અતુલ તિવારી/અમદાવાદ: કોરોના બાદ વેપારીઓ મહામંદીનો સામનો કરી રહ્યા છે. તેવામાં કેન્દ્ર સરકારના વધુ એક નિર્ણય લાવતા વેપારીઓ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 1 ઓક્ટોબરથી મીઠાઈ પર એક્સપાયરી ડેટ લખવી ફરજીયાત કરવાના આદેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મીઠાઈ અને ફરસાણ ઉત્પાદક વેપારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ અને ગુજરાતના પ્રમુખે સ્પષ્ટ કહ્યું કે 'કેન્દ્ર સરકારના આદેશનું પાલન કરવું શક્ય જ નથી'. મીઠાઈ પર એક્સપાયરી ડેટ લખવી શક્ય નહી હોવાનું એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : જુગારમાં પકડાયેલા આરોપીનું કસ્ટડીમાં તબિયત બગડતા થયું મોત


કેન્દ્ર સરકાર નહીં માને તો હાઇકોર્ટના શરણે જઈશું, નિર્ણયને પડકારીશું, સ્ટે લેવાનો પ્રયત્ન કરીશું તેવી ચિમકી પણ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમે આ અંગે અગાઉ પણ સરકાર સાથે ચર્ચા કરી હતી, અમે કહ્યું પણ હતું કે આ નિર્ણયનું પાલન શક્ય નથી. અમને બાંહેધરી આપવામાં આવી હતી કે નિર્ણય લેતા પહેલા વિચારણા કરીને વચગાળાનો માર્ગ કાઢવા માટે પણ જણાવવામાં આવ્યું છે. અમને વિશ્વાસમાં લીધા બાદ અચાનક જ મીઠાઈ પર ઓક્ટોબરથી એક્સપાયરી ડેટ લખવી ફરજીયાત કરી દેવાઈ છે હોવાનું પણ જણાવ્યું હતું. 


ધારાસભ્યના વિવાદિત બોલ, ‘મધુ શ્રીવાસ્તવ સામે ફરિયાદ કરનાર હજી સુધી પેદા નથી થયો’


કોરોના મહામારીને કારણે સૌ કોઈને ધંધા રોજગારને નુકસાન થયું છે એવામાં સરકાર હાલની સ્થિતિ જુએ અને ન્યાયોચિત નિર્ણય કરે. જો મીઠાઈ પર એક્સપાયરી ડેટ લખવી ફરજિયાત થશે તો ઇન્સ્પેકટર રાજ વધશે, ભ્રષ્ટાચાર વધશે, ખોટી દાદાગીરી વધશે, ચોરી વધશે, જેનું નુકસાન તમામ વેપારીઓને થશે. સરકારથી વિનંતી અગાઉ પણ કરી છે અને ફરી કરીએ છે કે જે શક્ય જ નથી એ ફરજીયાત ના કરે તેવું જણાવ્યું હતું. અમે મોટા વેપારીઓ તો ચલાવી લઈશું, પણ નાના વેપારી પુરા થઈ જશે. નવરાત્રી આવી રહી છે, દિવાળી પણ નજીક છે ત્યારે આવા કાયદા હાલ સરકાર ના બનાવે તો વેપારીઓ માટે સારું રહેશે. સરકારે અમારી સાથે વાત કરીને આ નિર્ણય દિવાળી બાદ લેવા અંગે વિચારવું જોઈએ
નવરાત્રી ઉજવવાની નથી.  સરકાર, દિવાળી અંગે હાલ કઈ ખ્યાલ નથી એવામાં સરકાર ઉતાવળ ભર્યો નિર્ણય ના લે તો અમારા હિતમાં રહેશે. 


125 વર્ષમાં પહેલીવાર રાજકોટની ગરુડ ગરબીની પરંપરા તૂટશે, જ્યાં બાળાઓને બીમારી થતી નથી તેવી માન્યતા છે


કોરોનાને કારણે દુકાનો બંધ રહી, નુકસાન વેઠયું હવે મીઠાઈ પર ફરજીયાત એક્સપાયરી ડેટ બચેલો વેપાર પણ પૂરો કરી નાખશે. સરકાર નિર્ણય અંગે વિચારે નહીં તો નાના વેપારીના રોષનો સામનો કરવો પડશે. સ્થિતિ જોતા સરકાર મદદ કરશે તો વેપારી ધંધામાં ટક્યો રહેશે, બાકી નવો નિયમ હાલત ખરાબ કરશે તેવું પણ પદાધિકારીઓએ જણાવ્યું હતું. સરકાર સામે હાઇકોર્ટમાં જઈને નિર્ણય સામે સ્ટે લેવા અંગે એસોસિએશન આવતીકાલે એડવોકેટ સાથે વાતચીત કરીને આગળની કાર્યવાહી કરશે. અમદાવાદમાં 450 જેટલા અને રાજ્યભરમાં 4000 જેટલા વેપારીઓ એસોસિએશન સાથે છે જોડાયેલા.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube