જાંબુઘોડા : રમત-રમતમાં બે યુવકોને કોઝવે પાર કરવો ભારે પડ્યો, ગામ લોકો ન હોત તો...
પંચમહાલ જિલ્લામાં ગત રાત્રિ દરમ્યાન પડેલા સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે જિલ્લાની મોટાભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે. ત્યારે રામપુરામાં બે વ્યક્તિઓ તણાયા હતા
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલ જિલ્લામાં ગત રાત્રિ દરમ્યાન પડેલા સાર્વત્રિક અને ભારે વરસાદ (heavy rain) ને કારણે જિલ્લાની મોટાભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે. કાલોલ નજીકથી પસાર થતી કરાડ નદી પણ ઉપરવાસના ભારે વરસાદને કારણે બે કાંઠે વહેતી જોવા મળી હતી. નદી પર આવેલ કોઝ વે પણ પાણીમાં ગરકાવ થયો હતો. તો સાથે જ કરાડ નદી પર ચેક પણ ઓવરફ્લો થયો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ જાંબુઘોડા (jambughoda) તાલુકામાં નોંધાયો છે. જાંબુઘોડામાં ગત રાત્રિથી અત્યાર સુધી 4.5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે કે, હાલોલ અને કાલોલમાં અનુક્રમે 3 ઇંચ અને 2 ઇંચ, તેમજ ઘોઘંબામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે રામપુરામાં બે વ્યક્તિઓ તણાયા હતા.
જન્માષ્ટમી: ભક્તો વિના સૂની થઈ દ્વારિકા નગરી, પહેલીવાર દરવાજેથી પાછા વળ્યાં ભક્તો
જાંબુઘોડાના રામપુરા ગામ નજીક કોઝ વેમાં 2 વ્યક્તિઓ તણાયા હતા. જેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તણાઈ રહેલા બે શખ્સો દેખાઈ રહ્યાં છે. વીડિયો જોતા સમજી શકાય કે, બંને શખ્સ નશાની હાલતમાં હોવાની શક્યતા છે. ભારે વરસાદને લઈ નદી નાળામાં પાણીની આવક વધતા અનેક જગ્યાએ કોઝ વે ડૂબ્યા છે. જાંબુઘોડા પાસે રામપુરા ગામ નજીકના કોતર પરનો કોઝ વે પણ ડૂબ્યો હતો. ત્યારે ગામ લોકોમાંથી કેટલાક ટીખળખોર દ્વારા જોખમી રીતે કોઝવે પસાર કરવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે આવા જોખમી સ્ટંટને કારણે 2 વ્યક્તિ તણાયા હતા. અન્ય સ્થાનિકે આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જોકે ગામ લોકોએ બંન્નેને બચાવી લીધા હતા.
જન્માષ્ટમી : દ્વારકામાં બંધ દરવાજામાં પરંપરા યથાવત, શામળાજીમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા
પંચમહાલ જિલ્લામાં ગત રાત્રિ દરમ્યાન પડેલા સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે જિલ્લાની મોટાભાગ નદીઓ બે કાંઠે વહી રહી છે. જાંબુઘોડામાં આજે સવારના 6 વાગ્યાથી લઈને 5 કલાક દરમિયાનમાં અંદાજિત 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જાંબુઘોડા નગરના પ્રવેશદ્વારથી પસાર થતી અને બારેમાસ સૂકીભઠ્ઠ રહેતી સૂકી નદીમાં પણ નવા વરસાદી નીર આવ્યા હતા. નવુ પાણી આવતા સૂકી નદીમાં પ્રાણ પૂરાયો હતો. ભારે પાણીના પ્રવાહ સાથે વહેતી સૂકી નદીમાં બે કાંઠે વહેતા પાણી જોવા માટે સ્થાનિકોના ટોળા વળ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર