સુરત: સુરતમાં એક દર્દનાક અકસ્માતમાં વિદ્યાર્થીના મોતના અહેવાલ સામે આવ્યાં છે. સરથાણાની એક ટાઉનશીપમાં આ દુર્ઘટના ઘટી. રમતા રમતા 9 વર્ષનો બાળક કૌશલ લિફ્ટમાં ફસાઈ ગયો. જૂની લિફ્ટમાં બે દરવાજા વચ્ચે ફસાઈ ગયા બાદ લિફ્ટ શરૂ થઈ જતા લિફ્ટમાં ફસાયેલા બાળકનું મોત નિપજ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ સરથાણામાં વ્રજ ચોક વ્રજભૂમિ ટાઉનશીપમાં બી-2 વિંગમાં ચોથા માળે રહેતા વિમલભાઈ રાજ્યગુરુ કે જેઓ મૂળ ભાવનગરના સિહોર તાલુકાના વતની હતાં, તેમનું અવસાન દોઢ વર્ષ  અગાઉ એક અકસ્માતમાં નિપજ્યું હતું. વિમલભાઈના પત્ની હજુ આ આઘાતમાંથી બહાર નહતાં આવ્યાં ત્યાં તો તેમના ઉપર પુત્રના મોતનો વજ્રઘાત થયો. 


વિમલભાઈનો પુત્ર કૌશલ ટાઉનશીપમા અન્ય બાળકો સાથે રમતો હતો અને ત્યાં રમતા રમતા તે ડબલડોરની લિફ્ટના દરવાજા વચ્ચે ફસાઈ ગયો. બન્યું એવું કે દરવાજામાં ફસાયો ત્યારે જ લિફ્ટને કોઈએ ઉપર બોલાવી અને કૌશલ તેની સાથે ઢસડાયો. બૂમાબૂમ થતા એપાર્ટમેન્ટના લોકો દોડી આવ્યાં  હતાં. કૌશલને બહાર કાઢીને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો. ત્યારે ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...