ઝી બ્યૂરો/અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બ્લેકમાં કરોડો રૂપિયાનો દારૂ વેચાય છે. દારૂની હેરાફેરી માટે બુટલેગરો દ્વારા અનેક કીમિયો અજમાવવામાં આવે છે. અમદાવાદમાં દારૂની હેરફેર કરતા બે બાઇક ચાલકની પીસીબીએ ધરપકડ કરી છે. અમદાવાદ PCB દ્વારા દારૂની બદી રોકવા લાલ આંખ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારૂની હેરાફેરી માટે અનોખો કીમિયો
દારૂની હેરાફેરી માટે આ વ્યક્તિઓ દ્વારા અલગ કીમિયો અજમાવવામાં આવ્યો હતો. આ બંન્ને વ્યક્તિ સીટની નીચે તથા પેટ્રોલની ટાંકીમાં ખાનુ બનાવી દારૂની હેરફેર કરતા હતા. પોલીસે બે બાઈક જપ્ત કર્યાં છે. બંન્ને બાઇકમાં 50 લીટર દારૂ મળી આવ્યો છે. 


લૉકડાઉનમાં બસો બંધ રહેવા છતાં ખોટ કરતી AMTSએ ખાનગી બસોને ચુકવ્યું ભાડુ


શહેરમાં ચેકિંગ દરમિયાન પીસીબીને શંકા જતાં બંન્નેની તપાસ કરી હતી. આ દરમિયાન બાઇકની સીટ નીચે અને પેટ્રોલની ટાંકીની અંદર અલગ ટાંકી બનાવી તેમાં દારૂ રાખીને હેરાફેરી કરવામાં આવતી હતી. આ નવો કીમિયો જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. બંન્ને બાઇકલમાં કુલ મળીને 65 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ તો પીસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube