ચેતન પટેલ/સુરતઃ એક તરફ સુરતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં કોરોના સંક્રમિતોનો આંકડો 5461 પર પહોંચી ગયો છે. તો અત્યાર સુધી 178 લોકોના મૃત્યુ થયા છે. તો બીજીતરફ હોસ્પિટલની બેદરકારીઓ પણ સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા સ્મીમેર હોસ્પિટલના કોરોના વોર્ડમાં પાણી ભરાવાની ઘટના બની હતી. હવે કોરોના વોર્ડમાં ઓક્સિજનની લાઇન બંધ થઈ જતા બે દર્દીઓના મોત થયાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર મામલો
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોના વોર્ડ બનાવવામાં આવ્યો છે. ત્યારે અહીં સારવાર લઈ રહેલા કોરોનાના બે દર્દીઓના ઓક્સિજન લાઇન બંધ થવાને કારણે મોત થયા છે. આ આરોપ પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યો છે. પરંતુ હોસ્પિટલના ડીન દ્વારા આરોપોને નકારી દેવામાં આવ્યા છે. 


કોરોનાનું સંક્રમણ વધતા શનિવારે મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ સુરતની મુલાકાત લેશે  


સ્મીમેર હોસ્પિટલના ડીને આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, એક દર્દીને  છેલ્લા 15 વર્ષથી ડાયાબિટીઝની પણ બીમારી છે. જેથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ હતી. શરૂઆતથી તેમની વેન્ટીલેટર પર સારવાર ચાલી રહી હતી. તેમની સ્થિતિ બગડતા મોત થયું છે. જ્યારે એક અન્ય વ્યક્તિને બિલાટેરલ પીન્યુમોનિયા નામની બીમારી હતી. તેમને પણ શ્વાસ લેવામાં મુશ્કેલી હોવાને કારણે વેન્ટીલેટર પર હતા. તે દર્દીનું પણ મૃત્યુ થયું છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube