પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડે વધુ એક ભરતીની કરી જાહેરાત, જાણો ફિમેલ હેલ્થ વર્કર વર્ગ-3ની સીધી ભરતી વિશે
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની ફિમેલ હેલ્થ વર્કર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 3137 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. પંચાયત સેવા વર્ગ-3 માં ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 26-03-2022થી તારીખ 10-05-2022 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Trending Photos
ઝી ન્યૂઝ/ગાંધીનગર: સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. ફિમેલ હેલ્થ વર્કર વર્ગ-3ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 3137 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હોવાની માહિતી સામે આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની ફિમેલ હેલ્થ વર્કર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 3137 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. પંચાયત સેવા વર્ગ-3 માં ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 26-03-2022થી તારીખ 10-05-2022 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, ઓનલાઈન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો, માજી સૈનિકો માટે અનામત જગ્યાની વિહતો તેમજ અન્ય વિગતવાર જોગવાઈ/માહિતી/સુચના/શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળના નોટીસ બોર્ડ પર તેમજ મંડળની વેબસાઈટ પર અને ઓજસ વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ અન્ય ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિની ફરિયાદો કરવામાં આવી હતી જેને લઈને ઘણો વિવાદ ઉભો થયો હતો, ત્યારે આ પરીક્ષામાં વધુ ઉમેદવારો નોંધાતા હવે પરીક્ષાનું કડક આયોજન કરવામાં આવી રહ્યું છે જે, પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અને આ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી મોનીટરીંગ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે