ખેડા : જિલ્લાના ઠાસરા પંથકમાં ચકચારી લૂંટની ઘટના સામે આવી છે. ડાકોર કપડવંજ હાઇવે પર ટ્રક ચાલક અને ક્લિનરને બંધક બનાવીને ટ્રકમાંથી 31 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટાયો છે. આ બનાવ અંગે ઠાસરા પોલીસ દ્વારા લૂંટ અને અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 31 મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે ઠાસરા તાલુકાના ડાકોર-કપડવંજ હાઇવે પર ચંદાસર નજીક ટ્રક નંબર RJ 14 GK 6257 પસાર થઇ રહી હતી. તે સમયે બીજી એક ટ્રકે તેનો પીછો કરીને તેમને આંતર્યા હતા. જેમાંથી 3થી 4 અજાણ્યા વ્યક્તિઓ ઉતર્યા અને ટ્રક ચાલક સાવનખાન સાથે બોલાચાલી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: નવા 267 કેસ, 425 દર્દી રિકવર થયા, 1 દર્દીનું મોત


બોલાચાલી ઉગ્ર બનતા અજાણ્યા શખ્સોએ ટ્રક ચાલકને ધક્કો માર્યો હતો અને કેબિનમાં ઘૂસીને ચાલક અને ક્લિનરને બંધક બનાવ્યા હતા. તેમણે ટ્રક ચાલક અરસદ અને ક્લિનર જયેશને પાછળની સીટમાં બાંધી દીધા હતા. ટ્રક લઇને પલાયન થઇ ગયા હતા. આશરે દસ કિલોમીટર દુર અવાવરૂ જગ્યાએ લૂંટારૂઓએ 31 લાખ રૂપિયાની કિંમતની કિંમતની પ્લાસ્ટિકના દાણાની બોરીઓ અન્ય ટ્રકમાં ભરીને નાસી ગયા હતા. 


જાણો NCP ના સ્ટાર પ્રચાર રેશમા પટેલને કેમ કલેક્ટર ઓફીસની બહાર ઘસડીને કાઢવામાં આવ્યા?


બીજી તરફ કેદ થયેલા ટ્રક ચાલકોએ આસપાસ કોઇ અવાજ નહી આવતા ટ્રકની બહાર આવી ગયા હતા. જ્યારે તેમણે પાછળ જઇને ચેક કર્યો હતો. તેમાંથી પ્લાસ્ટિકની બોરીઓ ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. જેથી તેમણે મુળ માલિક રાજેશકુમાર જયસિંગભાઇ પુનિયાને આ ઘટના અંગે માહિતી આપી હતી. ઠાસરા પોલીસે ટ્રક માલિકની ફરિયાદના આધારે આઇપીસી 365,392,506, 114 અનુસાર ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 


RR સેલમાંથી છુટી તો હવે ઓપરેશન ગ્રુપનાં કર્મચારીઓનો તરખાટ, ફિલ્મી સ્ટાઇલે લાંચ લેતા ઝડપી લેવાયા



આ બનાવ અંગે ઠાસરા પોલીસ સ્ટેશ પી.આઇ ડી.આર બારૈયાઓ જણાવ્યું કે, ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બનાવ સ્થળના આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરીને તપાસ આદરી છે. વધારેમાં તેમણે જણાવ્યું કે, ટ્રકનો માલ મોક્સી ગામે આવેલા ઇનોસ સ્ટાઇલોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેમાંથી ભરી દિલ્હી મુકામે ડિલિવરી કરવામાં આવવાનો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube