RR સેલમાંથી છુટી તો હવે ઓપરેશન ગ્રુપનાં કર્મચારીઓનો તરખાટ, ફિલ્મી સ્ટાઇલે લાંચ લેતા ઝડપી લેવાયા

રેન્જ આઈજીની ટીમનો પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયાની ઘટના બન્યા બાદ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે પણ અનેક આક્ષેપો થયા હતા. આ આક્ષેપોને પગલે સરકારે તમામ રેન્જમાંથી આર.આર.સેલ બંધ કરી દેવાની સૂચના આપી હતી. જોકે પોતાના માનીતા પોલીસ કર્મચારીઓને આર.આર.સેલ બંધ થયા બાદ ઉચ્ચ અધિકારીઓએ પોતાના જ હસ્તકના નવા બનેલા ઓપરેશન ગ્રુપમાં સેટ કરી દીધા હતા. ત્યારે ફરી એક વખત સુરત રેન્જમાં ફરજ બજાવતા ઓપરેશન ગ્રુપના એ.એસ.આઇ અને સુરત જિલ્લા પોલીસના એલસીબીના હેડ કોન્સ્ટેબલ સામે સાડા ચાર લાખ રૂપિયાની લાંચ લેવાનો કેસ દાખલ થયો છે. 
RR સેલમાંથી છુટી તો હવે ઓપરેશન ગ્રુપનાં કર્મચારીઓનો તરખાટ, ફિલ્મી સ્ટાઇલે લાંચ લેતા ઝડપી લેવાયા

તેજસ મોદી/સુરત : રેન્જ આઈજીની ટીમનો પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયાની ઘટના બન્યા બાદ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે પણ અનેક આક્ષેપો થયા હતા. આ આક્ષેપોને પગલે સરકારે તમામ રેન્જમાંથી આર.આર.સેલ બંધ કરી દેવાની સૂચના આપી હતી. જોકે પોતાના માનીતા પોલીસ કર્મચારીઓને આર.આર.સેલ બંધ થયા બાદ ઉચ્ચ અધિકારીઓએ પોતાના જ હસ્તકના નવા બનેલા ઓપરેશન ગ્રુપમાં સેટ કરી દીધા હતા. ત્યારે ફરી એક વખત સુરત રેન્જમાં ફરજ બજાવતા ઓપરેશન ગ્રુપના એ.એસ.આઇ અને સુરત જિલ્લા પોલીસના એલસીબીના હેડ કોન્સ્ટેબલ સામે સાડા ચાર લાખ રૂપિયાની લાંચ લેવાનો કેસ દાખલ થયો છે. 

જેમાં એએસઆઈ અને વચેટીયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક પોલીસકર્મી ફરાર થયો છે. એસીબીના મદદનીશ નિયામક નીરવ ગોહિલના જણાવ્યા અનુસાર રેન્જ આઈજીપીના ઓપરેશન ગ્રૂપનો જમાદાર મહાદેવ સેવાઇકર અને એક વચેટિયો પીપોદરામાં એક ઓઇલ વેપારી પાસેથી 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો છે. પીપોદરા વિસ્તારમાં વેપારી ઇન્ડસ્ટ્રીયલ ઓઈલનો વેપાર કરે છે. ઓપરેશન ગ્રૂપના જમાદાર મહાદેવ સેવાઇકર અને વચેટિયો વિપુલ બલર તેમજ જિલ્લા પોલીસના હેડ કોન્સ્ટેબલ દીપેશ મૈસુરિયાએ પણ વેપારી પાસે જઈને તમારે ધંધો કરવો હોય તો લાંચ પેટે 2 લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. 

વેપારીએ સમજાવ્યું કે તે ઓઈલનો કાયદેસરનો વેપાર કરે છે. છતા તમામ માન્યા ન હતા. વચેટિયાએ વેપારીને ફોન પણ કર્યા હતા, અને 4.50 લાખની માંગણી કરી હતી. તેથી વેપારીના એકાઉન્ટન્ટે એન્ટી કરપ્શનની અમદાવાદ કચેરીને ફરિયાદ કરતા ત્યાંથી ટીમ સુરત આવી હતી. ગુરૂવારે કિમ-પીપોદરામાં વચેટિયા વિપુલ બલરની ઓફિસમાં વેપારી લાંચના 4.50 લાખ આપવા આવ્યો ત્યારે એસીબીની ટીમે વિપુલને ઝડપી પાડ્યો હતો. તેજ સમયે મહાદેવ પણ આ‌વી જતા એસીબીએ તેને પણ પકડી લીધો હતો. એસીબીએ મહાદેવ સેવાઈ, વિપુલ બલર અને અન્ય દીપેશ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 

વિપુલ પણ કેમિકલનો વેપાર કરે છે. મહત્વનું છે કે 30 જાન્યુઆરીના રોજ મહાદેવ અને અન્ય પોલીસવાળાઓએ ઓઇલના વેપારીને ત્યાં બોગસ રેઇડ કરી હતી. તે સમયે કહ્યું કે ધંધો કરવો હોય તો દર મહિને 4 લાખ રૂપિયા વિપુલને આપી દેજો. જે કારમાં આવીને બોગસ રેઇડ થઈ હતી તે સ્કોર્પિઓ કાર પણ એસીબીએ કબજે કરી છે. ઓઇલના વેપારીને વચેટિયો અને પોલીસવાળા કહે છે કે આ રૂપિયામાંથી ઘણા રૂપિયા ઉપરી અધિકારીઓને પણ આપવાના છે. તેથી તે કયા અધિકારીઓને રૂપિયા આપવાના છે તેની પણ એસીબીએ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news