કેતન જોશી/અમદાવાદ :પૃથ્વીની દરેક વ્યક્તિને વરસાદ સાથે પ્રેમ હોય છે. કાગડોળે આ ઋતુની રાહ જોવામાં આવે છે. જ્યારે વરસાદ વરસતો હોઈ ત્યારે કેટલાક શબ્દો આપણા કાને પડતા હોય છે. બારેમેઘ ખાંગા, મુશળધાર, સાંબેલાધાર, અનરાધાર, ઝરમર. ગુજરાતી શબ્દકોષ એટલો સમૃદ્ધ છે કે, તેમાં વરસાદની પડવાની રીત મુજબ તેના અલગ અલગ નામ પાડવામાં આવ્યા છે. દરેકનો અર્થ અલગ અલગ હોય છે. આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં ચોમાસું છવાયું છે ત્યારે આ શબ્દોનો અર્થ પણ જાણી લો. ગુજરાતી સાહિત્યમાં વરસાદના 12 પ્રકાર ગણવામાં આવ્યા છે. વરસાદની તીવ્રતા મુજબ તેના પ્રકાર અલગ અલગ થઈ જાય છે. 


રથયાત્રા પહેલા 22 કિમીના રુટ પર પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ, CP પણ રહ્યા હાજર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

૧. ફરફર 
જેનાથી ફકત હાથ-પગ રુ જેવા ભીના થાય તેવો નજીવો વરસાદ


૨. છાંટા  
ફરફરથી થોડો વધારે વરસાદ 


૩. ફોરા  
છાંટાથી મોટા ટીપાવાળો વરસાદ 


૪. કરા  
ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ 


મહારાષ્ટ્રમાં વરસાદથી ગુજરાતની ટ્રેનોને અસર : જુઓ કઈ ટ્રેન કેન્સલ થઈ, અને કઈ મોડી પડશે


૫. પછેડીવા 
પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ 


૬. નેવાધાર  
છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ 



૭. મોલમેહ  
મોલ-પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ 


૮. અનરાધાર 
એક છાંટાને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ 


૯. મુશળધાર  
અનરાધારથી વધુ હોય એવો વરસાદ. મુશળધારને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે 


વલસાડમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, 9 ઈંચ વરસાદથી વાંકી નદીનું જળસ્તર વધ્યું


૧૦. ઢેફાંભાંગ  
વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ


૧૧. પાણ મેહ 
ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ 


૧૨. હેલી 
અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :