કચ્છઃ જખૌ સમુદ્રમાં મધ દરિયે બે બોટ ડૂબી જવાની ઘટના બની છે. આ બોટમાં સવાર 10 લોકોને બચાવી લેવાયા છે.  માનીક નામની GJ-15-MM-3788 રજિસ્ટ્રેશન ધરાવતી બોટ અચાનક મધ દરિયે ડૂબવા લાગી હતી. આ ઘટનાની જાણ થતા માછીમારી કરી રહેલા બોલોએ બોટમાં સવાર 7 ક્રૂ મેમ્બરોને બચાવી લીધા હતા. 


પ્રાપ્ત વિગત અનુસાર માનીક નામની બોટ માછીમારી કરવા માટે સમુદ્રમાં ગઈ હતી. આ બોટની ટક્કર એક જુના જહાજ સાથે થઈ હતી. આ ટક્કર બાદ બોટ ક્ષતિગ્રસ્ત થઈ હતી. તેના કારણે બોટ ડૂબવા લાગી હતી. પરંતુ દરિયામાં માછીમારી કરી રહેલા બીજા લોકોને આ ઘટનાની જાણ થતા બોટમાં સવાર સાત લોકોના જીવ બચાવી લેવાયા હતા.