સમીર બલોચ/અરવલ્લી : માલપુર નજીક ગંભીર અકસ્માત થયો છે. વાત્રક નદી પરનાં પુલમાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ ટક્કર બાદ ટ્રેક્ટરની બોગીમાં બેઠેલા લોકો 50 ફૂટ ઉંચા પુલ પરથી નદીમાં ખાબક્યાં હતા. જે પૈકી 11 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 3 યુવાનો પાણીમાં ગુમ થઇ જતા તેમની શોધખોળ સ્થાનિકો અને સ્થાનિક તંત્ર દ્વારા આદરવામાં આવી છે. તમામ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: મોટેરા સ્ટેડિયમ ખાતે ટ્રમ્પનાં ગેટ નજીક ઝુંપડામાં વિસ્ફોટ સાથે આગ, તંત્રનો જીવ તાળવે ચોંટ્યો

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર માલપુર નજીક એક ડમ્પર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો. ડમ્પરે ટ્રેક્ટરને ટક્કર મારતા બોગીમાં બેઠેલા લોકો ફંગોળાઇને પુલ પરથી 50 ફુટ નીચે નદીમાં ખાબક્યાં હતા. જે પૈકી 3 યુવાનો પાણીમાં ગુમ થઇ ગયા હતા. જ્યારે અન્ય 11 જેટલા લોકોને બચાવી લઇને સારવાર માટે માલપુર, મોડાસાની હોસ્પિટલ ખાતે મોકલી અપાયા હતા. ટ્રેક્ટરમાં બેઠેલા તમામ 20 લોકો ઘાયલ થયા છે. જ્યારે 3 હજી પણ લાપતા છે. રાત્રી હોવાનાં કારણે બચાવકામગીરીમાં પણ સમસ્યા પડી રહી છે. 


નમસ્તે ટ્રમ્પ: VIP ગેટ નજીક પડી જતા અમેરિકન પત્રકારને ઇજા, 10 બેભાન થયા
ઘટનાની જાણ થતા મામલતદાર, ધારાસભ્ય સહિતનાં અધિકારીઓ દોડી આવ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ 3 લોકોને હિંમતનગર અને ત્યાર બાદ અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તમામ લોકો ડચકા ગામથી મૈયાપુરમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા. દરમિયાન આ ઘટના બની હતી. ઘટનાની ગંભીરતા જોતા ગાંધીનગરથી NDRFની ટીમ પણ રવાના કરી દેવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube