ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેરના સોલામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમા ગોતામાં બે ભાઈઓએ મળીને 22 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. સોલા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. સોલા પોલીસની કસ્ટડીમાં દેખાતા બન્ને યુવકોના નામ જૈનમ ખંધાર અને સુજલ ખંધાર છે. આ બન્ને સગા ભાઈઓ છે. જેઓએ સાથે મળીને રાજ લબાના નામનાં યુવકને છરીના ધા મારીને તેનું કરૂણ મોત નિપજાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના આ આંકડા છે ચોંકાવનારા, 3100થી વધુ અગ્નિકાંડ, 3176ના મોત


ઘટના કઈંક એવી છે કે ગોતા હાઉસિંગમાં શનિવારે રાત્રે 10 વાગે આસપાસ બન્ને આરોપીઓ મૃતક રાજ લબાનાએ અગાઉ તેઓની માતા સાથે કરેલી માથકૂટની અદાવત રાખી તેને ઘર નજીકના રોડ પર બોલાવી સુજલે તેને પકડી રાખ્યો અને જૈમીને છરીના ઉપરા છાપરી ઘા માર્યા હતા. જેના કારણે તેનું મોત થયું હતું. 


રાજકોટ અગ્નિકાંડ: ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે અરજન્ટ સુનાવણી, તંત્રના ભુક્કા નીકળશે


મૃતકના માતા વસંતીબેન જે એક હોટલમાં રસોઈનુ કામ કરતા હોય તેઓ સાંજના સમયે નોકરી હતા. ત્યારે દિકરાઓ ફોન કરીને અગાઉના ઝઘડાની અદાવત રાખી બન્ને ભાઈઓ મારમારી કરતા હોવાની જાણ કરી હતી. જેથી તેઓ ઘર નજીક પહોંચ્યા હતા. જ્યા તેઓનો દિકરો લોહીલૂહાણ હાલમાં જોતા સારવાર માટે સોલા સિવિલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ રાજ લબાનાને મૃત જાહેર કરતા અંતે સોલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. સોલા પોલીસે આ ઘટનાની ગંભીરતા લઈને હત્યાનો ગુનો નોંધી ગુનામાં સામેલ બન્ને ભાઈઓને ઝડપી લીધા છે. 


પૌત્ર પાછો ન ફરતા દાદાની આંખમાંથી આંસુ સૂકાતા નથી, એક જ પરિવારના 5 લોકો હજુ પણ લાપતા


આ ઘટનામાં મોતને ભેટનાર રાજ લબાના નીરમા યુનિવર્સિટી ખાતેની કેન્ટીનમાં નોકરી કરતો હતો, આરોપીઓની માતા સાથે મૃતકને મિત્રતા હોવાની પણ ચર્ચા આ કેસમાં સામે આવી છે. પકડાયેલા આરોપીઓમાં જૈનમ વિરૂદ્ધ અગાઉ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયેલો હોવાનુ પણ સામે આવ્યું છે. જોકે આ હત્યા પાછળ અગાઉનો ઝઘડો નહી પરંતુ અન્ય કોઈ કારણ હોય તેવી આશંકાના આધારે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની અને પુછપરછ કરવાની તજવીજ શરૂ કરી છે. 


જોઈ લો આ ફોટો...શું રાજકોટ ગેમ ઝોન પર આ ઉચ્ચ અધિકારીઓની હતી મહેરબાની?