ઝી મીડિયા/બ્યૂરો :હાલ ટ્રમ્પ (Trump India Visit) ને આગમનને પગલે અમદાવાનું મોટેરા સ્ટેડિયમ સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે હાલ મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) પહોંચવાના દરેક રસ્તા પર ભારે ભીડ જોવા મળી રહ્યાં છે. ખાસ વાત તો એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના આગમન પહેલા જ મોટેરા સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું છે. અત્યાર સુધી 40 થી 50 હજાર લોકો સ્ટેડિયમમાં સીટ પર ગોઠવાઈ ચૂક્યા છે. ત્યારે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમમાં આ નજારો જોવા જેવો બની રહ્યો છે. 


Pics : બસ ભરીને લોકો ટ્રમ્પને નિહાળવા અમદાવાદ પહોંચ્યા, મોટેરા સ્ટેડિયમની બહાર ભીડ ઉમટી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ગુજરાત એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. ગુજરાતમાં બનેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ખાસ બની રહેવાનું છે. આ સ્ટેડિયમ પર હાલ સૌની નજર છે. ત્યારે ત્યારે કાર્યક્રમ કઈ દિશામાં જઈ રહ્યો છે તે દર્શાવતું હાલ મોટેરા સ્ટેડિયમનું ચિત્ર છે. મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પના આગમન માટે 28 રાજ્યોના પ્રતિનિધિ આવી ચૂક્યા છે. તો 33 જિલ્લામાંથી લોકો આવી ચૂક્યા છે. હાલ સ્ટેડિયમની કેપેસિટી જોતા તે ફુલ થઈ રહ્યું છે. એક લાખ જેટલી સ્ટેડિયમની કેપેસિટી છે. તમને જણાવી દઈએ કે, 63 એકર જમીન પર આકાર પામી રહેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમનું નવીનીકરણ રૂપિયા 700 કરોડના ખર્ચે થયું છે. મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા સાથે વિશ્વના સૌથી વધુ ક્ષમતા ધરાવતા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમનો રેકોર્ડ તોડશે.


અમેરિકાના મોંઘેરા મહેમાનના આગમન પહેલા પીએમ મોદીએ કરી ટ્વિટ, કહ્યું કે...


નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ હાજરી આપવા તમામ ધારાસભ્યો સાંસદો અને બોર્ડ નિગમના ચેરમેન ઓ એમ.એલ.એ કવાટર્સમાં ભેગા થયા છે. ધારાસભ્યો અને સાંસદો એક જ વાત કરી રહ્યાં છે કે, ગુજરાત અને દેશ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના કારણે આ શક્ય થયું હોવાનો ધારાસભ્યોનો દાવો છે. તેમજ આ કાર્યક્રમથી દેશની ઈકોનોમીને મોટું બળ મળશે. 


મોટેરા સ્ટેડિયમ વિશે આ નહી જાણતા હો...


* અગાઉ મોટેરા સ્ટેડીયમની ક્ષમતા હતી 54000 દર્શકોની
* હવે એક સાથે 1,10,000 જેટલા લોકો બેસીને નિહાળશે મેચ
* L&T દ્વારા સ્ટેડીયમ નવેસરથી બનાવવાની શરૂઆત માર્ચ 2017થી થઈ
* માર્ચ સુધીમાં બનીને તૈયાર થશે મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ
* મોટેરા સ્ટેડીયમમાં 76 જેટલા કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે
* પીલ્લરલેસ સ્ટ્રક્ચર હોવાથી સમગ્ર સ્ટેડીયમમાં ક્યાય પીલ્લર નથી મળતા
* મેદાનના કોઈ પણ ખૂણામાંથી બેસીને કોઈપણ વિક્ષેપ વિના મેચ જોઈ શકાશે
* BOSSના મ્યુઝીક સીસ્ટમ સાથે સમગ્ર સ્ટેડીયમ સજ્જ થઈ રહ્યું છે
* સ્ટેડીયમના નિર્માણ માટે એક સમયે 3000 જેટલા લોકો કામ કરી રહ્યા હતા
* 6 મોટી ક્રેનની મદદ લેવાઈ, એક ક્રેનનું એક દિવસનું ભાડું જ માત્ર રૂપિયા 2 લાખ ચૂકવાયું
* મોટેરા સ્ટેડીયમમાં માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ એક ભવ્ય ક્લબ હાઉસ પણ છે
* આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વીમીંગ પુલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલની છે સુવિધા
* વિવિધ પ્રકારની ઇન્ડોર ગેમની પણ ઉભી કરાઈ છે વ્યવસ્થા
* ક્લબ હાઉસમાં 55 જેટલા ભવ્ય રૂમ પણ બનીને થયા છે તૈયાર
* મોટેરા સ્ટેડીયમમાં 4 ડ્રેસિંગરૂમ બનાવવામાં આવ્યા છે
* મેદાનમાં પ્રવેશવા માટે કુલ 3 પ્રવેશદ્વાર હશે
* જુના પ્રવેશદ્વાર સિવાય, VIP એન્ટ્રી અને રીવરફ્રન્ટમાંથી બનાવાશે માર્ગ
* મેટ્રો માટે એક ખાસ સ્ટેશન મેદાનની અંદર બનાવવામાં આવશે
* પાર્કિંગમાં 3000 કાર અને 12 હજાર દ્વિચક્રી વાહનો માટે વ્યવસ્થા


નમસ્તે કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમેરિકાથી આવેલા 5 NRI ઉદ્યોગપતિઓ, સુરતથી આવેલા 300 ઉદ્યોગપતિઓ તેમજ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે સંકળાયેલા 250 ઉદ્યોગપતિઓ જોડાયા છે. ગેસિયા IT એસોસિએશનના 600 મેમ્બર્સ, રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સના અને IT એસોસિએશનના 80 સભ્યો જોડાયા છે. આ તમામ 30 બસોમાં બેસીને GMDC ગ્રાઉન્ડથી સ્ટેડિયમ જવા રવાના થયા છે. તમામને GMDC ગ્રાઉન્ડથી BRTSની બસોમાં લઈ જવાઈ રહ્યા છે. આ પહેલા તેમને સ્ટેડિયમમાં જવા માટે પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક