બોટાદમાં એક દિવસમાં એક જ જગ્યાએથી બે યુવકની મળી લાશ
બોટાદમાં એક જ દિવસમાં અલગ અલગ સમયે બે યુવકની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. લાશ અંગેની માહીતી મળતા જ બરવાળા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા બંને યુવકોના મૃતદેહને પોર્ટમોર્ટમ અર્થે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યા હતા. જો કે, પોલીસની પ્રાથમિક તાપસમાં મૃતક આ બંને યુવક ખાસ મિત્રો હોવાનું સામે આવ્યું છે.
રઘુવીર મકવાણા, બોટાદ: બોટાદમાં એક જ દિવસમાં અલગ અલગ સમયે બે યુવકની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. લાશ અંગેની માહીતી મળતા જ બરવાળા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા બંને યુવકોના મૃતદેહને પોર્ટમોર્ટમ અર્થે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યા હતા. જો કે, પોલીસની પ્રાથમિક તાપસમાં મૃતક આ બંને યુવક ખાસ મિત્રો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો:- રાજ્યના 195 તાલુકામાં વરસાદ, જામનગરના કાલાવડમાં 6 ઇંચથી વધુ વરસાદ
બરવાળાના નાવડા સંપ પાસેથી કેનાલમાંથી વહેલી સવારે એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. નર્મદા કેનાલમાં નાવડા સંપ પાસેથી 35 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશ અંગેની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળ પહોંચી ગઈ હતી અને મૃતક અંગે બરવાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, બપોર બાદ બરવાળા પોલીસને વધુ એક યુવકની લાશ મળી આવી હતી.
આ પણ વાંચો:- રાજ્યમાં ભારે વરસાદની આગાહી, NDRFની ચાર ટીમ સૌરાષ્ટ્રમાં રવાના, તંત્ર એલર્ટ
બરવાળા પોલીસને અન્ય એક યુવકની લાશ નાવડા ખાતે નર્મદા કેનાલના સાઇફનમાંથી મળી આવી હતી. પોલીસ તપાસમાં 30 વર્ષીય પ્રકાશભાઇ વાલજીભાઇ બામાણી (રહે. આંબેકડક નગર નંબર-2)ની લાશ મળી આવી હતી. બરવાળા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સવારમાં મળે મૃતક અને બાદમાં મળેલ મૃતક બંને ખાસ મિત્રો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો:- રાજકોટની ખોખડધજ નદીમાં પાણી આવતા પુલ પર બોલેરો તણાઇ, એક વ્યક્તિ મિસિંગ
આ બંને યુવકો સાથે કામ કરતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બે દિવસથી ઘરેથી આ બંને મિત્રો ગુમ હોવાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે એક જ દિવસમાં 2 યુવકોની લાશ મળતા સમગ્ર પંથકમાં ચર્ચા સાથે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube