રાજેન્દ્ર ઠાકર/ભુજ : ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલાં ઘાતક કોરોના વાયરસે દુનિયાભરમાં કાળો કેર વર્તાવ્યો છે. કચ્છમાં પણ એક શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે. અગાઉ બે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. માંડવીના વતનીને કોરોના શંકાસ્પદ જોવા મળતા આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે.કચ્છમાં કોરોનાનો શંકાસ્પદ કેસ બહાર આવ્યો છે દુબઇથી આવેલા માંડવીના વતનીને કોરોનાનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે. જેને લઈને આરોગ્ય તંત્રની ટિમ દ્વારા નમૂના લેવાયા છે અને લેબ પરીક્ષણમાં મોકલાયા છે. જેનો આવતીકાલે રિપોર્ટ આવશે શંકાસ્પદ દર્દીને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. અગાઉ બે કેસો શંકાસ્પદ જોવા મળ્યા હતા. જેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે કચ્છમાં ચીન અને અન્ય કોરોનાગ્રસ્ત દેશમાંથી આવતાં પ્રવાસીઓનું સ્ક્રીનીંગ શરૂ કરાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ સામે સવાલ: અમદાવાદ એક જ દિવસમાં દુષ્કર્મનાં ચાર કિસ્સા સામે આવતા ચકચાર


કચ્છમાં 5મી જાન્યુઆરીથી લઈ અત્યારસુધીમાં 15 દેશથી 184 મુલાકાતીઓ આવ્યાં છે. વિદેશથી આવતા મુલાકાતીઓમાં કોરોનાને લગતાં કોઈ સ્પષ્ટ ચિહ્નો જોવાં મળ્યાં નથી. જો કે, તેમ છતાં આરોગ્ય તંત્રની ગાઈડલાઈન મુજબ પ્રવાસીઓને 14 દિવસના ક્વોરન્ટાઈનમાં રાખીને તેમના સ્વાસ્થ્યની તબીબી તપાસ કરાઈ હતી. પરંતુ, એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. કંડલા અને મુંદરા જેવા પોર્ટ પર વિદેશી જહાજના ક્રૂ મેમ્બર્સને જમીન પર પગ જ મૂકવા દેવાની મનાઈ ફરમાવી દેવાઈ છે તો જી.કે. જનરલ હોસ્પિટલમાં ચાર વેન્ટિલેટર સાથે 42 બેડનો ખાસ આઈસોલેશન વૉર્ડ તૈયાર કરાયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube