અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા બે દોડવીર યુરોપિયન માસ્ટર ગેમ્સ માટે જશે ઇટલી
ગુજરાત રાજ્ય પોલીસેને ગૌરવ અપાવે તેવા બે જાબાજ અને એથ્લેટ પોલીસકર્મીઓ અમદાવાદ પોલીસ પાસે છે. જે 24 જુલાઈનાં રોજ યુરોપિયન માસ્ટર ગેમ્સ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇટાલી જશે. અમદાવાદ પોલીસ સ્ટેડીયમમાં દોડ લગાવીને સખત મહેનત કરનારા ગુજરાત પોલીસના બે પોલીસ કર્મી ઇટાલીમાં માસ્ટર ગેમ્સ રમશે.
મૌલિક ધામેચા/અમદાવાદ : ગુજરાત રાજ્ય પોલીસેને ગૌરવ અપાવે તેવા બે જાંબાઝ અને એથ્લીટ પોલીસકર્મીઓ અમદાવાદ પોલીસ પાસે છે. જે 24 જુલાઈનાં રોજ યુરોપિયન માસ્ટર ગેમ્સ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇટાલી જશે. અમદાવાદ પોલીસ સ્ટેડીયમમાં દોડ લગાવીને સખત મહેનત કરનારા ગુજરાત પોલીસના બે પોલીસ કર્મી ઇટાલીમાં માસ્ટર ગેમ્સ રમશે.
આમ તો પોતાની ડ્યુટી પોલીસકર્મી તરીકે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવાની છે પણ એથલેટિક્સ પ્રત્યેનો તેમનો જુસ્સો દોડવા માટે ઇટાલી લઇ જશે. તેઓ આગામી યુરોપીયન માસ્ટર ગેમ્સ 2019માં ભાગ લેવાના છે. જેને પગલે અમદાવાદનાં તમામ પોલીસ વિભાગના કર્મીઓ તેમના માટે ગર્વની લાગણી અનુભવે છે. પોલીસ પરિવાર પણ તેમનો જુસ્સો કાયમ રાખવા આગળ આવ્યું છે.
અમદાવાદનાં બે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકમી ઇટાલી દોડવા જશે. જે પોલીસ વિભાગ માટે ગૌરવરૂપ બાબત મનાઈ રહી છે. 51 વર્ષની ઉંમરે પણ યુથને દોડમાં હરાવી અનેક વખત મેડલ મેળવી ચુકેલા હરપાલ સિંહ વાઘેલા વાડજ પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. અને છેલ્લા કેટલાય વર્ષથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દોડ ટુર્નામેન્ટમાં સૌથી ઓછી મિનીટમાં દોડ પૂરી કરી ગોલ્ડ મેળવે છે. હરપાલ સિંહ વાઘેલા આ ઉંમરે પોતાનો દોડ પ્રત્યેનો જુસ્સો કાયમ રાખે છે.
કાંકરિયા રાઇડ દુર્ધટના બાદ મેયરનું નિવેદન: AMCની કોઇ જવાબદારી નથી
સાથે જ હરપાલ સિંહનાં ભત્રીજા રોહિતસિંહ વાઘેલા પણ પોલીસ કોન્સ્ટેબલ તરીકે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. રોહિતસિંહ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની અનેક ટુર્નામેન્ટમાં ભાગ લઇ ચુક્યા છે. એટલુ જ નહિ આ બન્ને પોલીસકર્મીઓ બે વર્ષ અગાઉ જ સિંગાપુર અને મલેશિયા એશિયા કક્ષાની માસ્ટર ચેમ્પિયન શીપમાં ગોલ્ડ અને સિલ્વર જીતી અમદાવાદ પોલીસનું નામ રોશન કરી ચુક્યા છે. જેને લઇ હવે રાષ્ટીયકક્ષાની ટુર્નામેન્ટમાં પણ બન્નેને આમંત્રણ મળ્યું છે. જેને લઈ કાકા ભત્રીજો બન્ને સવાર સાંજ દોડ સિવાય પણ અનેક પ્રકારની અન્ય કરસરત પણ કરે છે.
અહો આશ્ચર્યમ...વડોદરામાં એક મહિલાએ આપ્યો 55 મિનીટમાં 4 બાળકોને જન્મ!
આગામી 26 જુલાઈએ ઇટાલીનાં ટોરીનોમાં આ યુરોપીયન માસ્ટર ગેમ્સ યોજાનારી છે. જેમાં પાર્ટીસીપેટ થવા પોલીસ અધિકારોઓ તરફથી મંજુરી મળી છે. ત્યારે ઇટાલીમાં થનારા ખર્ચને પોલીસ પરિવાર સ્વેચ્છા ઉઠાવી અનોખું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આમ તો પોલીસ વિભાગ માટે ગૌરવપૂર્ણ બાબત કહી શકાય કે, હરપાલ સિંહ અને રોહિત સિંહ ગુજરાત પોલીસનાં એવા બે જાબાજ પોલીસ કર્મી છે કે, જે ગુજરાત પોલીસનું નામ રોશન કરવા જઈ રહ્યા છે. ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા બન્નેની પસંદગી ઉતારવામાં આવતા અન્ય પોલીસકર્મીને પણ પ્રોત્સાહન મળશે.
સરકારે સ્વિકાર્યું: રાજ્યમાં 2 વર્ષમાં 222 જેટલા એશિયાઈ સિંહના થયા મોત
જુઓ LIVE TV:
સામાન્ય રીતે પોલીસકર્મી તરીકે કેટલાકને નેગેટીવ ઈમેજ હોય છે પણ આ બન્ને પોલીસકર્મીઓ દેશ માટે ગૌરવની વાત છે. એટલુજ નહી આ બન્ને પોલીસકર્મીઓનાં દોડ પ્રત્યેનાં લગાવથી અનેક પોલીસમાં ભરતી થવા ઇચ્છુકો પણ આજે પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. તો હરપાલસિંહ અને રોહિત સિંહ યુરોપીયન માસ્ટર ગેમ્સમાં પણ ઉદાહરણ રૂપ બને તો પોલીસ વિભાગ ગર્વ અનુભવશે.