* પહેલી ઓક્ટોબરથી તમામ ઝુ અને સફારી પાર્ક ફરી લોકો માટે ખુલશે
* કોરોના સ્થિતીમાં તમામ પ્રાણી સંગ્રહાલયો અને સફારી પાર્ક હતા લોકો માટે બંધ
* અનલોક 4 અંતર્ગત છુટછાટ મળતાં સરકારના નિર્દેશ અનુસાર શરૂ થશે સિંહ દર્શન
* જૂનાગઢના સક્કરબાગ ઝુ અને ગીરમાં દેવળીયા સફારી પાર્ક શરૂ કરાશે
* લાંબા સમય પછી લોકો માણી શકશે સિંહ દર્શનનો લ્હાવો
* જો કે અભ્યારણ્યો તેના નિયમ મુજબ 16 ઓક્ટોબરથી ખુલશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાગર ઠાકર/જૂનાગઢ: કોરોના પરિસ્થિતીમાં હવે અનલોક 4 ની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. પહેલી ઓક્ટોબરથી તમામ ઝુ અને સફારી પાર્ક ફરી લોકો માટે ખુલવા જઈ રહ્યા છે. કોરોના સ્થિતીમાં તમામ પ્રાણી સંગ્રહાલયો અને સફારી પાર્ક લોકો માટે બંધ હતા. હવે અનલોક 4 અંતર્ગત છુટછાટ મળતાં સરકારના નિર્દેશ અનુસાર સિંહ દર્શન શરૂ થશે. જૂનાગઢના સક્કરબાગ ઝુ અને ગીરમાં દેવળીયા સફારી પાર્ક શરૂ કરાશે. લાંબા સમય પછી લોકો સિંહ દર્શનનો લ્હાવો લઈ શકશે. જો કે અભ્યારણ્યો તેના નિયમ મુજબ 16 ઓક્ટોબરથી ખુલશે.


અમીરગઢ ચેકપોસ્ટ પર દેશી કટ્ટા અને 16 જીવતા કારતૂસ સાથે ચાર લોકો ઝડપાતા ચકચાર


દેશભરમાં કોરોનાને લઈને તમામ પ્રાણી સંગ્રહાલયો, સફારી પાર્ક અને અભ્યારણ્યો પ્રવાસીઓ માટે બંધ કરાયા હતા. અનલોક 4 માં હવે છુટછાટો મળતાં આગામી 1 ઓક્ટોબરથી જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અને ગીરમાં દેવળીયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલી જશે. સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક, સેનેટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સ જેવા નિયમો સાથે ઝુ અને સફારી પાર્કમાં પ્રવેશ મળશે. જો કે અભ્યારણ્યો, રાષ્ટ્રીય ઉધાનો તેના નિયમ મુજબ 16 ઓક્ટોબરથી ખુલશે. 


જમીન પર બિનકાયદેસર કબ્જો કરનારાઓ પર સરકાર આકરા પાણીએ, જમીન ખરીદી સંરક્ષણ બંન્ને સરળ


આ અંગે વન વિભાગ દ્વારા પણ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની સાથે બેઠકો કરીને તેમના નિર્દેશો અનુસાર પ્રવાસીઓને પ્રવેશ આપવામા આવશે. ઓનલાઈન બુકીંગ તથા સફારી પાર્કમાં પ્રવાસીઓની સોશ્યલ ડિસ્ટન્સ સાથેની બેઠક વ્યવસ્થા વગેરે બાબતો અંગે પણ ચર્ચા અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સક્કરબાગ અને દેવળીયા પાર્ક શરૂ થતાં પ્રવાસન અર્થતંત્ર ફરી જીવંત થશે. માત્ર ગીરમાં જ દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. વનવિભાગ અને સરકારને દર મહિને ગીરમાંથી એક કરોડની આવક થાય છે, ત્યારે છેલ્લા છ મહિનાથી બંધ પડેલા ગીરને લઈને ક્યાંક વન વિભાગ અને સરકારને પણ નુકશાની વેઠવું પડી રહ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube