ઝી મીડિયા/બ્યૂરો :સમગ્ર દુનિયા હાલ કોરોના સામે જંગ લડી રહી છે. ભારતમાં પણ દર્દીઓનો આંકડો લાખોમાં પાર થઈ રહ્યો છે. આર્થિક નગરી મુંબઈની હાલત હાલ સૌથી ખરાબ થઈ રહી છે. ત્યારે બોલિવુડથી લઈને ટેલિવુડના અનેક સ્ટાર્સ કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે આજે ટીવી એક્ટ્રેસ શ્રેણુ પરીખે (Shrenu Parikh) પોતાના કોરોના પોઝિટિવ હોવાના ખબર આપ્યા છે. તેણે જણાવ્યું કે, હાલ તે હોસ્પિટલમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. શ્રેણુ પરીખ મૂળ વડોદરાની એક્ટ્રેસ છે. તેનો પરિવાર વડોદરામાં રહે છે. 


કોરોના વોરિયર માતા-પિતાની દીકરીએ CBSE ધોરણ-10માં મેળવ્યા 91%


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રેણુ પરીખે લખ્યું કે, થોડા દિવસો પહેલા હું કોરોના પોઝિટિવ આવી છું. હાલ હુ હોસ્પિટલમાં છું, અને રિકવર થઈ રહી છું. મારા અને માર પરિવાર માટે પ્રાર્થના કરજો. હું કોરોના વોરિયર્સની આભારી છું, જેઓ આ સંકટના સમયમાં દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. 


રૂપાણી સરકારનો મોટો નિર્ણય, ભારે વરસાદથી થયેલ નુકસાનીનું ખેડૂતોને વળતર ચૂકવાશે


શ્રેણુ પરીખે ઈશ્કબાજ, ઈસ પ્યાર કો ક્યા નામ દું, દિલ બોલે ઓબેરોય, બ્યાહ હમારી બહુ કા... જેવી ટીવી શોમાં કામ કર્યું છે. શ્રેણુ પરીખ મૂળ વડોદરાની રહેવાસી છે. 15 માર્ચે તે USAથી આવી હતી. તેણે કહ્યું કે, ત્યારથી મારા મમ્મી-પપ્પા ચિંતાતુર હતા. મેં પરમિશન માટે ઓનલાઈન અપ્લાય કર્યું હતું. સદનસીબે અમને મહારાષ્ટ્ર અને ગુજરાત તરફથી ટ્રાવેલિંગની પરવાનગી મળી ગઈ. વડોદરા આવીને તેણે પોતાનો ક્વોરેન્ટાઈન સમય પણ પૂરો કર્યો હતો. પરંતુ તેમ છતા તે કોરોનાની ઝપેટમાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર