રાજ્યના 195 તાલુકામાં વરસાદ, જામનગરના કાલાવડમાં 6 ઇંચથી વધુ વરસાદ

રાજ્યમાં દિવસ દરમિયાન 195 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં અવિરત મેઘ મહેર જોવા મળી રહ્યો છે. જામનગરના કાલાવડમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે જામનગરના કાલાવડમાં દિવસ દરમિયાન અત્યાર સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ રાજકોટમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના 195 તાલુકામાં વરસાદ, જામનગરના કાલાવડમાં 6 ઇંચથી વધુ વરસાદ

હિતલ પારેખ/મુસ્તાક દલ, ગાંધીનગર/જામનગર: રાજ્યમાં દિવસ દરમિયાન 195 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં અવિરત મેઘ મહેર જોવા મળી રહ્યો છે. જામનગરના કાલાવડમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે જામનગરના કાલાવડમાં દિવસ દરમિયાન અત્યાર સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ રાજકોટમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

જામનગરના કાલાવડમાં સવારના 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે જામનગરના ધ્રોલમાં પણ વરસાદી માહોલ જામતા 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ સાથે શહેરમાં કુલ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના પડધરીમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ સાથે આજે સવારથી 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફુંકાઇ શકે છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, વલસાડ, દમણ, સુરત, દાદરા નગર હવેલી, જૂનાગઢ, પોરબંદર સહિતની અનેક જગ્યાએ વરસાદ પડી શકે છે.

ત્યારે હવામાન વિભાગની આગાહીની સાથે તંત્ર એલર્ટ થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ચાર ટીમ સૌરાષ્ટ્ર મોકલવામાં આવી છે. રાજકોટ, પોરબંદર, કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં એનડીઆરએફની એક-એક ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news