MUCORMYCOSIS મામલે હાઈકોર્ટે સરકારની કાઢી ઝાંટકણી, એડવોકેટ જનરલે આપ્યો આ જવાબ

ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન અને સરકાર તરફી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તથા હાઇકોર્ટે આજે શું શું સૂચનો કર્યા તથા હાઇકોર્ટે કઈ કઈ બાબતો પર ટકોર કરી આવો જોઈએ...

Updated By: May 26, 2021, 04:32 PM IST
MUCORMYCOSIS મામલે હાઈકોર્ટે સરકારની કાઢી ઝાંટકણી, એડવોકેટ જનરલે આપ્યો આ જવાબ

આશ્કા જાની/ અમદાવાદ: કોરોનાં અંગે થયેલી સુઓમોટોની અરજીમાં આજ રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન અને સરકાર તરફી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તથા હાઇકોર્ટે આજે શું શું સૂચનો કર્યા તથા હાઇકોર્ટે કઈ કઈ બાબતો પર ટકોર કરી આવો જોઈએ...

એડવોકેટ પરશિ કેવીનાની રજૂઆત..

 • અમદાવાદમાં હોસ્પિટલ મામલે યોગ્ય માહિતી યોગ્ય સમયે અપાતી નથી.
 • આ સાથે જ રિવરફ્રન્ટના પુલ નજીક ઊભા રહેવું.
 • કારમાં એકલા બેસેલા વ્યક્તિએ માસ્ક પહેરવું.
 • કેન્દ્ર સરકારે સ્પોર્ટ વેક્સીનની મંજૂરી આપી હોવા છતાંય રાજ્ય સરકાર ઓનલાઇન રજિસ્ટ્રેશનનો આગ્રહ રાખે છે.
 • મોતની સંખ્યા અપાય છે પણ સરકારે જિલ્લા પ્રમાણે પોઝિટિવની સંખ્યા જાહેર કરવી જોઇએ.

આ પણ વાંચો:- ખાદ્યતેલમાં ભાવ વધવા પાછળ આ કારણ છે જવાબદાર!, કંટ્રોલ કરવા કેન્દ્ર સરકાર થઈ સક્રિય

હાઈકોર્ટે શું કહ્યું...

 • તમારી એફિડેવીટ વિવરણાત્મક રીતે રજૂ કરો અમે તમને સમય આપીએ છીએ.

સરકાર તરફી કમલ ત્રિવેદીનું નિવેદન...

 • વેક્સિનેશન પર રાજ્ય સરકાર ભાર આપી રહી છે.
 • રાજ્યના 18 થી 45 વર્ષના લોકોને વેક્સીન આપવા 6.5 કરોડની જરૂર પડે છે.

આ પણ વાંચો:- મ્યુકરમાયકોસીસ: ૧૧ તજજ્ઞ-તબીબોની ટાસ્કફોર્સની કરાઇ રચના, રાજ્યમાં ૧૪.૩ ટકા દર્દીઓ થયા સાજા

વેક્સીન મામલે હાઇકોર્ટની ટકોર

 • એપ્રિલ મહિનામાં તમે ઓર્ડર આપ્યો છે તો અત્યારની સ્થિતિ શું છે તે જણાવો.
 • તમે વધુ વેક્સીનેશન સાથે સાથે જ વેક્સીનના પ્રોડકશનને લઈને શું કરો છો અને આ તમામ બાબતોને લઈને અન્ય કોઈ ઉકેલ અથવા તો ઉપાય પણ શોધો.

સરકાર તરફી કમલ ત્રિવેદીની રજૂઆત

 • અમારી જરૂરિયાત મુજબ 6.5 કરોડ રસીના ડોઝ માટેનો ઓર્ડર આપ્યો છે.
 • સરકાર અન્ય રાશિ ઉત્પાદકોની રસી મેળવવા માટે પણ પ્રયત્નશીલ છે.
 • વિશ્વમાં રસીના માત્ર છ ઉત્પાદકો જ છે જે રસી તૈયાર કરે છે.
 • ફાઈઝર અને મોર્ડના ફાર્મા કંપનીઓ રાજ્ય સાથે ડીલ કરવા નથી માગતી તે માત્ર કેન્દ્ર સાથે ડીલ કરવા માંગે છે.

આ પણ વાંચો:- હાઈકોર્ટમાં સુનાવણી શરૂ : રાજકીય મેળાવડામાં લોકો ભેગા થાય છે, પણ રિવરફ્રન્ટ પર 2 વ્યક્તિ પણ ઉભા ન રહી શકે

વેકસીનેશન પ્રક્રિયા મુદ્દે હાઈકોર્ટે સરકારની કાઢી ઝાંટકણી

 • કયા વયની જૂથના વ્યક્તિને રસી આપો છો તેમાં કોર્ટને રસ નથી.
 • ક્યારે અને કેટલા ડોઝ આપશો તે જણાવો.
 • સરકાર માત્ર ઓર્ડર આપ્યા કરે અને રસી મળે નહીં એનો શું મતલબ.
 • રસીના ઓર્ડર આપવામાં ટેન્ડર પ્રક્રિયા કેમ અનુસરતા નથી.
 • શું તકલીફ છે ગ્લોબલ ટેન્ડર મંગાવવામાં.

રસીકરણ મુદ્દે હાઈકોર્ટેનો રાજ્ય સરકારને સવાલ

 • રસીકરણમા સ્પોટ રજિસ્ટ્રેશન માટે સરકારનું આયોજન શું છે?
 • ઓનલાઇન સાથે-સાથે સ્પોટ રજિસ્ટ્રેનની સુવિધા પણ આપો.
 • રજીસ્ટ્રેશન હોવા છતાં વાઇલ કેવી રીતે થાય છે.
 • દર વખતે વેક્સીનેશનના સમયની અંદર ફેરબદલ શા માટે કરવામાં આવે છે.
 • આ ફેરબદલ પાછળ કોઈ ચોક્કસ કારણ જવાબદાર છે કે પછી તથ્યાતમક કારણ ખરું?

આ પણ વાંચો:- સુરતના આર્યુવેદિક અને હોમિયોપેથીક ડૉક્ટર્સનો દાવો, મ્યુકોરમાઈકોસીસના દર્દીને એલોપેથી વગર કર્યા સાજા

રસીકરણ મુદ્દે સરકાર તરફી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીનું નિવેદન

 • રસીકરણનો સમય સમગ્ર વિશ્વમાં બદલાયો છે માત્ર ગુજરાતમાં બદલાયો તેવું નથી.

મ્યુકરમાઈકોસિસને લઈને હાઈકોર્ટે શું કહ્યું

 • મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનને લઈને તમારી ડિસ્ટ્રીબ્યુશનને લઇને શું વ્યાવસ્થા છે.
 • સાત જિલ્લામાં વહેંચણી રાજ્ય સરકારનું ગોઠવાયું છે એ સિવાયના જિલ્લામાં શું પરિસ્થતી છે.
 • નોડલ ઓફિસરની નિમણુંક કરો.

મ્યુકરમાઈકોસિસ મુદ્દે કમલ ત્રિવેદીનો જવાબ

 • જે રીતે રેમડેસિવર ઇન્જેક્શનનું વિતરણ થતું હતું તેજ ચેનલ મુજબ આમા પણ કામ થઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube