અતુલ તિવારી/ગાંધીનગર: રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પણ શ્રેષ્ઠ પદ પર પસંદગી પામે તે હેતુસર, જીટીયુ સંચાલિત સેન્ટર ફોર કરિયર કાઉન્સિલિંગ એન્ડ એડવાન્સમેન્ટ (સીસીસીએ) દ્વારા એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની ટ્રેનિંગનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અધિક મદદનિશ ઈજનેરની (સિવીલ) સ્પર્ધાત્મક પરીક્ષા માટે ડિપ્લોમા સિવીલ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે જીટીયુ દ્વારા તારીખ 2 થી 20 મે દરમિયાન ટ્રેનિંગ વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે.


પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડે વધુ એક ભરતીની કરી જાહેરાત, જાણો ફિમેલ હેલ્થ વર્કર વર્ગ-3ની સીધી ભરતી વિશે


3 સપ્તાહના આ ટ્રેનિંગ વર્ગોમાં જોડવવા માટે 25 એપ્રિલથી રજીસ્ટ્રેશઝનની પ્રકિયા હાથ ધરવામાં આવશે. GTU ITAPની https://www.gtuplacement.edu.in/ વેબસાઈટ પર સરક્યુલર સેક્શનમાં જઈ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ટ્રેનિંગ દરમિયાન અભ્યાસક્રમ આધારીત વિવિધ  વિષયના તજજ્ઞો સહિત જીપીએસસીના ભૂતપૂર્વ સદસ્ય ડૉ. શ્રૃતિબેન કિકાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. 


શું હાર્દિક પટેલનો કોંગ્રેસથી મોહભંગ થયો? પોતાને 'રામભક્ત' ગણાવી ભાજપની ઉપલબ્ધિઓ ગણાવી!


ઉપરાંત પરીક્ષા સંબધીત તમામ પ્રકારની સૂચના અને કેવી રીતે સમયમર્યાદામાં પેપર પૂર્ણ કરવા જેવી બાબતોથી અવગત કરાવવામાં આવશે. આગામી સમયમાં સરકારના અન્ય વિભાગોમાં એન્જિનિયર્સની ભરતી કરવામાં આવવાની હોવાથી જીટીયુ દ્વારા વિવિધ ટ્રેનિંગનું પણ આયોજન સમયાંતરે કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube