ઝી બ્યુરો/બનાસકાંઠા: દેશમાં સૌથી વધુ સમૃદ્ધ અને મોડેલ સ્ટેટ ગણાતા ગુજરાતની એક બાદ એક નગર પાલિકાઓ દેવાળું ફૂંકી રહી છે અને વિકાસનું ફૂલગુલાબી ચિત્ર ધીમે ધીમે ઓસરી રહ્યું છે. જી હા, ગુજરાતની નગર પાલિકાઓ પોતાનું લાઈટ બિલ ભરી શકી નથી. વિકાસના બણગા ફૂંકતા ગુજરાતમાં મોટી મોટી વાતો થાય છે. પરંતુ જમીની હકીકત કંઈ બીજી જ છે. ગુજરાતની પાલિકાઓમાં અંધેર નગરી જેવો વહીવટ ચાલી રહ્યો છે. ટેક્સ ચૂકવ્યા બાદ પણ લોકોને તૂટેલા રસ્તાઓ, ખાડા, રખડતા ઢોરો, ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકસાથે ગુજરાતમાં તૂટી પડશે ત્રણ મોટી આફત! આ અઠવાડિયા માટે અંબાલાલ પટેલની ભયાનક આગાહી


તંત્રની બેદરકારીને કારણે ઘણી વાર સામાન્ય જનતાએ ભોગવવાનો વારો આવે છે. બનાસકાંઠાજિલ્લાની ધાનેરા નગર પાલિકામાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. ધાનેરા નગરપાલિકાએ કરોડો રૂપિયાના લાઈટ બિલની ચૂકવણી ન કરતા UGVCL વીજ કંપનીએ શહેરની સ્ટ્રીટ લાઈટોના વીજ કનેક્શન કાપી નાંખ્યા છે. જેના કારણે લોકોએ અંધારપટમાં રહેવાનો વારો આવ્યો છે. 


કરોડોની જાહેરાતનું સૂરસૂરિયું! ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાત બાળકનાં ટપોટપ મોત


ધાનેરા નગરપાલિકાની સરકારી તિજોરીમાં લાઈટ બિલ ભરવાના પૈસા ના હોવાથી વીજ કંપનીએ સ્ટ્રીટ લાઈટોનું કનેક્શન કાપ્યું છે. ધાનેરા નગરપાલિકાનું લાઈટનું કનેક્શન કપાઈ ગયું છે. ધાનેરા નગરપાલિકાનું 4 કરોડ 26 હજાર વીજ બિલ બાકી હોવાથી UGVCL વીજ કંપનીએ લાઈટનું કનેક્શન કાપી નાંખ્યું છે. ધાનેરા નગરપાલિકાની લાઈટ કપાતા પાલિકામાં અંધારપટ છવાયો છે.


VIDEO: રાજકોટમાં ઓપરેશનના નાટકથી યુવતીની જિંદગી બરબાદ; 6 મહિના બાદ ચોંકાવનારો ખુલાસો
.
ધાનેરા નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી અવાર-નવાર બિલ ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી. પરંતુ નગરપાલિકા દ્વારા આ વીજબિલો ભરવામાં ના આવતા નગરપાલિકાને આખી નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પાલિકા દ્વારા વીજળી બિલના નાણાં ન ભરાતા વીજ કંપનીએ લાઈટનું કનેક્શન આપી દેવામાં આવ્યું હતું. જેના કારણે મંગળવારથી નગરપાલિકા કચેરીમાં અંધારપટ છવાયો હતો અને પાલિકામાં કામ અર્થે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેથી પાલિકા દ્વારા નગરપાલિકામાં આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


તરતા પથ્થરોથી બનાવેલા રામસેતુ કેવી રીતે સમુદ્રમાં ડૂબ્યો, નાસાએ પણ કર્યો છે આ દાવો