ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને કારણે તારાજી, મજૂર વર્ગ બન્યો બેકાર
ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખેતીનો સમગ્ર પાક નિષ્ફળ ગયો છે.
ભરચ ચુડાસમા/ભરૂચઃ ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકા ખાતે સતત 5 દિવસથી પડી રહેલા વરસાદના કારણે ધંધા રોજગાર પર પહોંચી ન શકવાના કારણે ખેત મજૂરો અને છૂટક મજુરીયાત વર્ગ દારુણ પરિસ્થિતિમાં મુકાઈ ગયો છે. સાથે જ વરસાદી પાણી પણ તેઓના ઘરોમાં અને ફળિયામાં ફરી વળતા સ્થાનિકો દમનીય હાલતમાં મુકાઈ ગયા છે.
ભરૂચના જંબુસર અને આમોદ તાલુકામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખેતીનો સમગ્ર પાક નિષ્ફળ ગયો છે. તો ખેત મજૂરો સહીત અન્ય મજૂરીકામ કરતા અને નવી નગરી, હરિજન વાસમાં રહેતા ગરીબ પરિવારોને ખાવાના ફાંફા પડી રહ્યા છે. ગામમાં પાણી, સીમમાં પાણી, ખેતરોમાં પાણી, મંદિરમાં પાણી, મહોલ્લામાં પાણી, અને અંતે ખુલ્લા આભ નીચે આવેલા કાચા ઝૂંપડામાં પાણી પાણી.
નડિયાદઃ નેશનલ હાઇવે-8 પર અકસ્માત, એક પરિવારના પાંચ સભ્યોના મોત
વરસાદી પાણી જંબુસર તાલુકાના મોટાભાગના ગામોની નવી નગરી, નવી વસાહત, રાઠોડવાસ અને હરિજનવાસમાં ફરી વળ્યાં છે. ત્યારે અહીં ગામના છેવાડે આવેલ નવી નગરી, નવી વસાહત, રાઠોડવાસ અને હરિજનવાસના ઘરોમાં ચૂલા તો ઠંડા પડી ગયા છે પણ અહીંના આ ગરીબ અને લાચાર મજુરીયાત વર્ગના લોકોના જઠરાગ્નિ ઠારવાની હવે તાતી જરૂર વર્તાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર