ગાંધીનગર: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થઇ ગયું છે. તે ફેફસાંમાં સંક્રમણના કારણે ગંભીરરૂપથી કોમામાં હતા. આર્મી હોસ્પિટલમાં વિશેષજ્ઞ ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની દેખભાળ કરી રહી હતી. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની જાણકારી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન પર શોક વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ પાઠવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન, અધૂરું રહી ગયું 'પીએમ ઇન વેટિંગ'નું આ સપનું


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ રાષ્ટ્રપતિ, ભારતરત્ન પ્રણવ મુખરજીના દુ:ખદ અવસાન અંગે ઊડાં શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પ્રણવ મુખરજીને મૃદુભાષી, સૌને સન્માન આપનારા અને પક્ષીય રાજકારણથી પર રહેલા વ્યકિતત્વ ગણાવતા ઉમેર્યુ છે કે તેમના નિધનથી આપણે એક કુશળ રાજનીતિજ્ઞ અને માર્ગદર્શક ગુમાવ્યા છે. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પ્રણવ મુખરજીના અવસાનથી રાષ્ટ્રને ન પૂરાય તેવી ખોટ પડી છે તેમ જણાવી સદ્દગતના આત્માની પરમશાંતિ માટે ઇશ્વર પ્રાર્થના કરી છે.


રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ કોરોના પોઝિટિવ, પુત્ર અને પુત્રીને કરાયા હોમ ક્વોરન્ટાઇન


રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દુઃખદ અવસાન ઉપર ટ્વિટ કરતા લખ્યું, દેશના પૂર્વ રાષ્ટ્રપતિ-ભારતરત્ન પ્રણવ મુખર્જી જીના નિધનથી દુ:ખ થયું છે. પરમ કુપાળુ પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે. આ અભ્યર્થના સાથે હું તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું.


Video : આ છે ગુજરાતના અસલી જળરક્ષકો, પૂરના પાણીમાંથી લોકોને ઉગાર્યાં


ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીના અવસાન પર અમિત ચાવડાએ શ્રદ્ધાંજલિ પાઠવી. પ્રવણ મુખર્જીના અવસાનથી કોંગ્રેસ પક્ષમાં ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. 5 દાયકાથી વધારે સમય તેઓ સક્રિય રાજકારણમાં રહ્યાં હતા. લોકસભા અને રાજ્યસભાના સભ્ય તરીકે દેશ સેવામાં કાર્યરત હતા. વિદેશ મંત્રી, નાણા મંત્રી સહિતના અનેક મંત્રાલયોમાં મંત્રી તરીકે દેશની સેવા કરી. તેમણે ઉમદા કાર્ય થકી પક્ષા પક્ષીથી પર રહી સર્વ લોકોમાં સ્થાન મેળવ્યું હતું. રાષ્ટ્રપતિ તરીકે તેમણે આખા દેશનો પ્રવાસ કર્યો અને લોકોના દિલ જીત્યા હતા. તેમણે ભારત રત્ન અને પદ્મ વિભુષણથી નવાજવામાં આવ્યા. આવનારી પેઢી પણ તેમને સદાય યાદ રાખશે.


આ પણ વાંચો:- નર્મદા ડેમની સ્થિતિ અને સી પ્લેન વિશે નીતિન પટેલે આપી મહત્વની માહિતી....


આ અંગે અર્જૂન મોઢવાડીયાએ જમાવ્યું હતું કે, દેશના માર્ગદર્શક અને પૂર્વ રાષ્ટ્રપતિના નિધનથી ભારતે બહુમુખી પ્રતિભા ગુમાવી છે. 55 વર્ષના રાજકીય જીવનમાં અનેક મંત્રાલયમાં રહી દેશની સેવા કરી હતી. પ્રણવ દા શ્રેષ્ણ અર્થ શાસ્ત્રી અને રાજનીતિજ્ઞ હતા. જેનો લાભ આ દેશને સતત મળતો રહ્યો હતો. જે સરકારાતે રહ્યાં તેના સંકટ મોચક તરીકે રહ્યાં હતા. એમને સાંભળવા લાહવો હતો. તેમના અવસાનથી ભારતે એક રાજપુરુષ ગુમાવ્યા છે. આ ઉપરાંત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાતના રાજ્યપાલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર