રામોલમાં કરોડ રૂપિયા ધીર્યા બાદ વેપારીની આત્મહત્યા, કરિયાણાના વેપારી પાસેથી આટલા પૈસા આવ્યા ક્યાંથી તેની તપાસ !
શહેરના રામોલ વિસ્તારમાં આધેડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી. આધેડે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, તેને કરોડો રૂપિયા આપ્યા હતા તે વ્યક્તિઓ પૈસા ચૂકવતા ન હતા. વૃદ્ધને એવો પણ ડર સતાવી રહ્યો હતો કે, તેમનું મર્ડર કરવા પાંચ હજારમાં આરોપીઓ ગુંડાઓ બોલાવી લેશે. જોકે સમગ્ર બાબતે પોલીસને સ્યુસાઇડ નોટ હાથ લાગતા તે પુરાવાના આધારે પોલીસે તપાસ હાથ ધરી.
ઉદય રંજન/અમદાવાદ : શહેરના રામોલ વિસ્તારમાં આધેડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી. આધેડે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, તેને કરોડો રૂપિયા આપ્યા હતા તે વ્યક્તિઓ પૈસા ચૂકવતા ન હતા. વૃદ્ધને એવો પણ ડર સતાવી રહ્યો હતો કે, તેમનું મર્ડર કરવા પાંચ હજારમાં આરોપીઓ ગુંડાઓ બોલાવી લેશે. જોકે સમગ્ર બાબતે પોલીસને સ્યુસાઇડ નોટ હાથ લાગતા તે પુરાવાના આધારે પોલીસે તપાસ હાથ ધરી.
ચર્ચના ક્રિશ્ચિયન પાસ્ટરે યુવતીને કહ્યું પ્રભુની કૃપા જોઇએ તારા તમામ કપડા ઉતારી નાખ અને...
ટીવી સ્ક્રીન પર દેખાતા આ નારાયણ ભાઈ શર્માએ ઓગસ્ટ માસમાં આપઘાત કરી લીધો. નારાયણ ભાઈના વર્ષો પહેલા છૂટાછેડા થઈ જતા ભત્રીજા દિલીપભાઈને પંદરેક વર્ષ પહેલા દત્તક લીધો હતો. દિલીપભાઈ તેમના કાકાને સાથે જ રાખતા અને તેમના કાકા નારાયણભાઈ વટવામાં ભાડે દુકાન રાખી સોપારીનો વેપાર કરતા હતા. તેઓ અવારનવાર કહેતા કે, રાજકુમાર અગ્રવાલ પાસે તેમના બહુ નાણાં ફસાયેલા છે તે નથી મૂડી આપતો નથી કોઈ હિસાબ કરતો અને ધમકીઓ આપે છે.
સાધ્વીનો બાથરૂમ વીડિયો વાયરલ થવા પર હરિજીવન સ્વામીએ આપી પ્રતિક્રિયા
ગત 16મી ઓગસ્ટના રોજ નારાયણભાઈ તેમના પરિવાર સાથે બેઠા હતા. ત્યારે અચાનક તેઓ રડવા લાગ્યા. પરિવારજનોએ પૂછતાં તેઓએ કઈ કહ્યું નહિ અને મારું દુઃખ મારી પાસે રહેવા દે તેમ કહી પરિવારજનોને સુવા જવા કહ્યું હતું. 17મીએ સવારે બધા ઊઠ્યાં અને મેઈન હોલમાં આવ્યા ત્યારે નારાયણ કાકા દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં હતા. તેમના ઓશિકા નીચેથી બે સ્યુસાઇડ નોટ મળી આવી. જેમાં રાજકુમાર અગ્રવાલ, તેનો પુત્ર મેનિશ અગ્રવાલ તથા ભાઈ વિષ્ણુ અગ્રવાલના નામનો ઉલ્લેખ કરેલો હતો. આ લોકોએ નારાયણ ભાઈ પાસેથી 1.26 કરોડ રૂપિયા લીધા છે, પણ ચૂકવતા નથી. અને તેઓના ડરથી તેઓ આપઘાત કરે તેમ એટલું જ નહીં એ ત્રણેવ લોકો પાંચ હજારમાં યુપીથી ગુંડાઓ બોલાવી મર્ડર કરાવી શકે છે તેવી દહેશત પણ ચિઠ્ઠીમાં વ્યક્ત કરી હતી.
ઘર આંગણે નર્મદા આવી જતા વિધ્નહર્તાનું વિસર્જન સરળ બન્યું, તો સુરતમાં નિયમોના ધજાગરા ઉડ્યા
સમગ્ર મામલે સ્યુસાઇડ નોટના પુરાવા આધારે રામોલ પોલીસે ત્રણ લોકો સામે દુષપ્રેરણાનો ગુનો નોંધ્યો. જોકે ત્રણેય આરોપી હાલ ફરાર છે. પરંતુ મૃતકનો સામાન્ય ધંધો હતો તો આટલા રૂપિયા હકીકતમાં તેમણે આપ્યા છે કે, કેમ તે અંગે હજુ કોઈ પુરાવા નથી. પુરાવા માત્ર સ્યુસાઇડ નોટ જ હોવાથી નાણાકીય વ્યવહાર નીં હકીકત જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર