હાર્દિક દિક્ષીત/ વડોદરા: વડોદરાનાં વાઘોડિયા તાલુકામાં એક પેટ્રોલપંપ પર યુપી સ્ટાઇલમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટનાને અંજામ આપનારા યુપીનાં બે કુખ્યાત લૂંટારું પોલીસનાં હાથે ઝડપાઇ ગયાં છે. વડોદરા જિલ્લા એલસીબી અને એસઓજીએ મળીને ત્રણ મહિના અગાઉ પેટ્રોલપંપ પર બનેલી આ સનસનીખેજ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ફિલ્મી સ્ટાઇલથી લૂંટ અને ફાયરિંગની ઘટનાઓને અંજામ આપી ગુજરાતને યુપી બનાવવાનાં સપના સેવતા ગુનેગારોનાં અરમાનો પર ગુજરાત પોલીસ સતત પાણી ફેરવી રહી છે. વડોદરાનાં વાઘોડિયા તાલુકામાં આવેલ એક પેટ્રોલપંપ આ પ્રકારની જ ઘટનાને અંજામ આપનારા યુપીનાં બે કુખ્યાત લૂંટારુંઓને વડોદરા જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે. ત્રણ મહિના અગાઉ વાઘોડિયા-હાલોલ-વડોદરા રોડ પર આવેલ ભણીયારા પાસેનાં દીપ મંગલ ઇન્ડિયન પેટ્રોલ પંપ પર પરોઢિયે ત્રણ માસ્કધારીઓએ હવામાં ફાયરિંગ કરી પેટ્રોલ પંપ પરનાં કેશિયરને માર મારી 27 હજારની લૂંટ ચલાવી હતી.


આ પણ વાંચો:- મ્યુકરમાઈકોસિસ મામલે હાઈકોર્ટે સરકારની કાઢી ઝાંટકણી, એડવોકેટ જનરલે આપ્યો આ જવાબ


ફિલ્મી સ્ટાઇલમાં થયેલી લૂંટ વિથ ફાયરિંગની આ ઘટનાએ ભારે દહેશત જગાવી હતી. ઘટનાને પગલે વાઘોડિયા પોલીસે અજાણ્યા માસ્કધારી લૂંટારુઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જો કે, વડોદરા ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી અને એસઓજી પોલીસે અથાક મહેનત કરી ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ઉત્તર પ્રદેશની કુખ્યાત ગેંગના બે શખ્સોને ઝડપી પાડયા છે. ત્રણ મહિના અગાઉ હાલોલ-વડોદરાના ભણીયારા પાસે આવેલ દિપ મંગલ ઇન્ડિયન પેટ્રોલ પંપ ઉપર કેશિયર તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ મફતભાઈ પરમાર પોતાના પેટ્રોલપંપ પર પેટ્રોલ ડિઝલ ભરનારા ત્રણ લોકો સાથે નાઈટ શિફ્ટમાં ફરજ પર હતા.


આ પણ વાંચો:- ખાદ્યતેલમાં ભાવ વધવા પાછળ આ કારણ છે જવાબદાર!, કંટ્રોલ કરવા કેન્દ્ર સરકાર થઈ સક્રિય


ત્યારે રાત્રી દરમિયાન પેટ્રોલ-ડિઝલ ભરાવા આવતી ગાડીઓ ઓછી હોય કામ પતાવી ત્રણે પેટ્રોલ પંપની ઓફિસના બાંકડા પર બેસતા હતા. સવારના આશરે 5:30 વાગે અચાનક ત્રણ લૂંટારુઓ મોઢે માસ્ક બાંધી પેટ્રોલ પંપની ઓફિસમાં આવી ચઢ્યા હતા. તેમના હાથમાં તમંચા જેવું હથિયાર બતાવી હિન્દી ભાષામાં ધમકાવી ‘પૈસે નિકાલ ઔર ચાવી દે’ તેવું કહેતાં પેટ્રોલ પંપની ઓફિસમાં બાંકડા પર બેઠેલા કિરણ, અરવિંદ અને રાજદીપ ઓફિસના પાછળના દરવાજેથી બહાર નીકળી જીવ બચાવી ભાગ્યા હતા.


આ પણ વાંચો:- મ્યુકરમાયકોસીસ: ૧૧ તજજ્ઞ-તબીબોની ટાસ્કફોર્સની કરાઇ રચના, રાજ્યમાં ૧૪.૩ ટકા દર્દીઓ થયા સાજા


જો કે, બે લૂંટારુ તેમની પાછળ દોડ્યા હતા અને થોડી જ વારમાં તમંચાથી હવામાં ફાયરિંગ કરીને ભાગેલા કર્મચારીઓને ઓફિસમાં પરત લાવ્યા હતા. પ્રકાશભાઈ કેશિયરને બે લૂંટારુએ પકડી રાખી એક લૂંટારુએ પ્લાસ્ટિકની પાઇપ વડે પીઠના ભાગે માર મારવાનો શરૂ કર્યો હતો. તમંચાની અણીએ ઓફિસના ટેબલના ડ્રોઅરમાં મુકેલ રોકડ 27 હજાર લૂંટી લીધા હતા હતા. પછી બાઈક પર ત્રણેય ઇસમો બેસી જરોદ હાલોલ રોડ પર ભાગી ગયા હતા. જે બાઈક બે કિલોમીટર દૂર થી મળી આવી હતી. 


આ પણ વાંચો:- હાઈકોર્ટમાં સુનાવણી શરૂ : રાજકીય મેળાવડામાં લોકો ભેગા થાય છે, પણ રિવરફ્રન્ટ પર 2 વ્યક્તિ પણ ઉભા ન રહી શકે


દરમિયાન વડોદરા ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી અને એસઓજી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને અલીરાજપુર થી ઉત્તર પ્રદેશ સુધીના હાઇવે ઉપર આવતી તમામ હોટલ પેટ્રોલ પંપ અને ટોલનાકા નું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ગોલ્ડન ચોકડી ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં ઉત્તર પ્રદેશના પાર્સિંગ વાળી શંકાસ્પદ ઇન્ડિકા કાર જણાય આવી હતી. જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરતાં કાર ઉત્તર પ્રદેશના કુખ્યાત આરોપી ચંદ્રપ્રકાશ સરજુ પ્રસાદ પરમાર ની હોવાનું બહાર આવ્યું હતું.


આ પણ વાંચો:- સુરતના આર્યુવેદિક અને હોમિયોપેથીક ડૉક્ટર્સનો દાવો, મ્યુકોરમાઈકોસીસના દર્દીને એલોપેથી વગર કર્યા સાજા


પોલીસે ચંદ્રપ્રકાશ અને તેના મિત્ર અતુલ કુમાર વર્માને ઝડપી પાડી સઘન પુછતાછ હાથ ધરતાં તેઓએ કબૂલાત કરી હતી કે, અન્ય મિત્ર અજય કુમાર પટેલ અને ધનરાજ લોધી સાથે ભેગા મળી કામરેજ એસટી ડેપો પાસેથી બાઇકની ચોરી કરી ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઇલ ફોન રોકડા રૂપિયા 2240 અને ઇન્ડિકા કાર કબજે કરી છે. આ પ્રકારે ફાયરિંગ કરી લૂંટની ઘટનાઓને અંજામ આપતી આ ટોળકી સામાન્ય રીતે યુપી જેવાં રાજ્યોમાં સક્રિય છે.


આ પણ વાંચો:- વડોદરામાં બ્લેક ફંગસના 8 લાખ ઇન્જેક્શનનું રો મટેરિયલ બનાવતી દેશની એકમાત્ર કંપની


આ લૂંટારું ટોળકીએ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપ્યો હોવાની પોલીસને આશંકા છે. પણ આવા સંગીન ગુનાઓ દ્વારા ગુજરાતને યુપીને બનાવવા માંગતી આ ટોળકીનાં બે મુખ્ય સુત્રધાર હવે વડોદરા પોલીસનાં શકંજામાં છે. જ્યારે હજી બે વોન્ટેડ આરોપીઓ પકડાવાનાં બાકી છે. લૂંટ, મર્ડર, અપહરણ, મારામારી સહિત સંખ્યાબંધ સંગીન ગુનાઓને અંજામ આપનાર આ ગેંગનાં અન્ય ગુનેગારો પણ જલ્દીથી વડોદરા પોલીસનાં હાથમાં આવશે તે નક્કી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube