાંત સોનીએ હિલ સ્ટેશનની પસંદગી કરી તો કર્માના એજન્ટો દ્વારા દિવાળીની રજાનું બહાનું કાઢી ટુર ન આપી. આ ઘટના બાદ પ્રશાંત સોની હવે પોલીસ ફરીયાદ કરવાનું વિચારી રહ્યા છે.
ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ગુજરાતીઓના આવા હાલ થાય છે, એક પરિવારે શેર કર્યો વીડિયો
ઓછા રૂપિયામાં વધારે સારી સુવિધા મેળવવાન લાલચમાં પ્રવાસીઓ છેતરાય છે. જેમાં મોટાભાગના કિસ્સામાં તેમને રૂપિયા પરત મળતા નથી. છેતરપીંડી બચવા માટે કેવી રીતે ટુર પ્લાન કરવી તે અંગે ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન મનીશ શર્મા કહે છે કે, પ્રવાસ જવા ઇચ્છુક લોકોએ ટાફી (ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયા), આઇટા (ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન), ટેગ (ટુર ઓપરેટર એન્ડ ટ્રાવેલ્સ એસોસિયેશન ઓફ ગુજરાત) અને ટાઇ (ટ્રાવેલ્સ એજન્ટ એસોસિયેશન) જેવા માન્યતા પ્રાપ્ત એસોસિયેશનના સભ્ય ટુર ઓપરેટર પાસે બુંકીગ કરાવવુ જોઇએ. જે ઓપરેટર સાથે બુકીંગ કરાવાના હોય તે કંપની અને ભુતકાળની ટુર વિશે માહિતી એકત્ર કરી લેવી જોઇએ. સાથે જ જે લોકોએ પ્રવાસ કર્યો હોય તેમનો રેફરન્સ મેળવી લેવો જોઇએ.
હોંશે હોંશે પીઝા ખાનારા ચેતી જજો, આ બ્રાન્ડના પિત્ઝાના ચીઝના સેમ્પલ ફેલ નીકળ્યા
કે સી હોલીડે, સ્માઇલ હોલીડે, ગ્રેસીયસ હોલીડેમાં અનેક લોકોનાં નાણા ફસાયા. તો ક્રુઝ સર્વીસના નામે છેતરપીંડી, ગાંધીનગરના શિક્ષિત યુગલ થાઇલેન્ડની ટ્રીપમાં છેતરાયાના કિસ્સા પણ આપણી સામે આવ્યા છે. જે દર્શાવે છે કે પ્રવાસીઓ વાસ્તવમાં ન હોય તેવી ઓફર સાંભળી લાલચમાં આવી પ્રવાસનું એડવાન્સ બુકીંગ કરાવી છેતરાય છે.