સુરત : હવામાન વિભાગની આગાહીઓ વચ્ચે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાનાં વધઇ અને નવસારી જિલ્લાના ચીખલીમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દિવાળી ટાળે વરસાદ પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નવસારી જલાલપોર વિસ્તારમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ સર્જાયા બાદ મોડી સાંજે વરસાદી છાંટણા થયા હતા. જો કે ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં બપોરે 2થી સાંજે 6 વાગ્યા દરમિયાન વરસાદ વરસ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર: DYSO હોવાની ઓળખ આપી રોફ ઝાડતા એક વ્યક્તિની ધરપકડ

ચીખલી તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડૂતોએ સારા પાકની આશાએ ઉગાડેલા ડાંગર પર કમોસમી વરસાદનું પાણી ફરી વળ્યું હતું. ચાલુ વર્ષે સારા વળતરની આશા ડાંગરનાં ખેડૂતોને જન્મની હતી. જો કે અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેડૂતોની સમસ્યામાં વધારો થયો હતો. આ ઉપરાંત બીલીમોરામાં પડેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થતા ટ્રાફીક જામના દ્રશ્ય સર્જાયા હતા. ડાંગ જિલ્લાના વઘઇમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદના પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 


જીલ્લામાં ખેડૂતો લીલા દુષ્કાળથી પાયમાલ, અધિકારી સર્વે કરવા ફરકતા જ નથી


જૂનાગઢમાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોની કફોડી સ્થિતી, સરકાર તરફ આશાભરી મીટ !

દિવાળીની ખરીદી માટે નીકળેલા લોકો વરસાદમાં અટવાયા
દિવાળી ટાણે દિવાળીની ખરીદી માટે નીકળેલા લોકો વરસાદને કારણે કલાકો સુધી દુકાનોમાં બેસી રહેવા માટે મજબુર બન્યા હતા. દિવાળીના ફટાકડા અને દિવાળીની રંગોળી અને સજાવટનો  સામાન વેચવા માટે જાહેર માર્ગ પર રહેલા લારી અને પાથળવાવાળા શ્રમજીવીઓ માટે કફોડી સ્થિતી સર્જાઇ હતી. 


દિવાળી નજીક આવતા જ તસ્કરો બેફામ: ધોળા દિવસે ઘર માલિકની હાજરીમાં ચોરી
દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં વરસાદ પડ્યો
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટા સાથે વરસેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ચીખલી અને વધઇમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં 1 મિ.મીથી માંડી અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.