પોલીસ સામે સવાલ: અમદાવાદ એક જ દિવસમાં દુષ્કર્મનાં ચાર કિસ્સા સામે આવતા ચકચાર

Updated By: Mar 13, 2020, 06:36 PM IST
પોલીસ સામે સવાલ: અમદાવાદ એક જ દિવસમાં દુષ્કર્મનાં ચાર કિસ્સા સામે આવતા ચકચાર

* રામોલમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ
* વિદ્યાર્થીની ને ગર્ભ રહી જતા એબોર્શન કરાવ્યું
* છેડતી અને બળાત્કારના બનાવોમાં થઈ રહ્યો છે વધારો
* અમરાઇવાડીમાં સાવકા પિતાએ પુત્રી પર ગુજાર્યો બળાત્કાર
* ક્યાંક લૂંટના ઇરાદે તો ક્યાક સાવકા પિતાએ પુત્રી પર ગુજાર્યો બળાત્કાર

મૌલિક ધામેચા/અમદાવાદ : ગુજરાતમાં સરેરાશ દિવસે  ચાર કેસ બળાત્કારના પોલીસ ચોપડે નોધાયા છે. અમદાવાદમાં બે વર્ષમાં જ 397 કેસ સગીરા પર દુષ્કર્મના સામે આવ્યા છે. જો કે ગુજરાતમાં 2723 બળાત્કાર અને સામુહિક બળાત્કારની ઘટનાઓ બની  હોવાના આંકડા વિધાનસભામાં સત્ર દરમિયાન સામે આવ્યા બાદ પણ પરિસ્થિતી ઠેરની ઠેર છે. માત્ર અમદાવાદમાં જ હોળી બાદ દસથી વધુ છેડતી અને બળાત્કારની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. જી હા આવી જ એક બાદ એક ઘટનાઓ અમદાવાદમાં બની રહી છે. સૌથી પહેલા વાત કરીએ વસ્ત્રાપુરની કે જ્યાં ગુરુકુળ કડીયા નાકા પાસે મજૂરી કામ કરવાની લાલચે એક શખ્સ થલતેજ ખાતેના આવાસ યોજનાના મકાનમાં લઈ ગયો. ત્યાં લઈ જઈ તેની પર બળાત્કાર ગુજાર્યો અને બાદમાં કાન કાપી મહિલાના દાગીના લૂંટી ફરાર થઈ ગયો.

ભેજાબાજ ચોર એવી રીતે મોબાઇલની કરતો ચોરી કે કલાકો સુધી પીડિતને ખબર પણ નહોતી પડતી

પોલીસે બાતમી આધારે આરોપી જીગ્નેશ ગોહિલની ધરપકડ કરી. આરોપી ગુનો આચરી બાદમાં દારૂના નશામાં વાપી ગયો અને ત્યાંથી દમણ જઈ દાગીના વેચી તે રૂપિયાનો દારૂ હોઈ બોમ્બે પહોંચ્યો. બાદમાં અમદાવાદ આવતા જ પોલીસે બાતમી આધારે ઝડપી પાડ્યો. જોકે આરોપી તેના બચાવમાં પોલીસ સમક્ષ નિવેદન આપે છે કે કડીયા નાકા પાસે અનેક મહિલાઓ મજૂરીના બહાને વેશ્યા વૃત્તિ નો ધંધો કરે છે અને આરોપી પણ આ મહિલાને રૂપિયા નક્કી કરી લઈ ગયો હતો પણ બાદમાં રૂપિયાની તકરાર થતા આ બનાવ બન્યો.

‘તારીખ કેમ નથી આપતા, મને કેમ બેસાડી રાખો છો?’ કહીને આરોપીએ કર્યું જજનું અપમાન

ત્યારે બીજી તરફ રામોલમાં પણ ધોરણ  10માં ભણતી વિદ્યાર્થીનીના પરિવારે એક આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આ સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી આરોપી મયુરસિંહ ઉર્ફે જીગર વાઘેલાએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મુક્યો છે. એટલું જ નહી પણ આરોપી અવાર નવાર આ સગીરા સાથે દુષ્કર્મ આચરતો અને થોડા સમય પહેલા આ સગીરા ગર્ભવતી થતાં તેના પરિવારને જાણ થઇ અને તેનું એબોર્શન કરાવ્યું. જેથી પરિવારે આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આરોપીએ કબૂલાત કરી છે કે તેને સગીરા સાથે પ્રેમ સંબંધ હતો, તેણે સગીરાને ધમકી પણ આપી હતી કે તે શરીર સંબંધ નહિ બાધવા દે તો તેના પરિવારને જાનથી મારી નાખશે. જેને પગલે પોલીસે ફરિયાદ નોંધી તાત્કલિક આરોપીની ધરપકડ પણ કરી લીધી.

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ રાજ્યસભા ચૂંટણી માટે ભર્યા ફોર્મ, પણ ભાજપ વિજય મુહૂર્ત ચૂકી ગયું
જયારે અમરાઇવાડીમાં પિતા પુત્રીના સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. સગીર પુત્રી પર સાવકા બાપે જ બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. જેથી આરોપીની પત્નીએ તેના બીજા નંબરના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે. આરોપીની પત્ની રાત્રે સુતી હતી ત્યારે તે તેની દીકરી ઉંઘમાં હતી ત્યારે જ તેનું મોં દબાવીને તેની સાથે ગેરવર્તન કર્યું હતું. સગીરાએ તેની માતાને ફરિયાદ કરતા આખરે પોલીસ સ્ટેશન જઇને મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી. વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે પોલીસ કાર્યવાહી કરે છે અને આરોપીને પકડી ફાઇલો બંધ કરી દે છે. જોકે આવી ઘટનાઓમાં આરોપીઓને યોગ્ય સજા થાય તે ઇચ્છનીય છે. સાથે જ મહિલાઓની સુરક્ષા માટે સરકારે યોગ્ય અને કડક કાયદો બનાવવો જરૂરી બન્યો હોવાનું આ ઘટનાઓ અને આંકડા પરથી મનાઇ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube