વલસાડમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, 9 ઈંચ વરસાદથી વાંકી નદીનું જળસ્તર વધ્યું

રવિવારે રાત્રે ફરી વરસાદે ધોધમાર બેટિંગ કરતા રાત્રિના સમયમાં શહેરમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા. માત્ર 3 કલાક માં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા તંત્ર દોડતું થયું હતું. અડધી રાત્રે વલસાડ ડિઝાસ્ટર કચેરીએ ખુદ પ્રાંત અધિકારી હવામાનની પળપળની વિગતો લેતા જોવા મળ્યા હતા. 
વલસાડમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, 9 ઈંચ વરસાદથી વાંકી નદીનું જળસ્તર વધ્યું

જય પટેલ/વલસાડ :રવિવારે રાત્રે ફરી વરસાદે ધોધમાર બેટિંગ કરતા રાત્રિના સમયમાં શહેરમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા. માત્ર 3 કલાક માં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા તંત્ર દોડતું થયું હતું. અડધી રાત્રે વલસાડ ડિઝાસ્ટર કચેરીએ ખુદ પ્રાંત અધિકારી હવામાનની પળપળની વિગતો લેતા જોવા મળ્યા હતા. 

રવિવારે રાજ્યના 19 જિલ્લાના 60 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડ, વાપીમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં 6.5 ઈંચ વરસાદ પડ્યો છે. ધરમપુર અને કપરાડામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. પારડીમાં 5.5 ઈંચ, ચીખલીમાં 3 ઈંચ વરસાદ, સુરતના માંગરોળમાં પણ 12 કલાકમાં 3 ઈંચ વરસાદ, સુરતના ઉંમરપાડામાં 2 ઈંચ, ડાંગના વઘઈમાં 2 ઈંચ, દાહોદના લીમખેડા અને સુરતના પલસાણામાં પણ 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. 

https://lh3.googleusercontent.com/-ILNLfbHxYu0/XRl2JJr-tgI/AAAAAAAAH3w/5lP3v6jhUDEhTxcdZKdXi15kmbbpnOKHwCK8BGAs/s0/Valsad_heavy_rain_pani4.JPG

વલસાડની વાંકી નદીનું જળસ્તર વધ્યું
વલસાડમાં ભારે વરસાદને કારણે વાંકી નદીનું જળસ્તર વધ્યું છે. વલસાડના વશિયર નજીકના પુલ સુધી પાણી પહોંચી ગયું છે. વાંકી નદીમાં જળસ્તરમાં વધારો થતાં પુલ ઉપર પાણી આવવાની શક્યતા છે. 

https://lh3.googleusercontent.com/-qy8DCCm-52k/XRl2LRLCO_I/AAAAAAAAH38/Cs6kmlD0wKgBh82usCr0yjtawauM3tHiACK8BGAs/s0/Valsad_heavy_rain_pani2.JPG

વલસાડમાં ક્યાં ક્યાં પાણી ભરાયા, બ્રિજ તૂટ્યો
વલસાડના વાકલ ગામમાં બ્રિજ તૂટવાની ઘટના બની છે. વાંકલ ગામમાં વણઝારા નદી પર નવો બનેલો બ્રિજ તૂટ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વલસાડના અનેક ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા અને માત્ર 3 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા તંત્ર દોડતું થયું હતું. અડધી રાત્રે વલસાડ ડિઝાસ્ટર કચેરીએ ખુદ પ્રાંત અધિકારી હવામાનની પળેપળેની વિગતો લેતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત વલસાડના ભીલાડ સરીગામ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. કેટલાક વાહન ચાલકો પણ આ પાણીના પ્રવાહમાં પડ્યા હતા. ભારે વરસાદને પગલે વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા લોકોને રોડ ક્રોસ કરતા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

https://lh3.googleusercontent.com/-6kl8Rjg77ys/XRl2ObtpupI/AAAAAAAAH4I/IL4JfZGNdy4UAxjq7VAGrvWq6Gu1MB1-ACK8BGAs/s0/Valsad_heavy_rain_pani.JPG

આજે વરસાદની આગાહી
આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જેમાં દ.ગુજરાત, ઉ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. છેલ્લાં એક સપ્તાહથી રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news