અમદાવાદ: “ચેઝ એન્ડ એલિમિનેટ”ની રણનીતિ સાથે ગામે-ગામ સેનિટાઇઝ કરવા ફરે છે ટીમ

અમદાવાદ જિલ્લા પંચાયતે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના ૭,૩૯,૭૬૩ ઘરોને છેલ્લા એક વર્ષમાં સેનિટાઇઝ કર્યા છે. અમદાવાદ જિલ્લા પંચાયતે ગત વર્ષે ૩ મે ના રોજ એક સાથે ૪૬૪ ગામ સેનિટાઇઝ કરી કોરોના નિયંત્રણની પ્રભાવક રીત અમલમાં મુકી હતી

Updated By: May 2, 2021, 06:28 PM IST
અમદાવાદ: “ચેઝ એન્ડ એલિમિનેટ”ની રણનીતિ સાથે ગામે-ગામ સેનિટાઇઝ કરવા ફરે છે ટીમ

અમદાવાદ: અમદાવાદ જિલ્લા પંચાયતે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના ૭,૩૯,૭૬૩ ઘરોને છેલ્લા એક વર્ષમાં સેનિટાઇઝ કર્યા છે. અમદાવાદ જિલ્લા પંચાયતે ગત વર્ષે ૩ મે ના રોજ એક સાથે ૪૬૪ ગામ સેનિટાઇઝ કરી કોરોના નિયંત્રણની પ્રભાવક રીત અમલમાં મુકી હતી. સાણંદ, વિરમગામ, બાવળા, ધોળકા, ધંધુકા, બારેજા તાલુકા મથકો અને ૪૬૪ ગામ સહિત સમગ્ર અમદાવાદ જિલ્લાની આશરે ૩૪,૫૯,૫૬૦ વસ્તીને એન્ટિવાઇરસ કામગીરી - સેનિટાઇઝેશન થકી સુરક્ષીત કરવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુના જણાવ્યા મુજબ જિલ્લાના કુલ ૧૮૯ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ૨૫ સુપરવાઈઝર અને મેલેરિયા શાખાના ૧૦ કર્મીઓ છેલ્લા એક વર્ષથી માસ સેનીટાઈઝેશનની કામગીરીમાં જોડાયેલા છે. જરૂર પડ્યે આ કર્મીઓ રાજાના દિવસોમાં પણ ફરજ પર તૈનાત રહે છે. જિલ્લા આરોગ્ય અધિકારી નરેન્દ્ર રાઠોડ જણાવે છે કે, બાઇક, રીક્ષા, ટ્રક અને ડ્રોનની મદદ વડે ગામે ગામ સેનિટાઇઝ કરતી ટીમ કોરોના વાઇરસ માટે ચેઝ એન્ડ એલિમિનેટની રણનિતી અપનાવે છે. અમદાવાદ જિલ્લા પંચાયત સોલા સિવિલ હોસ્પિટલમાં પણ સેનિટાઇઝેશન કામગીરી સંભાળે છે.

આ પણ વાંચો:- કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને થયો કોરોના, ઘર પર ચાલી રહી છે સારવાર

તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ એક ટીમને કોલ્ડુ ફોગર મશીન તથા બે નેપસેક પંપ સહિતના જરૂરી સાધનો ફાળવવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનો પોઝીટીવ કેસ મળે કે તુરંત જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટા ફ દ્વારા જે-તે વિસ્તાથરમાં સેનિટાઇઝેશનની સમયસર કામગીરી કરવામાં આવે છે.

આ પણ વાંચો:- સરકારે અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ માટે કરી મોટી મદદ

વિહીકલ માઉન્ટેડ મશીન એટલે કે વોટર કેનન ફોગર મશીનનો ઉપયોગ કરી જાહેર રસ્તા સેનિટાઇઝ કરાય છે. વોટર કેનન ફોગર મશીન ૧૦૦૦ લીટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી ધરાવે છે, જેમાં ૧% સોડીયમ હાઇપોકલોરાઇડ સોલ્યુગશન વાપરવામાં આવે છે. સેનિટાઇઝેશન કામગીરીથી વાયરસનો નાશ થાય છે. જે કોરોના અટકાયતી પગલાં માટેની એક અગત્યની કામગીરી છે.

આ પણ વાંચો:- ચાર દિવસમાં જ ધનવંતરી હોસ્પિટલ હાઉસફુલ, બેડ નહિ હોવાનું બોર્ડ લાગ્યું

કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. કોવિડ૧૯ દર્દીના ઘરમાં તથા ઘરની આજુબાજુ સેનિટાઇઝેશન એટલે કે જીવાણુનાશક દવાનો છંટકાવ એ સંક્રમણ ખાળવાનો કારગર ઉપાય છે. સેનિટાઇઝેશનથી વસ્તુ-જગ્યાની સપાટી (સરફેસ) પર રહેલા વાયરસનો નાશ થાય છે.

આ પણ વાંચો:- દર્દીઓ અને મોતનો આંકડો વધતા ગુજરાતના આ શહેરે વધાર્યું સ્વૈચ્છિક લોકડાઉન

સેનિટાઇઝેશનના પ્રકારો કેટલા?
સેનિટાઇઝેશન એટલે સરફેસ-સપાટી પર રહેલા બેકટેરીયા ,વાયરસ, ફંગી જેવા જીવાણુંઓનો નાશ કરવો. સેનિટાઇઝેશન ૩ રીતે કરવામાં આવે છે. 
(1) થર્મલ સેનિટાઇઝેશન - જેમાં ગરમી (હીટ) વડે જીવાણુંઓનો નાશ કરવામાં આવે છે.
(2) રેડીએશન સેનિટાઇઝેશન- જેમાં અલ્ટ્રાવાયોલેટ(પારજાંબલી) વિકિરણો દ્વારા જીવાણુંઓનો નાશ કરવામાં આવે છે.
(3) કેમીકલ સેનિટાઇઝેશન- જેમાં જીવાણુનાશક ૧% સોડીયમ હાઇપોકલોરાઇડ સોલ્યુવશન કેમીનો છંટકાવ કરી જીવાણુંઓનો નાશ કરવામાં આવે છે. માસ સેનિટાઇઝેશનની કામગીરી માટે કેમીકલ સેનિટાઇઝેશન અત્યંત પ્રભાવક છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube