Gujarat Monsoon 2024: રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૫૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૬૯,૨૪૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૦.૬૬ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૧,૮૧,૯૪૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૨.૪૮ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને હરાવી શકે છે? રાહુલ કરી શકે છે 'ખેલા', મળી જડીબુટ્ટી


આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદ થતા જામનગર જિલ્લાનો વઘાડિયા ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ ૧૦૦ ટકા એટલે કે, સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના પાંચ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા  છલકાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત-૨, કચ્છના કાલાગોગા, મોરબીના ઘોડાધરોઈ, રાજકોટના ભાદર-૨ અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ પાંચ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે જેમાં જામનગર જિલ્લાના ફુલઝર-૧, અને ફુલઝર(કેબી), જૂનાગઢના બાંટવા-ખારો, પોરબંદરના સરન તથા રાજકોટના આજી-૨ ડેમનો સમાવેશ થાય છે. 


કરોડોના કૌભાંડી સાગઠિયાને ભાજપના કયા નેતા જેલમાં મળી આવ્યાં? મેવાણીનો આક્ષેપ


આ ઉપરાંત ,ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૩૫.૩૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૪૧.૫૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૨.૬૨ ટકા, કચ્છના ૨૦માં ૨૧.૫૭ ટકા, જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૨૩ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.


દારૂથી પાણી સુધી કૌભાંડ AAP એ કર્યા, ફરિયાદ કોંગ્રેસે કરી અને ગાળો મને: પીએમ મોદી


અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એટલે કે, વર્ષ ૨૦૨૩માં આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૪૮.૭૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૪૨.૦૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૫.૩૯ ટકા, કચ્છના ૨૦માં ૫૦.૯૫ ટકા, જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૭.૧૮ ટકાથી વધુ પાણીનો સંગ્રહ નોંધાયો હતો.