ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીની એક બેઠક મળી હતી. જેમાં પુનઃ એકવાર ભાજપી શાસકો અને વહીવટી તંત્ર વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે. 20 દિવસ કરતા વધુ સમયથી AMC માં એસ્ટેટ વિભાગની કાર્યરત એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ મામલે ખુદ એસ્ટેટ કમિટી ચેરમેન જ અજાણ હોવાનું સામે આવ્યું છે. જી હા...પોતાના હસ્તકના વિભાગની આટલી મોટી નીતિ વિષયક કામગીરીથી કમિટી ચેરમેન જ અજાણ હોવાનું સામે આવતા કમિટીમાં ખટરાગ જોવા મળ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિસ્ટમને કારણે અનેક વિસ્તારોમાં થશે 5 ઈંચ સુધી વરસાદ, આ વિસ્તારો માટે છે મોટો ખતરો


જણાવી દઈએ કે ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ AMC એ એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ બનાવી હતી. આ સ્ક્વોડ સામે ભાજપી સભ્યોએ જ સવાલો ઉઠાવ્યા છે. એન્ફોર્સમેન્ટ સ્ક્વોડની કામગીરી શું અને મોનીટરીંગ કોણ કરશે એ અંગે જવાબ માંગવામાં આવ્યો છે. એન્ફોર્સમેન્ટ સ્કોવ્ડની કામગીરી મામલે ભાજપી સભ્યોએ તંત્ર પાસે જવાબ માંગવામાં આવ્યો છે.


ગુજરાતમા OBC અનામત મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે PM મોદીને પત્ર લખીને કર્યો મોટો ધડાકો


નોંધનીય છે કે વર્ષ 2019-20 માં જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમના નામે કરાતી કામગીરીને હવે એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ નામ અપાયું છે. એ વખતે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા, પોલીસ કમિશનર એ કે સિંગ દ્વારા JET શરૂ કરાઈ હતી. જે અંગે તત્કાલીન AMC સાશકોનો પણ તંત્ર સાથે મોટો વિવાદ થયો હતો.


'ટ્રેક પર ફરશો તો યમરાજ લઈ જશે', બીલીમોરાથી સુરત વચ્ચે 50 લોકોએ ગુમાવ્યા છે જીવ


સમગ્ર મામલે ટીપી કમિટીના ચેરમેનનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે આ સ્કવોડની કામગીરી શરૂ કરતા પહેલા અમને પૂછવામાં આવ્યું નથી, માટે આ સ્ક્વોડની કામગીરી અને જવાબદારી અંગે માહિતી માંગવામાં આવી છે. જ્યારે પ્રિતિશ મહેતાએ આ સંદર્ભે જણાવ્યું છે કે અન્ય કોઈ કમિટિ કે અન્ય કોઈ વ્યક્તિને પૂછવામાં આવ્યું હોય તો મને ખબર નથી.