ઉદય રંજન/અમદાવાદ: ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ઈ ચલણ પણ ન ભરનારા વાહનચાલકોને ચેતી જવાની જરૂર છે કારણ કે સરકાર દ્વારા શરૂ કરાયેલા નવા પ્રોજેક્ટ હેઠળ આવા ચાલકોને કોર્ટમાં અને જેલમાં પણ જવુ પડી શકે છે. હાલમાં દેશભરમાં 15મી જાન્યુઆરીથી 15 મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. તેના ભાગરૂપે હવે મોબાઈલ એપ્લીકેશનમાં ઈ-ચલણ એપ્લિકેશન 16મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર-વધૂ, જેઠ-જેઠાણી, સાસુ-સસરાં ઘરમાં બધા જ ટીચર, ગુજરાતના આ ગામમાં બધા જ શિક્ષક છે!


સૌરાષ્ટ્રનું એવું ગામ જ્યાં હિન્દુઓનું એક પણ પ્રતિક નથી, અંગ્રેજોએ કરી હતી સ્થાપના


ગુજરાતના શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર: નહીં રહે આર્થિક બોજો, પરિવારને મોટી રાહત


અત્યાર સુધી પોલીસ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી ઈ ચલણ આપવામાં આવતા હતા જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ આ એપ્લિકેશન થકી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટબેલ્ટ, ઓવર સ્પીડ તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈ ચલણ આપશે. જેમાં વાહન ચાલકો સ્થળ પર પણ દંડ ભરી શકશે અને જો સ્થળ પર દંડ ન ભરવો હોય તો બાદમાં પોતાના ફોન થકી પણ ભરી શકશે. આ એપ્લિકેશનમાં ભારતના કોઈ પણ રાજ્યની ગાડી કોઈ પણ અન્ય જગ્યાએ નિયમો નું ભંગ કરશે તો તેને આની મદદથી પોલીસ ઈ ચલણ આપી શકશે. 


કુંભાર પરિવારોને ફળ્યું રામમંદિર! પ્રાણપ્રતિષ્ઠા માટે ગુજરાતથી જશે 5 કરોડ દીવડા


હવે નો-પાર્કિંગમાં વાહન મૂક્યું તો 1 હજારનો દંડ, આજથી SMSથી ઈ-ચલણ શરૂ


ગુજરાતની અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવસિદ્ધિ; ફરી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ડંકો


વાહન ચાલકોને ઈ ચલણ મળ્યાના 90 દિવસમાં તેને ભરી દેવું પડશે. જો આ સમયગાળામા ઈ ચલણ ન ભરાય તો તે ચલણ 90 દિવસ બાદ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને જો વર્ચ્યુઅલ કોર્ટમાં ચલણ ગયાના 45 દિવસ સુધી દંડ ભરવામાં નહી આવે તો બાદમાં તે ચલણ ફીઝીકલ કોર્ટમાં ટ્રાન્સફર થશે અને બાદમાં કોર્ટ દ્વારા સમન્સ કાઢી જે-તે વ્યક્તિને કોર્ટમાં હાજર રખાવી શકશે અને સજા કરશે. 


રામ મંદિરમાં કેમ થઈ રહી છે પ્રાયશ્ચિત પૂજા? જાણો પ્રાણ પ્રતિષ્ઠા માટે કેમ છે જરૂરી


આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે તેમાં ચલણ જનરેટ થતાની સાથે જ આરટીઓમાં તે જોઈ શકાશે અને તેથી વાહન ચાલક ચલણ ભર્યા વિના પોતાનું વાહન વેચી કે ટ્રાન્સફર નહીં કરી શકે. જેથી ટ્રાફિક પોલીસે હોવાથી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો પાળવા માટેની અપીલ કરી છે. 


સરયૂ ઘાટ પર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ 1100 ફૂટની LED સ્ક્રીન મૂકશે ગુજરાતી યુવા NRI