અમદાવાદ: અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઈવે સ્થિતિ સોલા સિવિલ હોસ્પિટલમાં ૨૫૬થી વધુ દર્દીઓને કોવીડની સારવાર આપવામાં આવી રહી છે. તેમાંથી આઈસીયુ બેડમાં ૫૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે ઓક્સિજનની જરુરિયાતવાળા ૨૦૦ દર્દીઓ દાખલ છે, એમ સોલા સિવિલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો.પ્રકાશ મહેતાએ જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડો. પ્રકાશ મહેતાએ કહ્યું કે, સોલા સિવિલમાં છેલ્લા એક વર્ષમાં ૧૭,૯૨૫થી વધુ કોવીડના દર્દીઓની સારવાર સફળતાપૂર્વક હાથ ધરાઈ છે. જ્યારે ૪૦,૩૭૯ થી વધુ કોવીડ દર્દીઓને ઓપીડીમાં તપાસવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- અમદાવાદ: “ચેઝ એન્ડ એલિમિનેટ”ની રણનીતિ સાથે ગામે-ગામ સેનિટાઇઝ કરવા ફરે છે ટીમ


સોલા સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડો.પ્રદિપ પટેલે જણાવ્યું છે કે, કોરોનાને લગતા ગંભીર કેસમાં પણ અત્યારે કોરોના ઓપીડી ખાતે ટ્રાએજ એરિયા ઉભો કરીને દર્દીઓને જરુરી સારવાર પુરી પાડવામાં આવે છે. ડો. પ્રદિપ પટેલે એ પણ સ્પષ્ટતા કરી કે, કોરોના સિવાયના દર્દીઓની ઓપીડી અને સારવારની કામગીરી સોલા સિવિલમાં ચાલુ જ છે.


આ પણ વાંચો:- કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને થયો કોરોના, ઘર પર ચાલી રહી છે સારવાર


ઉલ્લેખનયી છે કે છેલ્લા સપ્તાહમાં સોલા સિવિલમાં કોરોના વોર્ડમાં દાખલ કરાયેલા દર્દીઓ સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર તેમ જ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી અંતરિયાળ ગામડાઓમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે.


આ પણ વાંચો:- સરકારે અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ માટે કરી મોટી મદદ


આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના દર્દીઓ પણ ખાનગી વાહનોમાં અહીં સારવાર માટે આવે છે. આ બધા જ દર્દીઓને સર્વોત્તમ સારવાર વિના મૂલ્યે મળે છે. આમ, ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે સોલા સિવિલ હોસ્પિટલ આશિર્વાદરુપ પુરવાર થઈ રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube