અમદાવાદ : ગુજરાત સરકારે અનલોક 4ની ગાઇડલાઇન્સ બહાર પાડી છે. આ ગાઇડ લાઇન અનુસાર ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યના ગૃહવિભાગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. રાજ્યમાં આજથી હોટલ અને રેસ્ટોરન્ટ 10 ના બદલે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. પબ્લિક ગાર્ડન પણ ખુલશે અને ધાર્મિક સ્થળો પણ સંપુર્ણ ખુલ્લા રાખી શકાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચુની ગજેરાએ સુરતમાં પોતાની જ શાળાની શિક્ષિકાની છેડતી કરી, અશ્લીલ ક્લિપ અને ગંદા ઇશારા

ગાઇડ લાઇન અનુસાર લારી ગલ્લા અને શેરી ફેરિયાઓ પણ કોઇ પ્રતિબંધ રહેશે નહી. એસટી-ખાનગી બસ કેબ સેવાને પણ 50 ટકા કેપેસિટી સાથે મંજુરી આપવામાં આવી છે. આ સાથે જ 8 વાગ્યા સુધી ખુલ્લી રહેલી દુકાનો હવે 24 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. જો કે સ્કુલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. 


જામનગર: યુવાનનો આપઘાત, કહ્યું મમ્મી પપ્પાનો સારો દીકરો ન બની શક્યો, કોમલ સારો પ્રેમી પણ ન બની શક્યો

સામાજિક, શૈક્ષણીક, રમત ગમત, મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ધાર્મિક રાજકીય સમારંભ તથા અન્ય સમુહનાં 21 સપ્ટેમ્બર 2020થી 100 લોકોની મર્યાદામાં એકઠા થવા માટેની સામાજિક પરવાનગી અપાઇ છે. જો કે આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ સ્કેનિંગ અને સેનિટાઇઝરની સુવિધા સાથે આપવામાં આવશે. જો કે લગ્ન સમારંક્ષમાં 50 વ્યક્તિ જ્યારે અંતિમ ક્રિયા કે અંતિમવિધિ માટે 20 સપ્ટેમ્બર સુધી યથાવત્ત રહેશે. શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ મહિનાના અંત સુધી બંધ રહેશે. પરંતુ લાયબ્રેરી જેવી સંસ્થાઓ 60 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખી શકાશે.


ગાઇડ લાઇનનાં મુખ્ય મુદ્દાઓ...
- ગુજરાત સરકારે અનલૉક-4ની ગાઈડલાઈન કરી જાહેર
- ગુજરાતમાં હવે 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે
- હોટલ અને રેસ્ટોરન્ટ 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
- ગુજરાતમાં બાગ-બગીચા જનતા માટે ખુલ્લા રહેશે
- 30 સપ્ટેમ્બર સુધી શૈક્ષણિક-કોચિંગ સંસ્થાઓ બંધ
- ઓનલાઈન અને ડિસ્ટેન્સ એજ્યુકેશનને પ્રોત્સાહન અપાશે
- અનલૉક-4માં ટ્યુશન ક્લાસ શરૂ કરવાની મંજૂરી નહીં
- ધો 9થી 12ના વિદ્યાર્થીઓ મંજૂરી સાથે સ્કૂલે જઈ શકશે
- 21 સપ્ટેમ્બર 9થી 12ના વિદ્યાર્થીઓને મંજૂરી
- વાલીની લેખિત મંજૂરી સાથે વિદ્યાર્થી સ્કૂલે જઈ શકશે
- અમદાવાદમાં 7 સપ્ટેમ્બરથી મેટ્રો રેલને મંજૂરી
- સામાજિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમોને શરતી મંજૂરી
- 21 સપ્ટેમ્બરથી 100 વ્યક્તિઓ સાથે મેળાવડાને મંજૂરી
- મેળાવડામાં કેન્દ્રની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે
- ગુજરાતમાં ઓપન એર થિયેટર 21 સપ્ટેમ્બરથી ખુલશે
- સિનેમા હોલ અને સ્વિમિંગ પુલ હાલ બંધ રહેશે
- રાજ્યમાં ખાનગી બસો 60% મુસાફરો સાથે દોડશે
- સુરત-અમદાવાદમાં બસમાં 50% મુસાફરોને મંજૂરી
- લગ્નમાં 50 વ્યક્તિ, અંતિમવિધિમાં 20 લોકોને મંજૂરી
- 21 સપ્ટે.થી લગ્નમાં ભેગા થવાના નિયમમાં ફેરફાર થશે
- અનલૉક-4માં લાયબ્રેરીમાં 60% લોકો બેસી શકશે
- કન્ટેઈનમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી કડક લૉકડાઉન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર