સરકારે અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ માટે કરી મોટી મદદ

સરકારે અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ માટે કરી મોટી મદદ
  • ગુજરાત સરકાર દેશવિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે રહેશે 
  • વિશાખાપટ્ટનમ ખાતેના ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂ. ૪૦ લાખની સહાય મંજૂર
  • દેશભરના કુલ 16 ગુજરાતી સમાજ ભવનના નિર્માણ મરામત માટે સરકારે 1 કરોડ 69 લાખની સહાય ચૂકવાઈ

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત સરકાર દેશવિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે રહેશે તેવો નિર્ણય કરાયો છે. તેથી બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાતીઓ પ્રત્યે ઉદાર ભાવના દર્શાવતા કહ્યું હતુ કે, રાજ્ય સરકાર દેશવિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે છે. ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓએ રચેલી સંસ્થાઓને ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે આર્થિક સહાય આપવાની યોજના અંતર્ગત વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) ખાતેના ગુજરાતી સમાજની રજૂઆતને ધ્યાને લઈ વિશાખાપટ્ટનમમાં ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂ. ૪૦ લાખની સહાય મંજૂર કરવામાં આવી છે.

ભરૂચ આગકાંડમાં મોત નજર સામે જોઈને બચી ગયેલી નર્સે જણાવી ઘટનાની સઘળી હકીકત

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બિન નિવાસી ગુજરાતીઓ પ્રત્યે હંમેશા ઉદાર ભાવના દાખવી મહત્વના નિર્ણયો કર્યાં છે. અન્ય રાજ્યમાં આવેલ ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ. 40 લાખ અથવા ખરેખર થયેલ ખર્ચના 40 ટકા બે માંથી જે ઓછુ હોય તેટલી રકમ તેમજ હયાત સમાજ ભવનના મરામત માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ. 10.00 લાખ અથવા ખરેખર થયેલ ખર્ચના 40 ટકા બે માંથી જે ઓછુ હોય તેટલી રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો હતો.

ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરીને બનાવાતું રેમડેસિવિર ઈન્જેક્શન, સુરતના ફાર્મહાઉસમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ

ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અન્ય રાજ્યોમાં ગુજરાતી સમાજ ભવનના નિર્માણ અને મરામત માટે આપવામાં આવતી આર્થિક સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અત્યાર સુધીમાં દેશના જુદા જુદા રાજ્યોમાં આવેલા 16 ગુજરાતી સમાજોને સમાજ ભવનના નિર્માણ કે મરામત માટે રૂપિયા 1 કરોડ 69 લાખની સહાય ચૂકવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news